સો વર્ષથી ગુજરાતી પ્રજાને ભાષા, સાહિત્ય અને કલાના સંસ્કાર સીંચતા પ્રશિષ્ટ સામયિક ‘કુમાર’નું નામ ભાગ્યે જ કોઈ ગુજરાતી માટે અજાણ્યું હશે. વર્ષ ૧૯૨૪, જ્યારે ગુજરાત નામે કોઈ અલગ રાજ્યનું અસ્તિત્વ પણ ન હતું, એ કાળથી ‘કુમાર’ તમામ ગુજરાતીઓના ગુજરાતી-પણાં સાથે અભિન્ન રીતે જોડાયેલું છે. વાત એ સમયની છે જ્યારે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં રવિશંકર રાવલ ‘૨૦મી સદી' નામક સામિયકમાં કલાકાર તરીકે કામ કરતા હતા. ચિત્રકામમાં ધગશ હોય તેવા કેટલાક વિદ્યાર્થીઓને તેઓ વિનામૂલ્યે ચિત્રકામ પણ શીખવતા હતા. થોડા સમયમાં તેમણે ત્યાં સંસ્કૃત પાઠશાળા પણ શરૂ કરી. એ સમયે તેમને કલાની સાથે યુવા વર્ગને રસ પડે તેવા ગુજરાતી સામયિક શરૂ કરવાનો વિચાર આવ્યો. આ વિચાર વર્ષ ૧૯૨૪માં ફલિત થયો. કલાની સાથે સાથે ઊગતી પેઢીને જ્ઞાન, કેળવણી અને સંસ્કારનું સિંચન કરવાના શુભ હેતુ સાથે ‘કુમાર’નો જન્મ થયો. દેશ-વિદેશ અને તળના કલાકારો અને તેમની કલાકૃતિઓ વિશેની સચિત્ર માહિતી પ્રાપ્ય થવાથી ગુજરાતના શિક્ષિત અને સભાન વર્ગમાં ‘કુમાર’ પ્રિય બન્યું.
રવિશંકર રાવલ સાથે બચુભાઈ રાવત પણ ‘કુમાર’માં જોડાયા. એ પછી સામયિકના લેખોમાં ચિત્રો, નકશા, ગ્રાફિક્સ વગેરેનો વધારે ઉપયોગ થવા લાગ્યો. ગુણવત્તામાં 1 લોકપ્રિયતા વૃદ્ધિ થવાથી સામયિકની અને પ્રતિષ્ઠા પણ વધતી ર ગઈ. ગુજરાતી ભાષા, સાહિત્ય, કલાસંસ્કૃતિની ઓળખ બની ચૂકેલા આ સામયિકમાં ચિત્રકલા, સ્થાપત્ય, તસવીરકલા, પુરાતત્ત્વ, નાટ્ય, સંગીત જેવા વિષયોમાં જ્ઞાન ધરાવતાં ગુજરાતના ઉત્તમ સર્જકો, સંશોધકો, લેખકો જોડાયા અને આવતીકાલના નાગરિકો તૈયાર કરવાના સ્વપ્નને સિદ્ધ કરવામાં પોતાનું યોગદાન આપ્યું. સંપૂર્ણ પરિવારલક્ષી સુરુચિપૂર્ણ વાંચન સામગ્રી ધરાવતા આ સામયિક દ્વારા યુવાવર્ગને ઊજળી દિશા તરફ દોરી જવાનું ઉત્તમ કાર્ય તો થયું જ છે, તે ઉપરાંત તેમણે સર્જકોને પણ ઉત્તેજન અને પ્રોત્સાહન આપવાનું કાર્ય કર્યું. વર્ષ ૧૯૩૨માં ‘કુમાર’ના કાર્યાલયમાં જ કવિઓની કાવ્યસભા યોજાવા લાગી, જે આજે પણ ‘બુધસભા’ તરીકે કાર્યરત છે. ‘કુમાર’ની ગૌરવશાળી પરંપરાથી ગુજરાતી ભાષા સાહિત્યના સર્વોત્તમ પુરસ્કા૨માં આજે પણ ‘કુમાર ચંદ્રક’નું સ્થાન મોખરે છે.
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 28/09/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 28/09/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ
રાજકાજ
ઇન્ડિયા ગઠબંધનમાં નેતૃત્વનો સંઘર્ષ ઉગ્ર
રાજકાજ
અસદના પલાયન પછી સીરિયાનું વિભાજન થશે?
પ્રેમની એક મૂક પરિભાષા છે પ્રેમ ગૂઢ સંવાદની વાણી છે
ભીનું રહસ્ય હતું, આંખથી ન સચવાયું, તું વ્યર્થ ઢાંકપિછોડો, અરે કપોળ ન કર. બધી વસંત કાંઈ નમણી નથી હોતી ‘રમેશ’ બધી વસંતમાં તું જીવ ઓળઘોળ ન કર.
જગતની ગત ન્યારી
અંતરિક્ષમાં પણ થવા લાગ્યો છે ટ્રાફિક જામ
બિજ-થિંગ
મિહિર દુર્ગ - મેહરાનગઢની સોનેરી ગાથા
સોશિયલ મીડિયા
ખ્યાતિકાંડ પછી શું?