મેઘરાજા મહેરબાન થયા છે અને ભારતમાં અત્ર-તંત્ર સર્વત્ર અનરાધાર વરસાદ સૌને ભીંજવી રહ્યો છે, ત્યારે ક્યાંક એવા ગંતવ્ય તરફ ગતિ કરવાનું મન થાય છે, જ્યાં પહાડો હોય, જળધોધ હોય, તળાવો હોય, લશગ્રીન ખેતરો હોય, નજર નાખો ત્યાં સુધી ટેકરીઓ જ ટેકરીઓની હારમાળા હોય અને હોય વાદળ, ધુમ્મસ, વરસાદ અને સ્ટ્રોન્ગ કૉફી કે આદુવાળી કડક ચા વિથ પકોડા ઔર વેજિટેબલ મેગી, વો ભી ગરમા-ગરમ ધુમાડા કાઢતી.
આ બધું અને આનાથી પણ વિશેષ પણ મળે, જો આપણે ભારતના પ્રથમ પ્લાન્દ્ સિટી લવાસા જઈએ તો. પુનાથી માત્ર ૬૫ કિલોમીટર દૂર આવેલું આ લવાસા પશ્ચિમઘાટની પશ્ચાદભૂમાં પાંગરેલું ભારતનું પ્રથમ હિલ સ્ટેશન છે, જે ભારતના પ્રથમ પ્રાઇવેટલી ક્રિએટેડ સ્માર્ટ સિટી તરીકે જાણીતું છે.
ઇટાલિયન ટાઉન પોર્ટોફીનો પ્રમાણે ડિઝાઇન થયેલું લવાસા એવું પ્લા હિલ સિટી છે, જેનાં મકાનો અને શેરીઓનાં નામો પણ પોર્ટોફીનોની નકલ છે અને ખરેખર ઇટાલીના આ હિલસાઇડ ટાઉનની ફીલ આપે છે.
પશ્ચિમ ઘાટની મુલશી વેલીમાં આવેલું લવાસા એક સમયગાળામાં ઘોસ્ટ ટાઉન હતું, જ્યાં રેડી ટુ મૂવ ઍપાર્ટમેન્ટ્સ તો હતાં, પરંતુ તેમાં રહેવાવાળા નહોતા અને આ ઍપાર્ટમૅન્ડ્સને લીલ તો ચડી જ ગઈ હતી, પરંતુ કેટલાંક ઍપાર્ટમૅન્ટ્સનું બાંધકામ પણ અધૂરું હતું કે તેના માલિકો તેને છોડીતરછોડીને જતાં રહ્યા હતા.
પર્યાવરણ, પ્રોપર્ટી, પરચેઝિંગ અને પાણી જેવા અનેક વિવાદોને ચાતરીને આજના લવાસા સુધી પહોંચવાવાળા વર્ષાપ્રેમી પ્રવાસીઓ કે મુંબઈ-પુનાના વિકેન્ડર્સ તો શનિ-રવિમાં પોતાની ગાડી વેસ્ટર્ન ઘાટના આ મોન્સુનલ ડેસ્ટિનેશન તરફ હંકારીને બે-ત્રણ દિવસ આ ઇટાલિયન ટાઉનમાં વીતાવે છે.
લૅક સાઇડ વ્યૂના પેસ્ટલ કલર્ડ બિલ્ડિંગ અને વેસ્ટર્ન ઘાટના મોન્સૂન મૂડ સુધી પહોંચવા સૌ પ્રથમ પુના પહોંચી પુનાથી હિંજેવાડી, પિરંગુટ થઈ લવાસા પહોંચતા વેસ્ટર્ન ઘાટના આ રૂટ પર આવતી લીલીછમ ટેકરીઓ, વરસાદ અને હાઈવે પરના રેસ્ટોરન્ટની ચા-કૉફી અને ભાવતું ભોજન જ રોડ ટ્રિપના રખડુ જલસાથી ઍક્શનપેક હોય છે.
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 20/07/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 20/07/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
વિશ્વખ્યાત ગ્રિફિફ્થ ઑબ્ઝર્વેટરી ખગોળશાસ્ત્રની માહિતી જ્યાં ઠસોઠસ ભરેલી છે
બ્રહ્માંડના અનેક તારાઓ દેખાડવાનું કામ આ ઑબ્ઝર્વેટરી ૯૦ વર્ષથી કરે છે. ગ્રિફિથ પ્લેનેટોરિયમમાં ઍસ્ટ્રોનોમી શૉ એન્કર વાર્તા સ્વરૂપે રજૂ કરે છે.
મુકામ મુંબઈ
મહારાષ્ટ્રના મતદારોનો ઝુકાવ કઈ તરફ?
ઇન્ટરનેટનું અક્ષયપાત્ર અને ખાઉધરી આંખો
ખોરાકની સ્પષ્ટ માત્રા હોય તો માણસને ભાન રહે કે એણે કેટલું ભોજન આરોગ્યું છે, પરંતુ જો માત્રા દેખાય જ નહીં તો વધુ ખોરાક આરોગવા છતાં મન એમ જ માનશે કે માપમાં જ ખાધું છે
કવર સ્ટોરી
અમેરિકાના પ્રમુખની સાથે સતત રહેતા ‘ફૂટબોલ’નું રહસ્ય શું છે?
કવર સ્ટોરી
એલન મસ્ક ટ્રમ્પની છાવણીમાં કઈ રીતે આવ્યા?
કવર સ્ટોરી
ટ્રમ્પને મુસ્લિમોનું સમર્થનઃ ટ્રમ્પનાં આઠ ‘ટ્રેપકાર્ડ'નો ચમત્કાર
કાશ્મીરના ત્રાસવાદીઓ પાસે એમ૪ રાઇફલ કેવી રીતે પહોંચી?
પાકિસ્તાનના કબજાગ્રસ્ત કાશ્મીરમાં પણ એક મોટી મીટિંગ પણ થઈ હતી. તેમાં પાકિસ્તાની એજન્સી આઇએસઆઇ અને આતંકવાદી જૂથના કમાન્ડર હાજર રહ્યા હતા
રાજકાજ
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની સત્તા સંભાળવાની તૈયારીમાં વ્યસ્ત
ઈશ્વર આપણી સાથે હોય ત્યારે એ આપણી બુદ્ધિમાં વૃદ્ધિ કરે...
હાલ વિશ્વના ભાવિને લઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો મુદ્દો ચર્ચામાં હોય ત્યારે આપણી પુકારનો પડઘો પાડતી સુપ્રીમ ઇન્ટેલિજન્સને સમજવી હોય તો..?
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી