પ્રિયંકા જોષી
ફૅશન - આ શબ્દ સાંભળતાં જ આપણાં મનમાં સૌ પ્રથમ કેવા ખ્યાલો આવે છે? ફેશન એટલે ઝાકમઝાળ વચ્ચે થતાં રેમ્પ વોક, મોટા-મોટા સ્ટોરના શો-કેસમાં સજાવેલા મોંઘા-મોંઘા ડ્રેસીસ, અધતન મેકઅપજ્વેલરી અને લેટેસ્ટ સ્ટાઇલનાં જૂતાં, ખરું ને! વળી એ બધી ચીજો પર વિદેશી કંપનીના નામ લખેલા હોય તો વધારે વટ પડે! આ સઘળી બાબતોના મૂળમાં એક જ સમસ્યા છે કે આપણે ‘ ફેશન'ની વિભાવનાને સમયના પરિમાણ સાથે જોડી દીધી છે. મોટા ભાગે આપણે સૌ એવું માનતા થઈ ગયા છીએ કે ભારતમાં ગણતરીનાં વર્ષોમાં જ ફેશનનો પ્રવેશ થયો છે.
પરંતુ મારું માનવું છે કે ફેશનનો સંદર્ભ સમય સાથે નહીં, પણ જીવન સાથે છે. સર્જનહારે માનવમાં જીવન અંગેની અનેરી દ્રષ્ટિ મૂકી છે. તેના કારણે પરાપૂર્વથી તેનું વલણ સૌંદર્યદર્શી રહ્યું છે. ઇતિહાસ સાહેદી પૂરે છે કે માણસ કોઈ પણ યુગમાં કે કોઈ પણ સ્થિતિમાં જીવનને સુંદર બનાવવાનો પ્રયત્ન કરતો રહ્યો છે. ફેશન પ્રત્યેનું માનવનું સક્રિય વલણ તેની ઉત્પત્તિ સાથે જ જોડાયેલું છે. ગુફામાં રહેતો માણસ દીવાલોને ચિત્રોથી સજાવતો, એ શું હતું? શંખલાં છીપલાંને એકઠાં કરીને તેની માળા પહેરવી, એ શું હતું? એ તેમનું જરૂરિયાતના વર્તુળની બહાર મૂકેલું પગલું હતું. મનુષ્ય માત્રમાં જોવા મળતું આ તત્ત્વ જ તેને સીમિત દાયરામાંથી એક ડગલું આગળ રાખે છે. આ રીતે તે જીવનમાં સતત નાવીન્ય અને સુચરિતા બની રહે તે માટે પ્રયત્નશીલ રહે છે.
વિશ્વના સૌથી પ્રભાવક ફેશન ડિઝાઇનર્સ પૈકી વિવિયન વેસ્ટવૂડ કહે છે કે - ‘ ફેશનનું જીવનમાં ખૂબ અગત્યનું સ્થાન છે. જે કંઈ પણ જીવનને વધુ સારું બનાવે અને આપણને આનંદ આપે તે કરવું જ જોઈએ.' ફેશન અંતર્ગત આપણે મુખ્યત્વે વસ્ત્રો, આભૂષણો, શણગાર વગેરેની ગણના કરતાં હોઈએ છીએ, પરંતુ ફેશનનું ક્ષેત્ર એટલું મર્યાદિત નથી. ફેશન જીવનની એકાધિક બાબતોને સ્પર્શે છે. ફેશનમાં સતત નવીનતા તરફ્ની ગતિ અંતરને આનંદ આપે છે. ફેશન એટલે પાયાની જરૂરિયાતના વર્તુળની બહાર પગ મૂકવાનો રોમાંચ. જે જીવનને માળખાગત બનતું અટકાવે છે. ફેશન દ્વારા જીવનનો પ્રવાહ નિરંતર વહેતો રહે છે.
この記事は ABHIYAAN の August 26, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の August 26, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું
માયાવી જળકુંભીની માયાજાળ
મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ