જ્યારે જ્યારે ભારતનાં જોવાલાયક ઉત્તમ પ્રવાસન સ્થળો પર નજર ફેરવવાનું મન થાય છે ત્યારે ભારતનાં પ્રાચીન મંદિરો, તેની આસપાસ રહેલી કોઈ પવિત્ર નદી અને નદીકાંઠે વિકસેલી સંસ્કૃતિ, સભ્યતા, વંશ અને વારસા પર કૅમેરાનો લેન્સ સ્થિર થઈ જાય છે, પરંતુ ભારતનું પ્રવાસન એટલે માત્ર પ્રાચીન તીર્થસ્થાનો કે મંદિરો જ નહીં, પરંતુ ભારતમાં તો કાંગરા, નુબ્રા અને સાયલન્ટ વેલી જેવી બીજી બાર-તેર વેલીઝ પણ છે, જે તેની દર્શનીય સુંદરતા, લખલૂટ પ્રાકૃતિક વૈભવ, વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિથી સમૃદ્ધ છે.
આવી સમૃદ્ધિમાં વળી આ આવેલા વર્લ્ડ ફેમસ નેશનલ પાર્ક સોનામાં સુગંધ ભળ્યા જેવો ઉમેરો કરે છે અને આપણને થાય છે કે જીવતેજીવ એકવાર તો અહીં જવું જ પડશે.
જીવતેજીવ એક આંટો તો મારવો જ પડે તેવી મસ્ટ વિઝિટની યાદીની હકદાર ભારતની કેટલીક અનન્ય ખીણો અને બાયોડાઇવર્સિટીના બાદશાહ જેવા કેટલાક નેશનલ પાર્કમાં કેરલની સાયલન્ટ વેલી અને તે જ નામનો સાયલન્ટ વેલીનેશનલ પાર્કને પૂર્ણ આયોજનથી એક્સ્પ્લોર કરવા જેવો નેશનલ પાર્ક છે, કારણ કે આ તો આપણા ભારતનું જાણે એમેઝોનનું ઘટાટોપ જંગલ છે, જે જૈવિ વિવિધતાનો જીવંત ખજાનો લઈને સદીઓથી અસંખ્ય જીવસૃષ્ટિને પોતાના લીલાછમ ખોળામાં જીવની જેમ સાચવી રહ્યું છે અને તેની અનટેઇન્ડવાઇલ્ડરનેસની વાર્તાઓ પણ કહી રહ્યું છે.
ભારતની સાંસ્કૃતિક પરંપરાઓ સાચવીને બેઠેલા કેરલમાં સ્થિત આ સાયલન્ટ વેલી વેસ્ટર્ન ઘાટની નીલગિરિની ટેકરીઓમાં આવેલી છે. લંબચોરસ આકારની આ વેલી ઉત્તરથી દક્ષિણે બાર કિલોમીટરના લાંબા પટ્ટે અને પૂર્વથી પશ્ચિમે સાત કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલી એવી વેલી છે, જે ખરા અર્થમાં સાયલન્ટ છે અને ખાસ્સી અનડિસ્ટર્બ પણ છે.
‘ગોડ્ઝ ઓન કન્ટ્રી’ની ટૅગલાઇનથી જાણીતા કેરલ રાજ્યના પલક્કડ જિલ્લામાં સ્થિત આ વેલી અને આ નેશનલ પાર્ક ૨૩૭.૫ સ્ક્વેર કિલોમીટરમાં પથરાયેલો વિશ્વના મૂલ્યવાન બાયો હોટ સ્પોર્ટ્સમાંનો એક છે, જે ૮૯.૫૪ સ્ક્વેર કિલોમીટરનો કોર એરિયા ધરાવે છે.
この記事は ABHIYAAN の March 02, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の March 02, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?
નીતિશ કુમારનું નેતૃત્વ બિહાર ભાજપની મજબૂરી
બિહારમાં જાતિવાદી સમીકરણો ચૂંટણીમાં મહત્ત્વનો ભાગ ભજવે છે અને ત્યાંના પછાતવર્ગો ઉપર નીતિશ કુમારના પ્રભાવને નકારી શકાય તેમ નથી
પૈસો સારો કે ખરાબ?
નિર્ધન લોગોં કી બસ્તી મેં, ઘર-ઘર કલ યે ચર્ચા થા વો સબસે ધનવાન થા, જિસ કી જેબ મેં ખોટા સિક્કા થા.
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ