થોડા દિવસ પહેલાં જ બાબુ બૉસના જીવનમાં એક ઘટના બની. આ ઘટનાને પરસેવાજનક ઘટના પણ કહી શકાય. વાત જાણે એમ હતી કે ગયા અઠવાડિયે જ બાબુપત્ની બબિતાએ બાબુને સિઝનલ પ્રશ્ન પૂછ્યો, ‘તમે AC નું ફુલ કૂલિંગ કરીને બેઠા છો તોય પરસેવો કેમ વળે છે? આ જુઓ, તમારા ચહેરા પર પરસેવાના બુંદ બાઝયા છે...’
‘ACનું કૂલિંગ ગમે તેટલું હાઈ રાખ્યું હોય તો પણ પરસેવો તો મને વળવાનો જ,' બાબુએ એકદમ મિ. ફૂલ બનીને કહ્યું, ‘આપણી સામે કે બાજુમાં આકરો તડકો હોય કે આકરા સ્વભાવવાળી વ્યક્તિ હોય તો એની આગળ ફાઇવ સ્ટારવાળું AC પણ પરસેવો પાડતું થઈ જાય
‘કેમ આમ દાઢમાં બોલો છો?' બિબિતાએ સહેજ ગરમ અવાજે કહ્યું, ‘હું તો તમારી તબિયતની ચિંતા કરીને પૂછું છું... પ્રેશરમાં વધ-ઘટ થતી હોય તો પણ આટલા કૂલિંગમાં પરસેવો વળે. કેટલીવાર કહ્યું છે કે, BP ચૅક કરાવતા રહો, પણ મારું માને એ બીજા...'
‘પ્રેશર બ્રેસર હોય,’ બાબુએ હજુ પણ રમૂજ ચાલુ જ રાખી, ‘જોને, ગરમી જ કેવી છે! બહાર હોય એના કરતાંય પ્રેશર અંદર વધારે છે!' .
‘પાછા દાઢમાં બોલ્યા!' બબિતા હસી પડી.
‘સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય’ – એ ‘સપ્તપદી’ મંત્ર (સાત શબ્દનો મંત્ર)માં જે કહેવાયું છે એ સાચું, પણ જીવનમાં સિદ્ધિ મેળવવી હોય તો પરસેવાથી હાથ-પગ મો ધોઈને બેસી જવાથી ના મળે, પરસેવે ન્હાવું પડે. અત્તર કે ગુલાબજળની જેમ ચહેરા પર કે કપડાં પર પરસેવાનો સ્પ્રે કરવાથી કંઈ કામ પતી જતું નથી. સાચા અર્થમાં સિદ્ધિ મેળવવી હોય તો છૂટક પરસેવામાં છબછબિયાં ના કરાય, એ માટે તો પરસેવામાં શાહીસ્નાન કરવું પડે. સિદ્ધિ કંઈ એટલી સીધી નથી કે આમ ચપટી વગાડતામાં મળી જાય!
ભગવાને ઉનાળાની ઋતુનું નિર્માણ જ એટલા માટે કર્યું છે કે આપણે હોલસેલના ભાવમાં પરસેવો પાડતા રહીએ અને ડઝનના ભાવે સિદ્ધિઓ મેળવતા રહીએ.
‘ગીતા પ્રવચનો’માં વિનોબા ભાવેએ લખ્યું છે કે જે વ્યક્તિ શ્રમથી રળેલો રોટલો નથી ખાતી એ વ્યક્તિને મનુષ્ય તરીકે ઓળખાવવાનો કોઈ જ અધિકાર નથી. જોકે વિનોબાજીએ આ લખ્યું હશે ત્યારે એમના દિમાગમાંથી રાજકારણીઓ ભૂલાઈ ગયા હશે! ટૂંકમાં, એમનું કહેવું એવું છે કે મહેનતનો રોટલો જે ખાય એને જ મનુષ્ય કહી શકાય.
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 03/08/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 03/08/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ