ફરી પાછો દુનિયાભરની સિનેમાને ઊજવતો એશિયાનો સૌથી મોટો અને પ્રતિષ્ઠિત ફિલ્મોત્સવ ‘ઇન્ટરનેશન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા' એટલે કે ‘ઇન્ફિ’ આવી ગયો. ૨૦થી ૨૮ નવેમ્બર દરમિયાન ગોવામાં યોજાયેલા આ ફેસ્ટિવલની શરૂઆત ઓસ્ટ્રેલિયાના પ્રસિદ્ધ લ્મિમેકર માઇકલ ગ્રેસીની ફિચર ફિલ્મ‘બેટરમેન'ની સ્ક્રીનિંગથી થઈ. આ ઓપનિંગ ફિલ્મ પૂરી થયા બાદ ડો. શ્યામાપ્રસાદ મુખરજી સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમની યોજાઈ હતી
‘ગોવા અને ઇફ્ફિ એકબીજાના પર્યાય થઈ ચૂક્યા છે'
આ વખતના ૫૫મા આ ફિલ્મોત્સવની સેરેમનીની શરૂઆત ગોવાના મુખ્યમંત્રી ડો. પ્રમોદ સાવંત, રાજ્યસભાના સાંસદ સદાનંદ શેટ તાનાવડે, માહિતી અને પ્રસારણ સચિ સંજય જાજુ, આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર જેવા મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવી. ફેસ્ટિવલનું ઔપચારિક અનાવરણ નારિયેળના છોડને પાણી આપીને કરવામાં આવ્યું. આ પ્રસંગે ફેસ્ટિવલના ડિરેક્ટર શેખર કપૂર, CBFC અધ્યક્ષ પ્રસૂન જોશી અને પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત કુમાર સહગલ તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ગોવાના મુખ્યમંત્રી ડો. પ્રમોદ સાવંતે કહ્યું હતું કે, ‘ગોવા અને IFFI એકબીજાના પર્યાય છે. જ્યારે તમે IFFI વિશે વિચારો છો, ત્યારે તમને ગોવા યાદ આવે છે અને જ્યારે તમે ગોવા વિશે વિચારો છો, ત્યારે તમને IFFI યાદ આવે છે.' ડો. સાવંતે તમામ ગોવાવાસીઓ વતી, ફિલ્મ ફેસ્ટિવલમાં આવેલા તમામ પ્રતિનિધિઓનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરજીએ આ પ્રસંગે કહ્યું હતું કે, ‘દરેકનું જીવન એક ફિલ્મ જેવું છે. હું દરરોજ સેંકડો લોકોને મળું છું અને તેમની વાર્તાઓ સાંભળું છું. આખું વિશ્વ વાર્તા કહેવાનું એક મંચ છે.' તેમણે ઉમેર્યું હતું કે, ‘ ભારતીય પૌરાણિક કથાઓમાં આપણા દેવતાઓ મનોરંજનનાં માધ્યમો સાથે સંકળાયેલા હતા. જેમ કે, ભગવાન શિવ ડમરુ વગાડે છે, દેવી સરસ્વતી વીણા વગાડે છે, ભગવાન કૃષ્ણ વાંસળી વગાડે છે. ભારતીય સંસ્કૃતિ મનોરંજન સાથે જોડાયેલી છે, જે આપણને સુખી જીવન જીવવામાં મદદ કરે છે.’ આ પ્રસંગે, શ્રી શ્રી રવિશંકરે કોલંબિયાના ગૃહયુદ્ધને સમાપ્ત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે, તે ઘટના પર આધારિત બનેલી ફિલ્મનો ફર્સ્ટ લૂક, નિર્માતા મહાવીર જૈન દ્વારા રિલીઝ કરવામાં આવ્યો હતો.
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 14/12/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 14/12/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ
રાજકાજ
ઇન્ડિયા ગઠબંધનમાં નેતૃત્વનો સંઘર્ષ ઉગ્ર
રાજકાજ
અસદના પલાયન પછી સીરિયાનું વિભાજન થશે?
પ્રેમની એક મૂક પરિભાષા છે પ્રેમ ગૂઢ સંવાદની વાણી છે
ભીનું રહસ્ય હતું, આંખથી ન સચવાયું, તું વ્યર્થ ઢાંકપિછોડો, અરે કપોળ ન કર. બધી વસંત કાંઈ નમણી નથી હોતી ‘રમેશ’ બધી વસંતમાં તું જીવ ઓળઘોળ ન કર.
જગતની ગત ન્યારી
અંતરિક્ષમાં પણ થવા લાગ્યો છે ટ્રાફિક જામ
બિજ-થિંગ
મિહિર દુર્ગ - મેહરાનગઢની સોનેરી ગાથા
સોશિયલ મીડિયા
ખ્યાતિકાંડ પછી શું?