આવી ધમકી કોઈને આપી શકાય?
Chitralekha Gujarati|July 25, 2022
કંજૂસ પડોશીની ફરિયાદ કરતો માણસ પોતે જ ચિંગૂસ!
રાજુ પટેલ
આવી ધમકી કોઈને આપી શકાય?

'એણે જો પોતાના માટે કફન ખરીદવું પડે તો એમાંય એ ભાવતાલ કરે એટલો મહાકંજૂસ માણસ છે.’

અમારી ઑફિસે સલાહ લેવા આવેલા ક્લાયન્ટ વલ્લભભાઈ એમના પડોશી જયેશભાઈની કંજૂસાઈથી કંટાળ્યા હતા.

‘અમારે ઑફિસે જવાનો સમય સરખો. અચૂક સોસાયટીના ગેટ પર મળી જાય. મારા સ્કૂટર પર પાછળ નિયમ હોય એમ બેસી જાય. મને એનોય વાંધો નથી, પણ કોઈ વાર કોઈક કારણોસર સ્કૂટર ન કાઢું ત્યારે ઑટોરિક્ષામાં પણ મારી સાથે જ બેસી જાય અને એમ ન વિચારે કે રોજ આ વલ્લભભાઈના સ્કૂટર પર મફત સવારી કરું છું તો લાવ રિક્ષાના પૈસા હું આપું.. ઊલટાનું રિક્ષામાંથી ઊતરતી વખતે કહેશે, સ્કૂટર સમું કરાવી દો વલ્લભભાઈ, આમ રિક્ષાનું ભાડું રોજ ન પોસાય!’

મારા બૉસ મોતીવાલાએ મારી સામે જોયું. આટલા સમયમાં એમની આંખોની ભાષા હું ઉકેલવા માંડ્યો હતો. એ કદાચ કહી રહ્યા હતાઃ

આમાં આપણે શું કરી શકીએ?

પણ પડોશીની કંજૂસાઈથી દુભાયેલા વલ્લભભાઈને હજી પોતાનો ઉકળાટ ઠાલવવો હતો. એ આગળ કહેવા માંડ્યાઃ ‘બજારમાં ક્યારેક ભટકાઈ જાય ત્યારે જો સાથે હોટેલમાં નાસ્તો કરવા ગયા તો એ માણસ દીવાલ પાસેનાં ટેબલ-ખુરસી પર જ બેસવાનું પસંદ કરે અને એમાંય પોતે ખૂણામાં, દીવાલ તરફ બેસે.’

‘એનાથી શું થાય?’ મોતીવાલાને સમજાયું નહીં.

વલ્લભભાઈ બોલે એ પહેલાં મેં મોતીવાલાને કહ્યું: ‘ખૂણામાં બેઠેલી વ્યક્તિ પછી ઊઠે, એની પહેલાં બહારની તરફ બેઠેલી વ્યક્તિ ઊઠે, હોટેલમાં ઊઠતાં પહેલાં બિલ ચૂકવવાનું હોય આથી જે પહેલાં ઊઠે એણે બિલ ક્લિયર કરવું પડે.’

‘ઓહ, પણ બધી જ હોટેલમાં એવું ન હોય, કાઉન્ટર પર પણ બિલ ચૂકવી શકાય ને?’

‘હા, ચૂકવી શકાય, પણ પહેલાં ઊઠ્યું હોય એ જ પહેલાં કાઉન્ટર તરફ પહોંચે ને!’ વલ્લભભાઈએ કહ્યું અને ઉમેર્યું: ‘આવી વાતો પર આપણું ધ્યાન ન જાય, પણ આ જયેશભાઈની કંજૂસાઈ મને સમજાવા માંડી એટલે મેં નિરીક્ષણ કર્યું. આ માણસ આવી ગણતરીઓ સાથે ઊઠે-બેસે છે, બોલો!’

‘હા.’ મેં કહ્યું: ‘આવા લોકો રિક્ષામાં પણ અંદરની તરફ બેસતા હોય છે..’

બરાબર, જ્યાં જ્યાં રોકડા ચૂકવવાની વાત આવે ત્યાં પાછળ જ રહે. અરે, બોલવામાં પણ એવી જ ચતુરાઈ.’

‘બોલવામાં શેની ચતુરાઈ!' મોતીવાલાને ઉત્સુકતા થઈ.

この記事は Chitralekha Gujarati の July 25, 2022 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Chitralekha Gujarati の July 25, 2022 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。