શૅરના ભાવની જેમ મૃત્યુની આગાહી પણ ન કરી શકાય. મારી તો ભગવાનને એક જ પ્રાર્થના છે કે હાર્ટ અટેકમાં ઉપાડી લેજે, હૉસ્પિટલના ખાટલે નાખતો નહીં, બાપલા..
બે વર્ષ પહેલાં સાઠમા જન્મદિને બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાએ આ વાત કહેલી. છેલ્લા છ મહિનાથી કિડની અને અન્ય બીમારીને કારણે હૉસ્પિટલમાં અવરજવર કરનારા રાકેશભાઈ આઝાદીનો અમૃત મહોત્સવ ન ઊજવી શક્યા. ૧૪ ઓગસ્ટે ભગવાને એમને ઘરે જ હાર્ટ અટેક આપીને પોતાની પાસે બોલાવી લીધા. આ સાથે ભારતીય શૅરબજારના ઈતિહાસનો એક યુગ પૂરો થયો.
૧૯૮૫માં મુંબઈ શૅરબજારનો આંક સેન્સેક્સ ૧૫૦ અંકે હતો ત્યારે પાંચ હજાર રૂપિયાની મૂડીથી બજારમાં ઝંપલાવનારા આ મારવાડી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આજે આશરે ૪૦,૦૦૦ કરોડ રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ મૂકતા ગયા છે.
જોગાનુજોગ કેટલાંક સપ્તાહ પહેલાં જ ઝુનઝુનવાલાએ અકાશા ઍર નામની ઍરલાઈન્સ શરૂ કરીને માર્કેટમાં સોપો પાડી દીધો હતો, કારણ કે ઍરલાઈન્સનો ઉદ્યોગ લગભગ ખોટનો ધંધો ગણાય છે. જો કે એમણે કારણ આપેલું કે ભારતમાં હાલ વર્ષે ૧૪ કરોડ ઉતારુ વિમાનમાં પ્રવાસ કરે છે, પણ ચાર વર્ષમાં એ સંખ્યા વધીને ૪૦ કરોડ થશે એટલે કે અઢી ગણાં વધુ વિમાનો ને બહેતર સેવાની વ્યવસ્થા કરવી પડશે.
રાકેશ ઝુનઝુનવાલા એમના હવાઈ સાહસને સફળ થતું જોવા રોકાઈ ન શક્યા, પણ કંપનીઓનાં બિઝનેસ મોડેલ સમજીને વ્યૂહાત્મક રીતે નફાકારક ઈન્વેસ્ટમેન્ટ કરવાનો ટ્રૅક રેકૉર્ડ જોતાં સમગ્ર ઍરલાઈન ઉદ્યોગ આગામી વર્ષોમાં સાગમટે નફો કરતો થાય તો નવાઈ નહીં.
૧૯૮૫માં શૅરબજારમાં આરંભિક સફળતા પછી રાકેશ ઝુનઝુનવાલાએ એમના ભાઈના ક્લાયન્ટ પાસેથી અઢી લાખ રૂપિયાની લોન એવું વચન આપીને મેળવી હતી કે બૅન્ક એફડી ૧૦ ટકા વ્યાજ આપે છે, પણ હું તમને ૧૮ ટકા આપીશ.
આ પૈસાથી રાકેશે ટાટા ટીના પાંચ હજાર શૅર ત્રણ રૂપિયામાં ઉઠાવેલા અને માત્ર ત્રણ મહિનામાં શેરનો ભાવ ૧૪૩ રૂપિયા થઈ ગયેલો. ૧૯૮૬માં જ એમણે મંદીના માહોલમાં પણ હિંમત કરીને ટાટા પાવરના શૅર ખરીદ્યા. એમાં એટલો નફો થયો કે રાકેશ પચાસ લાખ રૂપિયાના આસામી થઈ ગયા. પછીનાં ત્રણ વર્ષમાં એમણે આવી જ રીતે ઈન્વેસ્ટ કરીને પોતાની નેટવર્થ એક કરોડ પહોંચાડી.
この記事は Chitralekha Gujarati の August 29, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Chitralekha Gujarati の August 29, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン