'દૈવે' છીનવેલું કચ્છીઓ ‘દેવ’ પાસેથી મેળવે છે
ABHIYAAN|July 08, 2023
વારંવાર વિવિધ કુદરતી આપદાઓનો સામના કરતાં કચ્છીમાડુઓ પોતાની ખુમારીથી દરેક વખતે પહેલાં કરતાં વધુ ઝળહળતાં બેઠા થાય છે. કચ્છની ધરાની આ વિશિષ્ટતા જ અહીંના લોકોને બીજા કરતાં વિશેષ બનાવે છે. બનેલી દુર્ઘટના ઉપર આંસુ સારવાના બદલે જે પરિસ્થિતિ આવે તેનો સામનો કરીને, જે કંઈ બચ્યું હોય તેને સંવારીને તેઓ આગળ વધે છે.
સુચિતા બોઘાણી કનર
'દૈવે' છીનવેલું કચ્છીઓ ‘દેવ’ પાસેથી મેળવે છે

થોડા દિવસ પહેલાં ત્રાટકેલા વાવાઝોડા ‘બિપરજોયે’ કચ્છીઓને ભૂતકાળની અન્ય અનેક તારાજી યાદ કરાવી દીધી છે. આ વાવાઝોડામાં સરકારી તંત્રની આગોતરી કામગીરીના કારણે જાનહાનિ થઈ નથી, પરંતુ મોટા પ્રમાણમાં ખેતી, બાગાયત, પશુઓ, નમક ઉદ્યોગ અને અન્ય ઉદ્યોગોને ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. દરિયો, રણ અને ડુંગરથી ઘેરાયેલા કચ્છ પ્રદેશને વારંવાર કુદરતી આફતોનો સામનો કરવો પડે છે. ભૂતકાળમાં ધરતીમાં થયેલી ઊથલપાથલના કારણે સિંધુ નદીનું વહેણ કચ્છથી દૂર થયું હતું અને જ્યાં ભરપૂર પાણીથી જ પાકતા ચોખા જેવા પાકના બદલે લોકોને પાણી માટે ટળવળવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. તો ૧૯૯૮માં આવેલા વાવાઝોડાએ હજારો લોકોના પ્રાણ લીધા હતા. ૨૦૦૧ના ભૂકંપે કચ્છને તહસનહસ કરી નાખ્યું હતું. આવી અનેક આફતો સહન કરી ચૂકેલા કચ્છીમાડુઓ દરેક વખતે ફિનિક્સ પક્ષીની જેમ ફરી ઊભા થયા છે. એટલું જ નહીં, પરંતુ જે હતા તેનાથી વધુ સફળ અને સમૃદ્ધ બન્યા છે. કચ્છીઓની આ ખુમારીના કારણે જ કચ્છ ક્યારેય હારતું નથી. ‘બિપરજોય’એ હજારો કરોડનું, ખાસ કરીને ખેતીના ક્ષેત્રમાં નુકસાન કર્યું છે, પરંતુ કચ્છ તેમાંથી સાંગોપાંગ વધુ ઉજ્જવળ થઈને બહાર આવશે જ તેવી ખાતરી તમામ કચ્છીમાડુઓના મનમાં છે.

અત્યારે સરકારી તંત્ર કચ્છમાં થયેલા નુકસાનીનો ચોક્કસ આંકડો મેળવવામાં વ્યસ્ત છે, પરંતુ એક પ્રાથમિક અંદાજ કહે છે કે બધું મળીને કચ્છને પાંચેક હજાર કરોડથી વધુનું નુકસાન થયું છે. બાગાયતી ખેતીને સૌથી વધુ નુકસાન થયું છે. આંબા અને ખારેકના પાકને નુકસાન થયું જ છે, પરંતુ વૃક્ષોને થયેલા નુકસાનની ભરપાઈ કરવામાં તો વર્ષો નીકળી જશે. ખેતીના અન્ય પાકોમાં કપાસનું મોટા પાયે વાવેતર થયું હતું. તે તમામ ધોવાઈ ગયું છે. મીઠા ઉદ્યોગને ભારે નુકસાન થયું છે, તૈયાર મીઠું ધોવાયું છે, પાળા ધોવાયા છે અને સિઝન ટૂંકી થઈ છે. તેવી જ રીતે મોટી-મોટી મશીનરી ધરાવતા ઉદ્યોગોને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. કચ્છમાં જે વૃક્ષો વર્ષોથી પોતાની શીળી છાંયા લોકોને આપતાં હતાં તેવા સેંકડો વૃક્ષો ધરાશાયી થઈ ગયાં છે. પશુપાલન કચ્છનો મહત્ત્વનો વ્યવસાય છે. સેંકડો પશુઓ વાવાઝોડાના કારણે મોતના મુખમાં હોમાયા છે. આથી પશુપાલકોને પણ મોટી ખોટ ગઈ છે.

この記事は ABHIYAAN の July 08, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は ABHIYAAN の July 08, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

ABHIYAANのその他の記事すべて表示
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પ-ઝેલેન્સ્કીના ઉગ્ર સંવાદ પછી વૈશ્વિક પરિદૃશ્ય કઈ દિશામાં?

time-read
3 分  |
Abhiyaan Magazine 15/03/2025
સ્ત્રી-પુરુષ સમાનતા - મંઝિલ હજુ દૂર
ABHIYAAN

સ્ત્રી-પુરુષ સમાનતા - મંઝિલ હજુ દૂર

આપણા દેશમાં સ્રી અને પુરુષ વચ્ચેની વિષમતા હંમેશ જોવા મળે છે.

time-read
9 分  |
Abhiyaan Magazine 15/03/2025
સ્ત્રી સશક્તિકરણ સ્વપ્ન કે હકીકત?
ABHIYAAN

સ્ત્રી સશક્તિકરણ સ્વપ્ન કે હકીકત?

મહિલા દિન વિશેષ

time-read
4 分  |
Abhiyaan Magazine 15/03/2025
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

એમેલિયા પેરેઝ : જેન્ડરની જંજાળ, કળામાં કકળાટ

time-read
4 分  |
Abhiyaan Magazine 08/02/2025
આસ્થા અમીટ છે, તેને મિટાવી ન શકાય
ABHIYAAN

આસ્થા અમીટ છે, તેને મિટાવી ન શકાય

જે મારી બંસરી ધિક્કારતા એ માણવા લાગ્યા, સુદર્શન હાથમાં લીધા પછીનો ફર્ક તો જુઓ.

time-read
2 分  |
Abhiyaan Magazine 08/02/2025
સંદર્ભ
ABHIYAAN

સંદર્ભ

કેજરીવાલના કેગના રિપોર્ટમાં શરાબ કૌભાંડની કહાણી

time-read
3 分  |
Abhiyaan Magazine 08/02/2025
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

શીખવિરોધી હિંસામાં સજ્જન કુમારને બીજી વખત આજીવન કારાવાસ

time-read
2 分  |
Abhiyaan Magazine 08/02/2025
માલધારીઓએ ગાંડા બાવળથી મુક્ત કર્યું ગુગરિયાણા ગામ
ABHIYAAN

માલધારીઓએ ગાંડા બાવળથી મુક્ત કર્યું ગુગરિયાણા ગામ

ગાંડા બાવળના કારણે પૂરતું ઘાસ ઊગતું નથી

time-read
5 分  |
Abhiyaan Magazine 08/02/2025
રસોડાની રાણી'નો કાંટાળો ખિતાબ
ABHIYAAN

રસોડાની રાણી'નો કાંટાળો ખિતાબ

કેટલીક વાતો કહેવી પડે છે, શક્ય તેટલા ઊંચા અવાજે, વારંવાર કહેવી પડે છે. ન સંભળાય ત્યાં સુધી, ન સમજાય ત્યાં સુધી કહેવી પડે છે.

time-read
6 分  |
Abhiyaan Magazine 08/02/2025
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

શરાબ નીતિ અંગે કેગનો રિપોર્ટ કેજરીવાલની મુશ્કેલી વધારશે

time-read
2 分  |
Abhiyaan Magazine 08/02/2025