મા કાલી પર વિવાદાસ્પદ ડોક્યુમેન્ટરી બનાવનાર લીના મણિમેકલાઈનો ચોમેરથી વિરોધ થયો તો કેટલાકે એના સમર્થનમાં પણ દેખાવો કર્યા.
વોટ બૅન્ક કી મિલેગી તાલી, અગર હિંદુઓ કો દોગે ગાલી..
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાના આ નિરીક્ષણ સાથે કોઈ સંમત થાય કે નહીં, પણ એ સત્ય હકીકત છે કે આજે ભારતમાં વાણીસ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિની આઝાદીના નામે હિંદુ દેવી-દેવતા, સનાતન ધર્મની આસ્થા-પરંપરા પર ગમે તેમ પ્રહાર કરીને છટકી શકાય છે. બીજી તરફ, અન્ય ધર્મની ખામી-ખૂબી વિશે જરાક ઈશારો પણ કર્યો તો સીધું સર તનસે જુદા!
હમણાં એક ભારતીય ફિલ્મમેકર લીના મણિમેકલાઈએ મા કાલી પર એક ડોક્યુમેન્ટરી બનાવીને કેનેડામાં એનું પોસ્ટર ટ્વિટર પર રજૂ કર્યું ત્યારે જબરો વિવાદ થયો. લીનાએ એ પોસ્ટરમાં કાલી માતાને સિગારેટ પીતાં દર્શાવ્યાં છે. દક્ષિણ ભારતમાં હિંદુ કુટુંબમાં જન્મેલી લીના પોતાને નાસ્તિક ગણાવે છે. અલબત્ત, એ ડાબેરી વિચારસરણી ધરાવે છે અને હિંદુદ્વેષી તરીકેની એની ઓળખ બની ગઈ છે.
કેનેડાના ભારતીય દૂતાવાસે સ્થાનિક સત્તાવાળા સામે વાંધો ઉઠાવીને લીનાની વિવાદિત ફિલ્મના શો બંધ રખાવ્યા અને આગા ખાન મ્યુઝિયમમાંથી પણ ફિલ્મનાં પોસ્ટર્સ ઊતરાવી લીધાં. જો કે ધાર્યા મુજબ જ દેશ-દુનિયાના અનેક લોકો લીનાના બચાવમાં ઊતરીને ભારત સરકાર તથા હિંદુઓને ભાંડવા માંડ્યા. લીના સામે લોકોની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવા બદલ ભારતમાં અનેક પોલીસફરિયાદ થઈ, પણ એણે ફરી શંકર-પાર્વતીના ડ્રેસમાં સિગારેટ પીતા કલાકારોની તસવીર પોસ્ટ કરીને જાણે પડકાર ફેંક્યો કે થાય એ કરી લો!
આવું જ એક હિંદુદ્વેષી પાત્ર મહુઆ મોઈત્રાનું છે. આ બંગાળી બહેન તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)નાં સાંસદ છે. હંમેશાં વિવાદમાં રહેવા ટેવાયેલાં બટકબોલાં મહુઆએ એક ચર્ચાસત્ર દરમિયાન જાહેરમાં એવું કહ્યું કે કાલી મારા માટે તો માંસ-મદ્ય સ્વીકારનાર દેવી છે. પછી તો આ મુદ્દે પણ બહુ હોબાળો થયો એટલે ટીએમસીએ એક રાજકીય પક્ષ તરીકે મહુઆના નિવેદનથી હાથ ખંખેરી નાખ્યા. જો કે એની સામે કોઈ પગલાં લેવામાં નહીં. હવે કોઈ અન્ય સેલિબ્રિટી હિંદુ આસ્થા પર પ્રહાર કરે ત્યાં સુધી શાંતિ. જો કે આ વખતે કાલી માના ભક્તો જ્યાં વધુ છે એ બંગાળમાં-કોલકાતામાં મહુઆ સામે રોષ ઊકળી રહ્યો છે.
この記事は Chitralekha Gujarati の July 25, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Chitralekha Gujarati の July 25, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン