વસવાટ અને કર્મભૂમિ ભાવનગર શહેર. મૂળ હું આ જ જિલ્લાના મહુવાના મહેતાપરિવારની. મા-બાપ બન્ને સામાજિક કાર્ય સાથે સંકળાયેલાં એટલે એ કદાચ મને વારસામાં મળ્યું હશે. ઑર્ગન ડોનેશનની વાત હંમેશાં આકર્ષતી અને એમાંય વર્ષો પહેલાં ચિત્રલેખામાં વાંચેલો એક લેખ બહુ અસર કરી ગયેલો. ઈટાલી ફરવા આવેલા એક અમેરિકન કુટુંબના એક નાના દીકરાને ત્યાંના ગુંડાઓથી ભાગતા ગોળી વાગતાં એ બ્રેન ડેડ ઘોષિત થયો અને એનાં માતા-પિતાએ ઈટાલીમાં એનાં અંગ ડોનેટ કરવાનું નક્કી કર્યું. આ ઘટનાએ ઈટાલિયન લોકોને હચમચાવી દીધા હતા. ચિત્રલેખામાં એ વિશે વાંચ્યું ત્યારથી આ દિશામાં કંઈક કરવું જોઈએ એવી ઈચ્છા પ્રબળ બની.. શું કરવું જોઈએ, કેવી રીતે થઈ શકે એ સમજ નહોતી, પરંતુ બસ, કશું કરવાની ઝંખના રહેતી. ડાયાબિટીસને કારણે કિડની કામ કરતી બંધ થઈ ગયેલી એવા અંધત્વને આરે આવીને ઊભેલા એક ગૃહસ્થ એમની દીકરીના ભણતર માટે મદદ માગવા આવ્યા. એમને જોઈ હચમચી જવાયું. એક સમયના ગામના સરપંચની આ હાલત? બસ, ત્યારથી શરૂ થઈ યાત્રા કિડનીના દરદીઓ માટે કંઈ કરી છૂટવાની..
આ વાત છે સૂચિતા કપૂરની.
જરૂરતમંદ લોકોને વિવિધ ચીજવસ્તુની સહાય, શિક્ષણ માટે સહયોગ, પક્ષીઓ માટે માળા કે પશુઓ માટે પાણીની કુંડીનું વિતરણ કરવા સહિતની અનેક પ્રવૃત્તિ સાથે એમનું નામ સંકળાયેલું છે, પરંતુ એમને સૌથી વધુ લગાવ કિડનીના દરદીઓ માટે છે એમ કહી શકાય. કિડનીના રોગની સારવાર લાંબી ચાલે અને એમાંય દરદી મોડે મોડે જાગ્યા હોય તો ઈલાજની સફળતાની શક્યતા પણ ઓછી. એને લીધે દરદીઓનું જીવન મુશ્કેલ બનતું જાય. જો કે સૂચિતાબહેન કપૂર પૂરી જહેમતથી એવા લોકોની મદદે ઊતરી પડ્યાં છે.
પ્રિયદર્શિની સાથેની વાતચીતમાં સૂચિતાબહેન કહે છેઃ
‘કિડનીના રોગથી પીડાતા દરદીઓ માટે કૅમ્પ શરૂ કરવાનો વિચાર આવ્યો એટલે મેં કે.આર. દોશી ટ્રસ્ટના અમર આચાર્ય સાથે વાત કરી. મેં એમને કહ્યું કે આ સફળતા કરતાં વધુ નાલેશી આપતું કામ છે, કોઈ બીજા જલદી નથી કરતા. સામે એમનો ટૂંકો જવાબ હતોઃ કોઈ નથી કરતું એટલે કોઈક તો કરવું રહ્યું ને. આમ ચાર વર્ષ પહેલાં કે.આર. દોશી ટ્રસ્ટ દ્વારા આ કાર્ય શરૂ થયું.’
この記事は Chitralekha Gujarati の July 25, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Chitralekha Gujarati の July 25, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン