જ્યોર્જ બર્નાર્ડ શો રાજકારણી નહોતા તેમ છતાં ખુદની પ્રશંસા કરવામાં એ ફુલટાઇમ સ્વાવલંબી હતા. એક દિવસ કોઈએ એમને કહ્યું કે દુનિયાનાં શ્રેષ્ઠતમ ૧૦૦ પુસ્તકોનાં નામ કહી બતાવો, ત્યારે બર્નાર્ડ શોએ એકદમ સહજ ભાવે કહ્યું કે, મેં તો આજ સુધીમાં માત્ર ૧૭ પુસ્તકો જ પ્રગટ કર્યાં છે. આ સાંભળીને પેલાને આશ્ચર્ય થયું એટલે પૂછ્યું: આ તો તમારી ખુદની પ્રશંસા કહેવાય! તમે તમારી જ પ્રશંસા કરો એ ઠીક ન કહેવાય. બર્નાર્ડ શોએ પછી ગંભીર થઈને કહ્યુંઃ તમારી વાત સાચી છે કે એ ખરેખર ‘ઠીક’ ન કહેવાય, કેમ કે એ શ્રેષ્ઠ કહેવાય! અરે ભાઈ, તમે મને એટલો અશક્ત અને પાંગળો માનો છો કે મારી પ્રશંસા માટે હું બીજા પર આધાર રાખું અને બીજાનો મોહતાજ બનું? હજી હું એટલો તો સશક્ત છું જ કે ખુદની પ્રશંસા હું ખુદ કરી શકું!
આનો અર્થ એ થયો મિત્રો, માણસ કોઈ પણ હોય, પોતાનાં વખાણ કરવા પૂરતો તો એ પૂરેપૂરો આત્મનિર્ભર બની ગયો છે.
મુલ્લા નસરૂદ્દીનના ગામમાં જનગણનાવસતી ગણતરી થઈ રહી હતી. અધિકારીએ પૂછ્યું: તમારા પરિવારના સભ્યોની માહિતી આપો. નસરૂદીને કહ્યું: મારા પિતા જેલમાં છે. શું અપરાધ કર્યો હતો એ ન પૂછશો. મારી પત્ની કોઈની સાથે ભાગી ગઈ છે, કોની સાથે એ ન પૂછશો. મારી મોટી દીકરી પાગલખાનામાં છે. એ ન પૂછશો કે એને કઈ બીમારી છે. હા, એને કઈ બીમારી નથી એ પૂછી શકો છો. મારો નાનો દીકરો બનારસ યુનિ.માં છે. એ અધ્યયન કરતો નથી, પણ એનું અધ્યયન યુનિ.ના મનોવિજ્ઞાનીઓ કરી રહ્યા છે કે આ છોકરો રાજકારણમાં જવાની જીદ કેમ કરે છે?!
કોઈ આપણાં વખાણ કરે એ માટે આપણે ધીરજ રાખવી પડે. આવી ધીરજ નહીં રાખી શકનારા કેટલાક અધીરા લોકો અન્યનાં થઈ ગયેલાં વખાણને પોતાના ઍકાઉન્ટમાં જમા કરી દેતા હોય છે. આવો જ એક પ્રસંગ છે અમેરિકન હાસ્યલેખક માર્ક ટ્વેઇન અને ચાઉન્સી ડુપ્યૂનો!
એક દિવસ કોઈ ઇવેન્ટમાં આ બંનેને વક્તવ્ય આપવા માટે એકસાથે નિમંત્રણ આપવામાં આવેલું. એ સમારંભમાં પ્રથમ વક્તા હતા માર્ક ટ્વેઇન. તેમના વક્તવ્ય માટે તેમને પચીસ મિનિટ ફાળવવામાં આવી હતી. પચીસ મિનિટ સુધી તેમણે ખૂબ જ રોચક કિસ્સાઓ અને બૌદ્ધિક રમૂજો રજૂ કરી શ્રોતાઓને રસતરબોળ કરી દીધા.
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 13/04/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 13/04/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
એનાલિસિસ.
અમેરિકાના નવા પ્રમુખ માટેની ચૂંટણી પર વિશ્વની નજર
રાજકાજ
વિદેશની ધરતી પર રાહુલ ગાંધીનાં બેજવાબદાર વિધાનો
હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં
રસપ્રદ વાત એ છે કે બંને પક્ષોના જોડાણના આગ્રહી રાહુલ ગાંધી અત્યારે વિદેશ પ્રવાસે છે. એ સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ હરિયાણામાં ધરાર એકલે હાથે ચૂંટણી લડવી પડશે
આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?
'The Noise of Time’માં લેખક જુલિયન બર્ન્સ લખે કે, ‘સમયના ઘોઘાટનો સામનો શેનાથી કરી શકાય? માત્ર આપણા આંતરિક સંગીત વડે.’ પણ આપણા આંતરિક સંગીતને સ્વરબદ્ધ કરવાની શરૂઆત આપણા શ્વાસના અવાજને સાંભળવાથી થાય?
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.
આ મેઘરાજાની મહેર કે કહેર?
સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.