ગ્લોબલ વૉર્મિંગના કારણે બદલાતી ઇકોલોજી કચ્છની ખેતીને બદલશે
ABHIYAAN|Abhiyaan Magazine 14/12/2024
ગ્લોબલ વૉર્મિંગના પગલે સમગ્ર વિશ્વની સાથે-સાથે કચ્છમાં પણ ઘણા બદલાવ આવી રહ્યા છે. ગરમીનું પ્રમાણ વધ્યું છે, ઠંડી ઘટી છે, વરસાદ તો વિક્રમી રીતે પડે જ છે. વાવાઝોડાં પણ વધુ આવવાં લાગ્યાં છે. જો આવું જ હજુ વર્ષ ચાલુ રહ્યું તો કચ્છમાં અનેક પ્રકારના બદલાવ આવશે. ઘાસ અને અન્ય વનસ્પતિમાં આવનારા બદલાવથી મુખ્ય વ્યવસાય એવા ખેતી અને પશુપાલન પર પણ આની અસર પડશે. અહીંની જીવસૃષ્ટિમાં પરિવર્તન આવશે.
સુચિતા બોઘાણી કનર
ગ્લોબલ વૉર્મિંગના કારણે બદલાતી ઇકોલોજી કચ્છની ખેતીને બદલશે

કુદરતી પરિબળો અને માનવીય હરકતોના કારણે પૃથ્વીનું વાતાવરણ બદલાઈ રહ્યું છે. ગ્લોબલ વૉર્મિંગ હવે ગ્લોબલ બોઇલિંગમાં પરિવર્તિત થઈ ગઈ છે. ગરમીનું, વરસાદનું પ્રમાણ વધ્યું છે. ઠંડીનો સમયગાળો અને તેની તીવ્રતા ઘટી છે. બદલાતા વાતાવરણની અસર ખેતી અને પશુપાલન પર પણ થઈ રહી છે. અત્યારે ભલે વ્યાપક સ્વરૂપે તેની અસર જણાતી ન હોય, પરંતુ આગામી ૫૦થી ૧૦૦ વર્ષના ગાળામાં સ્પષ્ટ રીતે જણાશે તેવું નિષ્ણાતો માની રહ્યા છે.

ગ્લોબલ વૉર્મિંગના કારણે તાપમાનમાં વધારો થયો છે, દરિયાઈ સપાટીના તાપમાનમાં પણ વધારો થયો છે, તેના કારણે વાવાઝોડાનું પ્રમાણ અને તેની તીવ્રતામાં વધારો નોંધાયો છે. વરસાદ પડવાના સમયગાળામાં ફેરફાર થયો છે. તેવી જ રીતે આખી ઋતુ દરમિયાન થોડો થોડો વરસાદ પડવાના બદલે એકીસાથે વધુ વરસાદ પડવાના દિવસોમાં પણ વધારો નોંધાયો છે. કચ્છ જેવા સુકા અને સામાન્ય રીતે દુષ્કાળગ્રસ્ત રહેતા વિસ્તાર પર તેની અસર જોવા મળી રહી છે. અત્યારે જોવા મળતી અસર તો માત્ર એક ઝલક જ છે. થોડાં વર્ષોમાં જ તેની વ્યાપક અસર જોવા મળી રહેશે. ભૂકંપ પછી કચ્છમાં ઉદ્યોગો વધ્યા હોવા છતાં હજુ પણ ખેતી અને પશુપાલનની ગણતરી મુખ્ય વ્યવસાય તરીકે જ થાય છે. ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિક લોકોનો આ વ્યવસાયો ઉપર મોટો આધાર હોય છે. ખૂબ ઓછું પાણી હોવા છતાં કચ્છના ખેડૂતોએ ધાન પાક અને બાગાયતી પાકમાં કાઠું કાઢ્યું છે. અહીંનાં ફળોની વિદેશોમાં મોટી માંગ છે. તેવી જ રીતે કચ્છનું પશુપાલન પણ મશહૂર છે. અહીંની ભેંસ અને ગાયની ભારે માંગ રહે છે. આ પશુઓના મુખ્ય ખોરાક સમા ઘાસ પર પણ બદલતા વાતાવરણની અસર થવાની શક્યતા છે. જેના કારણે ઘાસ કે અન્ય ધાન પાકો, બાગાયતી પાકોની જાતિ બદલીને તેનો ઉછેર કરવાની ખેડૂતોને ફરજ પડે તો નવાઈ નહીં.

この記事は ABHIYAAN の Abhiyaan Magazine 14/12/2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は ABHIYAAN の Abhiyaan Magazine 14/12/2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

ABHIYAANのその他の記事すべて表示
કવર સ્ટોરી-૨
ABHIYAAN

કવર સ્ટોરી-૨

રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી

time-read
5 分  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ

time-read
5 分  |
Abhiyaan Magazine 21/12/2024
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા

time-read
4 分  |
Abhiyaan Magazine 21/12/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

કામધંધાનું નામ આપણું જોઈએ

time-read
2 分  |
Abhiyaan Magazine 21/12/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ઇન્ડિયા ગઠબંધનમાં નેતૃત્વનો સંઘર્ષ ઉગ્ર

time-read
3 分  |
Abhiyaan Magazine 21/12/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

અસદના પલાયન પછી સીરિયાનું વિભાજન થશે?

time-read
2 分  |
Abhiyaan Magazine 21/12/2024
પ્રેમની એક મૂક પરિભાષા છે પ્રેમ ગૂઢ સંવાદની વાણી છે
ABHIYAAN

પ્રેમની એક મૂક પરિભાષા છે પ્રેમ ગૂઢ સંવાદની વાણી છે

ભીનું રહસ્ય હતું, આંખથી ન સચવાયું, તું વ્યર્થ ઢાંકપિછોડો, અરે કપોળ ન કર. બધી વસંત કાંઈ નમણી નથી હોતી ‘રમેશ’ બધી વસંતમાં તું જીવ ઓળઘોળ ન કર.

time-read
2 分  |
Abhiyaan Magazine 21/12/2024
જગતની ગત ન્યારી
ABHIYAAN

જગતની ગત ન્યારી

અંતરિક્ષમાં પણ થવા લાગ્યો છે ટ્રાફિક જામ

time-read
1 min  |
Abhiyaan Magazine 14/12/2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

મિહિર દુર્ગ - મેહરાનગઢની સોનેરી ગાથા

time-read
4 分  |
Abhiyaan Magazine 14/12/2024
સોશિયલ મીડિયા
ABHIYAAN

સોશિયલ મીડિયા

ખ્યાતિકાંડ પછી શું?

time-read
3 分  |
Abhiyaan Magazine 14/12/2024