દુનિયાની શ્રેષ્ઠ એકસો યુનિવર્સિટીઓમાં ભારતની એક પણનો સમાવેશ થતો નથી. આઇઆઇટી અને આઇઆઇએમને બાદ કરતાં આંતરરાષ્ટ્રીય કક્ષાની અન્ય કોઈ શિક્ષણ સંસ્થાઓ ભારતમાં નથી. આઇઆઇટી અને આઇઆઇએમમાં પ્રવેશ મેળવવાનું ખૂબ મુશ્કેલ છે. ભારતના મોટા ભાગના વિદ્યાર્થીઓ હાયર સેકન્ડરી કે ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ વિદેશોની યુનિવર્સિટીઓની રાહ પકડે છે. ભારતના વિદેશ મંત્રાલય દ્વારા ૨૦૨૪માં જાહેર કરાયેલા આંકડાઓ મુજબ વિદેશોની યુનિવર્સિટીઓમાં ભારતના પંદર લાખ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. ૨૦૨૩માં જે પ્રમાણ હતું તેમાં વીસ ટકાનો વધારો થયો છે. તે બતાવે છે કે વિદેશોમાં ભણવા જવા માગતા વિદ્યાર્થીઓની સંખ્યામાં દર વરસે ઝડપભેર વધારો થઈ રહ્યો છે. આ બાબતમાં હમણાં સુધી ભારત કરતાં ચીન આગળ હતું, પરંતુ હવે આપણે ચીનને પાછળ રાખી દીધું છે અને જો કોઈ દેશમાંથી સૌથી વધુ વિદ્યાર્થીઓ વિદેશોમાં ભણવા જતા હોય તો તે ભારત છે. તેની સામે વિદેશોમાંથી ભારત ભણવા આવતાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી ઓછી છે. બ્યુરો ઓફ ઇમિગ્રેશનના આંકડાઓ મુજબ ૨૦૨૩માં ભારતમાં ચાલીસ હજાર ચારસો એકત્રીસ (૪૦,૪૩૧) વિદ્યાર્થીઓ ભણવા આવ્યા હતા અને તેની સામે ઑક્ટોબર, ૨૦૨૩ સુધીમાં સાત લાખ પાંસઠ હજાર (૭,૬૫,૦૦૦)ભારતીય વિદ્યાર્થીઓ વિદેશ ભણવા ગયા હતા.
વિદેશોમાં ભણવા જવાના ઘણા ફાયદાઓ છે. ત્યાં ભણતાં ભણતાં પાર્ટટાઇમ કામ કે નોકરી કરી શકાય છે, જેથી અભ્યાસનો ખર્ચ નીકળે છે. ત્યાંની શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓમાં શિક્ષણનું સ્તર ઘણું ઊંચું હોય છે. કેટલીક તો વર્લ્ડ કલાસ હોય છે. પશ્ચિમના દેશો ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલૅન્ડ વગેરેમાં સ્થાયી થવાની તક મળે છે. અમેરિકામાં પ્રમુખપદના રિપબ્લિકન પક્ષના સંભવિત ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે હમણાં જાહેરમાં ફરિયાદ કરી હતી કે, અમેરિકામાં ભણવા આવતાં વિદેશી વિદ્યાર્થીઓ ભણીગણીને પોતાના દેશમાં જતાં રહે છે અને સ્વદેશ જઈને ધંધા-રોજગાર સ્થાપી ખૂબ સુખી બને છે. એમને લાગે છે કે આ રીતે એ વિદ્યાર્થીઓ અમેરિકાની વ્યવસ્થાનો ફાયદો ઉઠાવે છે. ટ્રમ્પની ઇચ્છા છે કે અમેરિકામાં ભણવા આવતાં વિદ્યાર્થીઓ અમેરિકામાં જ સ્થાયી થાય. ચૂંટણી પ્રવચનોમાં ટ્રમ્પ કહી રહ્યા છે કે, પોતે હવે પછી પ્રમુખ બનશે તો અમેરિકામાં ભણવા આવતાં વિદ્યાર્થીઓને વિદ્યાર્થીકાળ દરમિયાન જ ગ્રીન કાર્ડ મળી જાય એવી જોગવાઈ એ કરશે.
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 06/07/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 06/07/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ