કુંભારિયાનાં જૈન મંદિરો સોલંકી વંશનું અપ્રતિમ સ્થાપત્ય
ABHIYAAN|Abhiyaan Magazine 21/09/2024
ગુજરાતના બનાસકાંઠાના દાંતા તાલુકામાં ઈ.સ. ૧૦૨૨થી ૧૦૬૪ સુધી બંધાયેલા આ અતિ પ્રાચીન એવા કુંભારિયાનાં જૈન મંદિરો એટલે દસમીથી ચૌદમી સદીના પ્રથમ દાયકા સુધીમાં ગુજરાતમાં શાસન કરતાં સોલંકી વંશની ચાલુક્ય સ્થાપત્યશૈલીનો જાણે તાજ છે, જેમાં તેની બાંધણી, આકાર અને સ્થાપત્ય આબુનાં મંદિરોને મળતાં આવે છે અને સ્તંભો, દ્વાર અને છતોમાં રહેલું આરસપહાણનું ઝીણું કોતરકામ દેલવાડાનાં મંદિરોનું સ્મરણ કરાવે છે.
રક્ષા ભટ્ટ
કુંભારિયાનાં જૈન મંદિરો સોલંકી વંશનું અપ્રતિમ સ્થાપત્ય

ઉત્તર ગુજરાતનું બનાસકાંઠા ગુજરાતના કુલ તેત્રીસ જિલ્લાઓમાંનું એક છે. ગુજરાતની ઉત્તર-પૂર્વે રહેલા આ જિલ્લાનું નામ અરવલ્લીની ગિરિમાળામાંથી વહેતી બનાસ નદીને લીધે બનાસકાંઠા પડ્યું છે. ઉત્તરે રાજસ્થાનને સ્પર્શતી તેની સરહદને લીધે રાજસ્થાની ફીલ આપતાં આ જિલ્લાનાં અનેક જોવાલાયક સ્થળોમાં દાંતા તાલુકાના અંબાજી-દાંતા માર્ગ પર આવેલા કુંભારિયાનાં જૈન મંદિરો આપણા ગરવી ગુજરાતનું ગૌરવ છે.

ચાલુક્ય વંશના શાસન દરમિયાન અગિયારમી સદીના ઉત્તરાર્ધથી શરૂ કરીને તેરમી સદીના પૂર્વાધ સુધી બંધાયેલા મનાતાં કુંભારિયાનાં દેરાં વિસ્તૃત વાસ્તુવિદ્યાના માલિક અને આરસપહાણ પરના બારીક કોતરકામના પણ ઉત્તમ નમૂના છે.

દસમીથી તેરમી સદી સુધી ગુજરાત પર શાસન કરનાર ચાલુક્ય વંશ કે જે સોલંકીવંશ તરીકે પણ સુવિખ્યાત છે, એ સમયગાળાના રાજવી ઇતિહાસ સાથે જોડાયેલા શ્વેતાંબર પંથનાં આ જૈન મંદિરો મારુ ગુર્જર સ્થાપત્ય શૈલીમાં બંધાયેલાં કુલ પાંચ મંદિરોનો સમૂહ છે. કુંભારિયાનાં આ પાંચ એટલે પંચાંગી મંદિરો એટલે મહાવીર સ્વામી મંદિર, પાર્શ્વનાથ મંદિર, શાંતિનાથ મંદિર, સંભવનાથ મંદિર અને નેમિનાથ મંદિર.

અગિયારમી સદીના સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલા, તેમના પુત્ર કર્ણદેવ અને કર્ણદેવના પુત્ર સિદ્ધરાજ જયસિંહના શાસનકાળને આવરી લેતાં આ જૈન મંદિરો ૧૦૬૨થી ૧૨૩૧ સુધી બંધાયા અને આજની તારીખે આટલી સદીઓ પછી પણ આ જૈન મંદિરો સોલંકી વંશ અને તેની મારુ ગુર્જર સ્થાપત્યશૈલીનું નામ રોશન કરી ગુજરાતના સોલંકી કાળના ઇતિહાસનાં પાનાંને ઊજળાં કરી રહ્યાં છે.

કુલ પાંચ જૈન મંદિરોનો સમૂહ ધરાવતાં કુંભારિયાનાં આ પંચાંગી જૈન મંદિરોમાં સૌથી પહેલાં અગિયારમી સદીના છઠ્ઠા-સાતમા દાયકામાં મહાવીર સ્વામી મંદિર બંધાયું. એ પછી શાંતિનાથ, પાર્શ્વનાથ, નેમિનાથ અને સંભવનાથ મંદિરો બંધાયાં.

દેલવાડાનાં જૈન મંદિરો, ગિરનારનાં જૈન મંદિરો અને તારંગાનાં જૈન મંદિરોની સમાંતરે ચાલુક્ય સ્થાપત્યશૈલીનાં ઉત્તમ ઉદાહરણો ગણાતાં આ મંદિરો આરસપહાણમાં બંધાયેલાં છે અને પાંચે પાંચ મંદિરો તેનાં કદ, આકાર, કોતરણી અને વાસ્તુશિલ્પમાં પણ વિવિધતા દર્શાવે છે.

この記事は ABHIYAAN の Abhiyaan Magazine 21/09/2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は ABHIYAAN の Abhiyaan Magazine 21/09/2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

ABHIYAANのその他の記事すべて表示
ઇન્ટરનેટનું અક્ષયપાત્ર અને ખાઉધરી આંખો
ABHIYAAN

ઇન્ટરનેટનું અક્ષયપાત્ર અને ખાઉધરી આંખો

ખોરાકની સ્પષ્ટ માત્રા હોય તો માણસને ભાન રહે કે એણે કેટલું ભોજન આરોગ્યું છે, પરંતુ જો માત્રા દેખાય જ નહીં તો વધુ ખોરાક આરોગવા છતાં મન એમ જ માનશે કે માપમાં જ ખાધું છે

time-read
4 分  |
Abhiyaan Magazine 23/11/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

અમેરિકાના પ્રમુખની સાથે સતત રહેતા ‘ફૂટબોલ’નું રહસ્ય શું છે?

time-read
1 min  |
Abhiyaan Magazine 23/11/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

એલન મસ્ક ટ્રમ્પની છાવણીમાં કઈ રીતે આવ્યા?

time-read
2 分  |
Abhiyaan Magazine 23/11/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ટ્રમ્પને મુસ્લિમોનું સમર્થનઃ ટ્રમ્પનાં આઠ ‘ટ્રેપકાર્ડ'નો ચમત્કાર

time-read
2 分  |
Abhiyaan Magazine 23/11/2024
કાશ્મીરના ત્રાસવાદીઓ પાસે એમ૪ રાઇફલ કેવી રીતે પહોંચી?
ABHIYAAN

કાશ્મીરના ત્રાસવાદીઓ પાસે એમ૪ રાઇફલ કેવી રીતે પહોંચી?

પાકિસ્તાનના કબજાગ્રસ્ત કાશ્મીરમાં પણ એક મોટી મીટિંગ પણ થઈ હતી. તેમાં પાકિસ્તાની એજન્સી આઇએસઆઇ અને આતંકવાદી જૂથના કમાન્ડર હાજર રહ્યા હતા

time-read
2 分  |
Abhiyaan Magazine 23/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની સત્તા સંભાળવાની તૈયારીમાં વ્યસ્ત

time-read
3 分  |
Abhiyaan Magazine 23/11/2024
ઈશ્વર આપણી સાથે હોય ત્યારે એ આપણી બુદ્ધિમાં વૃદ્ધિ કરે...
ABHIYAAN

ઈશ્વર આપણી સાથે હોય ત્યારે એ આપણી બુદ્ધિમાં વૃદ્ધિ કરે...

હાલ વિશ્વના ભાવિને લઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો મુદ્દો ચર્ચામાં હોય ત્યારે આપણી પુકારનો પડઘો પાડતી સુપ્રીમ ઇન્ટેલિજન્સને સમજવી હોય તો..?

time-read
2 分  |
Abhiyaan Magazine 23/11/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી

time-read
5 分  |
Abhiyaan Magazine 16/11/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?

time-read
7 分  |
Abhiyaan Magazine 16/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?

time-read
2 分  |
Abhiyaan Magazine 16/11/2024