કચ્છના કુકમાના અટલનગરમાં રહેતી મહિલા નકામી પ્લાસ્ટિકની થેલીઓનું રિસાઇક્લિંગ કરીને ૫૦થી વધુ મહિલાઓને રોજગારી આપે છે, તો અમુક ખાનગી ઉદ્યોગો અને તેમની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ કચ્છનાં પાંચ ગામોનો પ્લાસ્ટિક કચરો એકત્ર કરાય છે અને અનેક લોકોને રોજગારી પણ અપાય છે.
ગ્લોબલ વૉર્મિંગનાં પરિણામો આજે વિશ્વ આખું જોઈ રહ્યું છે. વિશ્વનું પર્યાવરણ જોખમાવવા માટે જવાબદાર પરિબળો પૈકીનું એક મહત્ત્વનું પરિબળ છે, પ્લાસ્ટિક. કિંમતમાં સસ્તું અને ટકાઉ હોવાના કારણે સામાન્ય માણસની રોજબરોજની જિંદગીમાં તે અતૂટ રીતે વણાઈ ગયું છે, પરંતુ પ્લાસ્ટિક બાયોડિગ્રેડેબલ ન હોવાના કારણે તે જલ્દી સડતું નથી. આ ઉપરાંત તેના નાશની પ્રક્રિયા દરમિયાન ઝેરી રસાયણો પર્યાવરણમાં ઠલવાય છે. કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન જેવા ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન પણ થાય છે. આથી જ પહેલી નજરે ઉપયોગી લાગતું પ્લાસ્ટિક ખરેખર તો ભારે હાનિકારક છે. પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવો જોઈએ. જો પ્લાસ્ટિકને રિસાઇકલ કરીને અથવા તેને બીજા સ્વરૂપે ફરી ઉપયોગમાં લેવાય તો પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા સમાન ગણી શકાય. વિશ્વઆખામાં આ માટે અનેક પ્રયોગો થઈ રહ્યા છે. કચ્છમાં એક નાનકડા ગામમાં રહેતી મહિલા પ્લાસ્ટિકના નકામા ઝબલામાંથી વિવિધ ઉપયોગી વસ્તુઓ બનાવીને પ્રદૂષણ ઘટાડવામાં પોતાના તરફથી યોગદાન આપે છે, તો ખાનગી ઉદ્યોગના સહયોગથી એક સંસ્થા પ્લાસ્ટિકને રિસાઇકલ કરીને તેમાંથી અલગ-અલગ વસ્તુઓ બનાવવા પ્રયત્ન કરી રહી છે. તેવી જ રીતે અન્ય એક ફાઉન્ડેશન દ્વારા પણ આ પ્રકારનું જ કાર્ય હાથ ધરીને મહિલાઓને રોજગારી આપવામાં આવે છે. આ પ્રયોગો થકી અનેક લોકોને રોજી પણ મળી રહી છે. પ્રમાણમાં નાના પરંતુ અનુકરણીય પ્રયોગો સામાન્ય લોકોને પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા પ્રેરિત કરે છે.
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 22/06/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 22/06/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
જગતની ગત ન્યારી
પિરામિડના અડીખમ ઊભા રહેવા પાછળનું કારણ શું છે?
વિઝા વિમર્શ,
કચરાનો ડબ્બો
બિજ-થિંગ
રંગ-રેખાને વાચા આપતાં એટ્રેક્ટ આર્ટિસ્ટ - સિદ્ધાર્થ પટેલ
ફેમિલી ઝોન ફેશન
ફેશનની સાથે ફેબ્રિકનું પણ રાખો ધ્યાન
અંધશ્રદ્ધા સામે વર્ષોથી ચાલતી નાનકડી લડાઈ
અંજારનાં શિક્ષિકા ૩૫ વર્ષથી કાળીચૌદસે કિશોરવયના વિદ્યાર્થીઓ સાથે ‘મેલી' મનાતી જગ્યાઓ, સ્મશાનોમાં જઈને અંધશ્રદ્ધા દૂર કરવાનો પ્રયોગ કરે છે.
કચ્છનાં રખાલો રખડતાં પશુઓનું ઘર બની શકે
કચ્છમાં રખડતાં પશુઓની સમસ્યાએ માઝા મુકી છે. આખલા, વસૂકી ગયેલી ગાયો કે દૂધ દોહીને નધણિયાતી છોડી દેવાતી ગાયોના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે, માનવમૃત્યુ પણ થાય છે. રખડતાં પશુઓના માલિકો સામે કડક પગલાં લઈ શકાતાં નથી, ત્યારે આવાં પશુઓને સુરક્ષિત આશ્રયસ્થાન આપવાથી ગામડાં અને શહેરોની સમસ્યાનું મહદ્અંશે નિરાકરણ આવી શકે તેમ છે. કચ્છ રાજના સમયમાં જંગલનો અમુક વિસ્તાર પશુઓના ચરિયાણ માટે અનામત રખાયો હતો. રખાલો તરીકે ઓળખાતા આ વિસ્તારો આજે વન વિભાગ હસ્તક છે. રખાલોમાં રખડતાં પશુઓને આશ્રય આપવાની માંગ ઊઠી રહી છે.
વિશ્વખ્યાત ગ્રિફિફ્થ ઑબ્ઝર્વેટરી ખગોળશાસ્ત્રની માહિતી જ્યાં ઠસોઠસ ભરેલી છે
બ્રહ્માંડના અનેક તારાઓ દેખાડવાનું કામ આ ઑબ્ઝર્વેટરી ૯૦ વર્ષથી કરે છે. ગ્રિફિથ પ્લેનેટોરિયમમાં ઍસ્ટ્રોનોમી શૉ એન્કર વાર્તા સ્વરૂપે રજૂ કરે છે.
મુકામ મુંબઈ
મહારાષ્ટ્રના મતદારોનો ઝુકાવ કઈ તરફ?
ઇન્ટરનેટનું અક્ષયપાત્ર અને ખાઉધરી આંખો
ખોરાકની સ્પષ્ટ માત્રા હોય તો માણસને ભાન રહે કે એણે કેટલું ભોજન આરોગ્યું છે, પરંતુ જો માત્રા દેખાય જ નહીં તો વધુ ખોરાક આરોગવા છતાં મન એમ જ માનશે કે માપમાં જ ખાધું છે
કવર સ્ટોરી
અમેરિકાના પ્રમુખની સાથે સતત રહેતા ‘ફૂટબોલ’નું રહસ્ય શું છે?