ખવાય ના એવું ખાવાનું - ચ્યુઇંગ ગમ
ABHIYAAN|July 08, 2023
આજે ચ્યુઇંગ ગમનું વૈશ્વિક બજાર સત્યાવીસ બિલ્યન ડૉલર્સ આસપાસનું છે જે ૨૦૨૮ સુધીમાં એકત્રીસ બિલ્યન ડૉલર્સ કરતાં વધારે થઈ જશે તેવી ગણતરી છે. અંદાજે ૨.૮%નો વિકાસ દર રહેશે
ગૌરાંગ અમીન
ખવાય ના એવું ખાવાનું - ચ્યુઇંગ ગમ

વાગોળવું એ ખાવું હોઈ શકે, બની શકે ચાવવું અલગ બાબત છે

ગળવું કે ના ગળવું એ માણસ નક્કી કરી શકે ત્યાં સુધી રાહત છે

ચ્યુઇંગ ગમ અર્થાત્ લાંબો વખત મોઢામાં મમળાવવાની ગુંદરમાંથી બનેલી એક મીઠાઈ એવું ગુજરાતી શબ્દકોશ કહે છે. ચિકાશવાળો મીઠો પદાર્થ જે ચાવવાનો હોય, પણ ગળવાનો ના હોય ’ને ચાવો ત્યારે સ્વાદ ’ને સુગંધ આવી શકે. ચૂઇંગમ. હિન્દીમાં ચવર્ણ ગોંદ. સંસ્કૃતમાં ચવર્ણ નિર્યાસ. પ્રાચીન કાળથી ભારતમાં ઘણાં વૃક્ષના ગુંદરની વિવિધ બનાવટો ગ્રહણ થાય છે. માયા ’ને એઝટેક જેવી નાશ પામેલી સંસ્કૃતિઓમાં ચિકલ એટલે કે નેચરલ ગમનો ચાવ્યા કરવાનો લુત્ફ ઉઠાવવા માટે યુઝ થતો હતો. ગ્રિક લોકો મેસ્ટિક ટ્રી, ચીની લોકો જિનસસેન્ગનાં મૂળિયાં ’ને ઘણા દેશમાં વ્હેલ માછલી કે પ્રાણીની ચરબી ચાવચાવ કરવાના કામમાં લેતાં. મનુષ્યને કશું ચૂ કરવાનો કે મમળાવવાનો શોખ પહેલેથી રહ્યો છે. ભારતમાં ઘણાં લોકો સોપારી ચ તમાકુ, દક્ષિણ અમેરિકામાં કોકોનાં પાંદડાં, પશ્ચિમ આફ્રિકામાં કોલા નટ્સ ’ને ઉત્તર અમેરિકામાં રેડ ઇન્ડિયન સુગર પાઇન ’ને સ્ક્રૂસ વૃક્ષનો રસો ચાવતા. ચ્યુઇંગ ગમ આધુનિક જગતની પેદાશ છે.

બાવળ ’ને અન્ય વૃક્ષ કે છોડની ડાળી યા છાલ ચાવવાનો મહિમા આયુર્વેદમાં કહ્યો છે, જેથી દાંત, પેઢાં ’ને અવળા સાથે મોઢાની તંદુરસ્તી સારી રહે. ઑરલ હેલ્થ માટે ગુંદર પણ ચાવી શકાય. કલિયુગના અર્વાચીન સંસારમાં વેપારી ધોરણે ચ્યુઇંગ ગમ રજૂ કરવાનો શ્રેય અમેરિકાને જાય છે. અમેરિકાને પોતાની ભૂમિ ગણવા માંડેલા ત્યારના ગોરાઓ અમેરિકાના મૂળ નિવાસીઓનું જોઈને ઘણું શીખ્યા હતા. ‘ન્યૂ ઇંગ્લેન્ડ’ વિસ્તારના શરૂઆતના એ અંગ્રેજોએ રેડ ઇન્ડિયન લોકોની ત્યાંના વૃક્ષના રસા એવમ ગુંદર ચાવવાની ટેવ પકડી લીધી. ૧૮૪૮માં જ્હોન બી. કર્ટિસ નામના શખ્સ ધ સ્ટેટ ઓફ મેઇન પ્યુર પ્રૂસ ગમ' કરીને પહેલી ચ્યુઇંગ ગમ ત્યાંના બજારમાં મૂકી. પશ્ચિમના લોકો એટલે કે ધોળિયાઓ આમ બુદ્ધિશાળી ’ને તેમ અનુભવી કહેવાતા હતા, પણ વનસ્પતિના ગુંદરનો ઉપયોગ આદિવાસીઓ પાસેથી શીખે છે. બેશક બહારથી આવેલા મિસ્ટર જહોને કે અન્ય કોઈએ સ્થાનિક પ્રજાને કોઈ ફી ચૂકવી ન હતી.

この記事は ABHIYAAN の July 08, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は ABHIYAAN の July 08, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

ABHIYAANのその他の記事すべて表示
કચ્છીઓને ફ્યુઝન ફૂડનો સ્વાદ દાઢે વળગ્યો છે
ABHIYAAN

કચ્છીઓને ફ્યુઝન ફૂડનો સ્વાદ દાઢે વળગ્યો છે

એકાદ- બે દાયકા પહેલાં હોટેલમાં જનારા લોકો કચ્છ કે ગુજરાતી ખાવાનું મંગાવતા, પછી ધીરે ધીરે દક્ષિણ ભારતનાં વ્યંજનો, ઉત્તર ભારતના ચાટ અને ત્યાર પછી પંજાબી સ્વાદને માણવા જનારા લોકો આજે કોન્ટિનેટલ, મેક્સિકન, થાઈ, લેબનીઝ કે ઇટાલિયન જેવું ઇન્ટરનેશનલ ફૂડ મગાવતા થયા છે. તેમાં પણ ભારતીય સ્વાદનું ફયુઝન તો તેમને જોઈએ જ છે.

time-read
5 分  |
Abhiyaan Magazine 25/01/2025
ફૂડ સ્પેશિયલ
ABHIYAAN

ફૂડ સ્પેશિયલ

મસાલાની સ્વામિની ચિત્રા બેનર્જીનું જાદુઈ કથાનક

time-read
2 分  |
Abhiyaan Magazine 25/01/2025
ફૂડ સ્પેશિયલ
ABHIYAAN

ફૂડ સ્પેશિયલ

ગુણોનો ગુણાકાર ગોળ

time-read
4 分  |
Abhiyaan Magazine 25/01/2025
મહાકુંભ : ભારતની સાંસ્કૃતિક ચેતનાનું પર્વ
ABHIYAAN

મહાકુંભ : ભારતની સાંસ્કૃતિક ચેતનાનું પર્વ

થાક લાગે જ એવું જરૂરી નથી કોઈ વખત સફરનો કહૂંબો ચડે.

time-read
3 分  |
Abhiyaan Magazine 25/01/2025
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
ABHIYAAN

હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ

સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે

time-read
2 分  |
Abhiyaan Magazine 11/01/2025
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન-ગાર્ડનિંગ

ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી

time-read
2 分  |
Abhiyaan Magazine 11/01/2025
નીરખને ગગનમાં....
ABHIYAAN

નીરખને ગગનમાં....

Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું

time-read
4 分  |
Abhiyaan Magazine 11/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના

time-read
5 分  |
Abhiyaan Magazine 11/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન

time-read
8 分  |
Abhiyaan Magazine 11/01/2025
શ્રદ્ધાંજલિ
ABHIYAAN

શ્રદ્ધાંજલિ

ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય

time-read
4 分  |
Abhiyaan Magazine 11/01/2025