![એડવાન્ટેજ સિટીઝન્સ, શું પરિણામ આવશે? એડવાન્ટેજ સિટીઝન્સ, શું પરિણામ આવશે?](https://cdn.magzter.com/1344508914/1714644962/articles/jXLuITn9Z1714994774640/1715165463085.jpg)
ચૂંટણી આવી ગઈ. ઘણી જગ્યાએ પૂર્ણ થઈ ગઈ. સુરતમાં ચૂંટણી ના થઈ. હવે બાકીની ચૂંટણી માટે બહુમતી લોકોએ કોને મત આપવો કે કોને ના આપવો એ નક્કી કરી લીધું હશે. નોટા દબાવવા અને ગેરહાજર રહેવાનો નિર્ણય પણ ઘણાએ કર્યો હશે. સવાલ એ છે કે પરંપરાગત ભાજપ તરફી અને ભાજપ વિરોધી મતદાર સિવાયના નાગરિકો માટે આ ચૂંટણી માં મેળવવા જેવું શું રહ્યું? આવા પ્રશ્નના જવાબ વિચારવા કોઈ નવરું નથી, કેમ કે એ બે જૂથ સિવાયનાં લોકો પરચૂરણ ગણાય કે દૂધપાક ગણાય. એમને અવેજીમાં રમાડવા ક્યારેક કોઈ પક્ષ તૈયાર થાય તો થાય. ના, એ જાતે રમી શકે એવું નથી. બંને ધ્રુવ પોતપોતાની સ્ટ્રેટેજી કેવી રીતે ચૂંટણી જીતવી અને કેવી રીતે પોતાની પાર્ટી વત્તા ભવિષ્યની રાજનીતિ સાચવવી એ નક્કી કરી બેઠા છે, જેમાં સો ટકા મતદાન નહીં જ થાય તેની ખાતરી છે અને અમુક લોકો વોટ આપશે અને તમુક નહીં આપે એ અંકશાસ્ત્ર એમણે ગણી કાઢ્યું છે. લોકોમાં એવી કોઈ આવડત નથી કે એ બેઉ બાજુના રાજકારણીઓ નાં પાસાં ઊંધા પાડી શકે. માલધારીને ભાન હોય છે કે તેનું પાલતુ પ્રાણી ક્યાં ક્યાં જઈ શકે છે, એટલે તેની આવડત અને સક્રિયતાને ખોટી પાડી પાલતુ પ્રાણી પોતે જ્યાં જવું હોય અને જે કરવું હોય તે દિશામાં પોતાના માલિકને દોરી શકતું નથી.
ગઈ ચૂંટણીમાં મત આપી અને આ ચૂંટણી સુધી જીવવા ના પામ્યાં હોય એવાં ઘણાં ભારતીય હતાં. આ ચૂંટણીમાં પ્રથમ વાર મત આપનારાં ઘણાં છે. તમામ ખેલ અન્ડરસ્ટેન્ડિંગ વગર સમજની નીચેથી જોનારા અપુખ્તજન શું શું શીખશે? આવા સ્ટડી કરવામાં આપણને રસ નથી. આવા અભ્યાસ કે સંશોધન વિદેશી પરિબળો કરે અને તેમાં આપણને સોય કે સોયા ઘોંચે ત્યારે આપણને તકલીફ થાય છે. આપણને ખાલી મત આપવામાં રસ. એથી વિશેષ આપણને પરિણામમાં રસ. કેમ કે આપણે પોતે ચૂંટણી લડતા નથી. આપણે શું? આપણે શું નથી? લોકો ફટાફટ કે સીધા નેક્સ્ટ સ્ટેપ પર કૂદી જાય છે. લોકશાહીમાં લોકો ચૂંટણી નથી લડતા અને લોકો નથી જીતતા. ક્રાંતિ કે ઊથલપાથલ પ્રકારના આંદોલન દરમિયાન કે પછીની ચૂંટણીમાં પણ લોકોને એવું લાગતું હોય છે કે અમે લડ્યા અને જીત્યા. બાકી લોકોનો ઝોન છે ગ્રાહકનો કે દર્શકનો. એવું નથી? તો પ્રેક્ટિકલી સાબિત કરો કે લોકો લડે છે.
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 11/05/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 11/05/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
![વિઝા વિમર્શ. વિઝા વિમર્શ.](https://reseuro.magzter.com/100x125/articles/1198/1980303/Q0aJtypGb1738822995806/1738823586663.jpg)
વિઝા વિમર્શ.
અમેરિકાની કઈ યુનિવર્સિટીમાં ભણવા જશો?
![મનોરંજન મનોરંજન](https://reseuro.magzter.com/100x125/articles/1198/1980303/IxiumaLu51738758255248/1738758977045.jpg)
મનોરંજન
ઇમર્જન્સી : લક્ષ્યવેધ વિનાની ફિલ્મ
![સેવા સંસ્થાઓનું પ્રભાવી સમ્મિલિત રૂપ સેવા સંસ્થાઓનું પ્રભાવી સમ્મિલિત રૂપ](https://reseuro.magzter.com/100x125/articles/1198/1980303/w865lOykX1738760512987/1738761755122.jpg)
સેવા સંસ્થાઓનું પ્રભાવી સમ્મિલિત રૂપ
ઈસાઈ મિશનરીઓનાં સેવા કાર્યોથી આપણે અભિભૂત થતા રહ્યા છીએ અને એ સાથે આપણા મનમાં એક પ્રશ્ન થતો રહ્યો છે કે આપણી ધાર્મિક-આધ્યાત્મિક સંસ્થાઓ, મઠ-મંદિરોનાં અઢળક ભંડોળ છતાં તેઓ કેમ સેવા કાર્યો કરતાં નથી? આ પ્રશ્નના ઉત્તર રૂપે અમદાવાદમાં યોજાઈ ગયેલ હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળામાં પ્રસ્તુત થયેલ તથ્યો આપણો પ્રશ્ન નિરર્થક બનાવી દે એટલાં વ્યાપક સેવા કાર્યો ચાલી રહ્યાં છે.
![વામા-વિશ્વ બ્યુટી વામા-વિશ્વ બ્યુટી](https://reseuro.magzter.com/100x125/articles/1198/1980303/WANk2m3RD1738757893040/1738758231868.jpg)
વામા-વિશ્વ બ્યુટી
હોમમેડ હેર સીરમ આપશે વાળને પોષણ
![નીરખને ગગનમાં.... નીરખને ગગનમાં....](https://reseuro.magzter.com/100x125/articles/1198/1980303/dYeBgqnwO1738753605267/1738755841633.jpg)
નીરખને ગગનમાં....
કલાનું ધામ, કલાકારોનું ગામ :રઘુરાજપુર
![લગ્નગીતોમાં કચ્છની વિશિષ્ટતા વણી લેવાઈ છે લગ્નગીતોમાં કચ્છની વિશિષ્ટતા વણી લેવાઈ છે](https://reseuro.magzter.com/100x125/articles/1198/1980303/meOpYLpS21738756507565/1738757862483.jpg)
લગ્નગીતોમાં કચ્છની વિશિષ્ટતા વણી લેવાઈ છે
કચ્છમાં મુસ્લિમ અને દલિત જ્ઞાતિઓમાં કચ્છી ભાષામાં લગ્નગીતો ગવાય છે, જ્યારે અન્ય જ્ઞાતિઓમાં ગુજરાતી અને કચ્છી બંને ભાષામાં લગ્નગીતો ગાવાનો મહિમા છે.
![પ્રવાસન પ્રવાસન](https://reseuro.magzter.com/100x125/articles/1198/1980303/s6NlyBgCm1738755855406/1738756443193.jpg)
પ્રવાસન
ગોમતીના કિનારે, જૌનપુર
![ચર્નિંગ ઘાટ ચર્નિંગ ઘાટ](https://reseuro.magzter.com/100x125/articles/1198/1980303/e3rJLEs2J1738747645710/1738748711223.jpg)
ચર્નિંગ ઘાટ
ગટ ફીલિંગ : પેટને અને દિમાગને સંબંધ છે
![વસંતપંચમી : વર દે વીણાવાદિની વર દે વસંતપંચમી : વર દે વીણાવાદિની વર દે](https://reseuro.magzter.com/100x125/articles/1198/1980303/wHItkHQY11738746440320/1738746855047.jpg)
વસંતપંચમી : વર દે વીણાવાદિની વર દે
નવ ગતિ નવ લય તાલ છંદ નવ, નવલ કંઠ નવ, જલદ મંદ્ર રવ નવ નભ કે નવ વિહંગ વૃંદ કો, નવ પર નવ સ્વર દે! વર દે, વીણાવાદિની વર દે.
![સારાન્વેષ સારાન્વેષ](https://reseuro.magzter.com/100x125/articles/1198/1980303/pIlxfwu1Q1738748723216/1738749388007.jpg)
સારાન્વેષ
ડ્રેક્યુલા, રક્તપિપાસા અને યૌવનની લાલસા