તમે અમને થેપલાં આપો અને અમે...

ચંદ્ર ઉપર લોખંડના ભંડારો છે એવું વૈજ્ઞાનિકોએ જણાવ્યું અને દુનિયાની મહાસત્તાઓના મોઢામાંથી લાળના દદૂડા છૂટવા માંડ્યા. ચંદ્ર ઉપર રહેલું લોખંડ કોને મળે? પણ ચંદ્રની સરકારને એ માટે તૈયાર કરવી જોઈએ. ‘અમેરિકા ફર્સ્ટ’ એટલે અમેરિકાનું ગુપ્તચર ખાતું ચંદ્ર સાથે વાટાઘાટ કરે તેવા વિચક્ષણ માણસને શોધી કાઢવા મંડી પડ્યું. શોધતાં શોધતાં તેઓ ફૉર્ડ પાસે પહોંચ્યા. આ ફૉર્ડ એટલે મૂળ તો ગુજરાતના પરશુરામ. રાશિ ના બદલાય તેનું તેમણે ખાસ ધ્યાન રાખેલું. ગોર મહારાજે કહેલું કે, ‘આ છોકરા પાસે બુદ્ધિની ફરસી છે.' અને પરશુરામ એ સાચું માનતા હતા; કારણ કે તેમણે અમેરિકામાં મૉલનું સામ્રાજ્ય બુદ્ધિ વડે ઊભું કર્યું હતું. ફૉર્ડને કહ્યું,
‘તમે અમેરિકાના પ્રતિનિધિ તરીકે જાઓ અને ચંદ્ર ઉપરથી સસ્તા ભાવે લોખંડનો સોદો કરી આવો.' ફૉર્ડ કહે, ‘એવા ફાલતુ કામ માટે હું ધંધો છોડીને ના જાઉં, આ કામ તો મારો જ્યૉર્જ કરી આપશે.' જ્યૉર્જ એટલે મૂળ જેન્તી.
સીબીઆઈએ જેન્તીને ચકાસ્યો. ‘ઓહોહો, આ તો માણસ છે કે જિનિયસનું સ્ટ્રક્ચર!'
અમેરિકાએ ચંદ્ર સરકારને જાણ કરી, ‘તમારે ત્યાં પરમ શાંતિ છે. અમારે તો આય ર્વો બંધ થાતી જ નથી. તમારા લોકો બહુ સુખી હોય છે, એટલે તેનો અભ્યાસ કરવા અમે અમારા જ્યૉર્જને તમારે ત્યાં મોકલીએ છીએ. પૃથ્વીની મહાસત્તા ચંદ્રનો અભ્યાસ કરવા આવે, તેનાથી ચંદ્રની સરકાર ખુશ થઈ ગઈ.
અમેરિકન યાનમાં જેન્તી જવા તૈયાર થયો, ત્યારે તેને વળાવવા સંબંધીઓનાં ટોળાં ઊમટ્યાં. ચાર ચોપડી ભણેલી જેન્તીની વહુ લલી, પણ હવે લ્યુસી, તો ભાવથી ગદગદ થઈ ગઈ.
“સાંભળો, પાછા મૂઢે લગાવવાનો પાવડર હોય ને તો લેતા આવજો. 'ને ચીકણી માટીથી વાળ સારા થાય અને બળ્યું, શું કહેવાય? છોકરા માટે નવી ભાતનાં રમકડાં હોય એ લાવજો. પાછા ડૉલરના રૂપિયા ગણવા ના બેહતા.’
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 22/03/2025 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 22/03/2025 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン

વિવાદ
ગુજરાતી સાહિત્ય પરિષદમાં સસ્પેન્શનનો મામલો ઉગ્ર

બિપરજોયએ કચ્છનાં બન્નીનાં મેદાનોને વધુ ફળદ્રુપ બનાવ્યાં
વાવાઝોડા સાથે વહી આવતા ફોસ્ફરસવાળી માટીના કણો ઘાસિયાં મેદાનોની ફળદ્રુપતામાં સતત વધારો કરે છે. કચ્છ યુનિવર્સિટી સંશોધકોએ બિપરજોય વાવાઝોડા વખતે કરેલા અભ્યાસ અને છેલ્લાં ૪૦ વર્ષોના ડેટાના આધારે નીકળેલું તારણ ભવિષ્યમાં ફોસ્ફરસ આધારિત ખેતીનીતિ ઘડવામાં ચાવીરૂપ નિવડવાની સંભાવના છે.

સારાન્વેષ
સ્ટારલિન્કને આવકારો આપશો કે જાકારો?

રોમમાં સ્થિત રોમન કોલોસિયમ ઉર્ફે વિશ્વનું સૌથી વિશાળ એમ્ફિ થિયેટર
ચાલો, આ ઉનાળે જોઈએ ઇટાલીની રાજધાની

વિશ્લેષણ
ન્યાયતંત્રમાં પણ સાફસૂફી જરૂરી બની છે

કવર સ્ટોરી
ડ્રગ્સની સત્તા, ડ્રગ્સનો કારોબાર

રાજકાજ
બાંગ્લાદેશમાં રાજકીય ઘટનાચક્ર ઝડપથી બદલાઈ રહ્યું છે

રાજકાજ
સીમાંકનના મુદ્દે મમતા બેનરજીનો અલગ ચોકો

શ્રદ્ધાંજલિ
જીવાતી જિંદગીના ઝબકાર ઝીલનારની વિદાય

મૃત્યુ પછીનું જીવન એટલે અંગદાન
ગુજરાતમાં અંગદાનની ઝુંબેશ વેગ પકડી રહી છે. બ્રેઇનડૅડ વ્યક્તિના શરીરમાં મળતાં ૬ અંગોથી ૮ વ્યક્તિઓને નવજીવન મળી શકે છે. અંગદાન ચૅરિટેબલ ટ્રસ્ટના લોકજાગૃતિના પ્રયત્નોથી હજારો લોકોએ અંગદાન અંગેના શપથ લીધા છે. જીવન બચાવનારાં ૬ અંગોનું ટ્રાન્સપ્લાન્ટ ગુજરાતમાં થાય છે, જ્યારે કચ્છમાં બ્રેઇનડૅડ વ્યક્તિનાં અંગોને સ્વીકારવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. કચ્છમાં પણ ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટેની સુવિધા હોવી જરૂરી છે.