કિલર્સ ઑફ ધી ફ્લાવર મૂન : કાળું સોનું, કાળાં પાપ
ABHIYAAN|December 30, 2023
અમેરિકાનાં કપટ કે કૂટનીતિને ‘કિલર્સ ઑફ ધ ફ્લાવર મૂન' જેવી સત્યકથા દ્વારા સમજવાનો ઉદ્યમ કરવા જેવો ખરો. અમેરિકન સરકારે નિયમો અને નિયંત્રણોની ગૂંચો રચીને મૂળ અમેરિકન જાતિ ઓસેજ સમુદાયનો હકનો પૈસો લૂંટવાની નીતિ અપનાવી. ઓસેજ હત્યાકાંડ ક્રૂડ ઓઇલ માટે અમેરિકનોએ કરેલાં કાળાં પાપની કથાનું શરૂઆતનું પ્રકરણ છે.
કિલર્સ ઑફ ધી ફ્લાવર મૂન : કાળું સોનું, કાળાં પાપ

ધરતીનું પેટ ફાડી નીકળતું, કાળું સોનું કહેવાતું ક્રૂડ ઓઇલ અર્વાચીન યુગમાં અવારનવાર સંઘર્ષો અને યુદ્ધોનું કારણ બન્યું છે. કુદરતી ખનીજ તેલ માટેની ગાંડી ભૂખ અને અમેરિકાને જાણે પહેલેથી જ ગાઢ સંબંધ હોય એવી પ્રતીતિ એક સત્યકથા કરાવે છે. ૧૮૭૦ આસપાસ યુરોપિયન વસાહતીઓ માટે જગ્યા કરવા, મધ્ય અમેરિકાના કેન્સસ પ્રાંતના ફળદ્રુપ મેદાનોમાંથી નેટિવ અમેરિકન કહેવાતી એક મૂળનિવાસી ઓસેજ જાતિને દબાણ કરીને દક્ષિણમાં આરક્ષિત પ્રદેશમાં ખસેડવામાં આવી, જ્યાંની ખડકાળ જમીન મૂલ્યવિહીન માની લેવાયેલી. કિન્તુ કુદરત કૃપાથી ૧૮૯૭માં ત્યાં ક્રૂડ ઓઇલ મળી આવતા આ જમીનના નવા માલિક ઓસેજ લોકો ધનવંત બન્યા. ૧૯૨૩માં ઓસેજ સમુદાયે મેળવેલી કુલ સંપત્તિની કિંમત અત્યારના પ્રમાણે આશરે ચાલીસ કરોડ ડૉલર થાય! ત્યારે માથાદીઠ આવકની દષ્ટિએ એ વિશ્વનો સૌથી ધનવાન સમુદાય ગણાતો. નેટિવ અમેરિકનોને ત્યાં શ્વેત અમેરિકનો નોકર-ચાકર હોય એવું દુર્લભ દશ્ય પણ ઓસેજ ઘરોમાં જોવા મળતું, જે ઘણા શ્વેતોને પચતું નહીં.

ચિક્કાર પૈસો લાલચી, કપટી શત્રુને જન્મ આપે છે. અમેરિકન સરકારે નિયમો અને નિયંત્રણોની જાતભાતની ગૂંચો રચીને ઓસેજ સમુદાયનો હકનો પૈસો લૂંટવાની નીતિ અપનાવી. વધારામાં, ૧૯૧૦-૩૦ના ત્રણ દાયકામાં ભેદી રીતે ઓસેજ જાતિના લોકોની હત્યાઓ થયા કરે છે. આ લાંબી ઘટનાનું કેન્દ્રબિંદુ બને છે મોલી કાયલ. તેના પરિવારની સ્ત્રીઓ, અન્ય ઓસેજ લોકો અને હત્યાઓનું પગેરું મેળવવા મથતા એક વકીલની પણ કતલ થાય છે. શંકાસ્પદ મોત અને હત્યાઓનો આંકડો ચોવીસે પહોંચતા ઓસેજ કાઉન્સિલ અમેરિકન સરકારને હસ્તક્ષેપ કરવાની માગણી કરે છે. કેસ સોંપાય છે બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનને, જેનો હેડ છે, ઓગણત્રીસ વર્ષનો જે. એડગર હુવર. મહત્ત્વાકાંક્ષી એડગર માટે આવા કેસ ઉકેલીને પોતાની ક્ષમતા સાબિત કરવી જરૂરી છે. તે બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનને વિશાળ અને તાકતવર સંસ્થા બનાવવા ઇચ્છે છે. કેસ ઉકેલાય છે અને ભવિષ્યમાં એ સંસ્થા અમેરિકાની તાકતવર લૉઇન- ફોર્સમૅન્ટ એજન્સી એફ.બી.આઈ. બને છે, જેની સ્થાપનાથી લઈને પાંચેક દાયકા સુધી એને મજબૂત કરવાનું શ્રેય એડગર હુવર મેળવે છે.

この記事は ABHIYAAN の December 30, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は ABHIYAAN の December 30, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

ABHIYAANのその他の記事すべて表示
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 分  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 分  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
ABHIYAAN

વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય

કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું

time-read
2 分  |
Abhiyaan Magazine 21/12/2024
માયાવી જળકુંભીની માયાજાળ
ABHIYAAN

માયાવી જળકુંભીની માયાજાળ

મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.

time-read
6 分  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી-૨
ABHIYAAN

કવર સ્ટોરી-૨

રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી

time-read
5 分  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ

time-read
5 分  |
Abhiyaan Magazine 21/12/2024
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા

time-read
4 分  |
Abhiyaan Magazine 21/12/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

કામધંધાનું નામ આપણું જોઈએ

time-read
2 分  |
Abhiyaan Magazine 21/12/2024