કુહાડી પગ પર પડવી અને કુહાડી પર પગ મૂકવો એ રૂઢિપ્રયોગનું આનાથી સચોટ ઉદાહરણ શોધ્યું નહીં જડે. ગયા અઠવાડિયે (૧૯ ઓગસ્ટે) અનુરાગ કશ્યપ દિગ્દર્શિત ૨.૧૨-દો બારા ફિલ્મ રિલીઝ થઈ. રિલીઝ પહેલાં એક ટીવી-ઈન્ટરવ્યૂમાં ડિરેક્ટર અને હીરોઈન તાપસી પન્નૂને દેશભરમાં ફેલાયેલા બોલીવૂડનો બહિષ્કાર (બૉયકોટ બોલીવૂડ) નામના ચેપ વિશે પૂછવામાં આવ્યું તો બન્નેએ ખીખીખીં હસતાં કહ્યું: અમે તો ઈચ્છીએ છીએ કે અમારી ફિલ્મનો બહિષ્કાર થાય. તાપસીએ કહ્યું કે પ્લીઝ, અમારી ફિલ્મનો બાયકોટ કરો. પછી અનુરાગે કૅમેરા સામે ચાળા પાડતાં કહ્યુંઃ અમારો બાયકોટ કરો, તાપસીનો બાયકોટ કરો, ‘દો બારા’નો બૉયકોટ કરો, બાયકોટ કરો, પ્લીઝ, બૉયકોટ કરો...
– અને ફિલ્મ રિલીઝ થઈ. ઍક્ટર-ડિરેક્ટરને એમની ગુસ્તાખી ભારે પડી ગઈ. જાણ્યે-અજાણ્યે સિનેમાપ્રેમીઓએ એમની ઈચ્છા પૂરી કરી. મોટા ભાગનાં થિયેટર ખાલીખમ હતાં. આ લખાય છે ત્યારે (મંગળવાર, ૨૩ ઓગસ્ટે) દો બારા મોટા ભાગનાં થિયેટરોમાંથી ઊતરી ગઈ છે. ટિકિટબારી પર ફિલ્મનો કુલ નફો વત્તા ઓટીટી પર વેચાય ને જે રકમ મળે એનો સરવાળો કરતાં નિર્માણખર્ચ તો બાજુએ, અનુરાગ અને તાપસીનાં મહેનતાણાં પણ નહીં નીકળે.
આ પહેલાં આવી હાલત લાલસિંહ ચઢ્ઢાની અને રક્ષા બંધનની થઈ this છે. ચિત્રલેખાના ચબરાક વાચકોને ખબર જ છે કે આમીર ખાનની લાલસિંહ ચઢ્ઢા અને અક્ષય કુમારની રક્ષા બંધન થિયેટર સુધી પહોંચે એ પહેલાં સોશિયલ મિડિયા પર એનો બહિષ્કાર કરવાની ઝુંબેશ શરૂ થયેલી. બે અઠવાડિયાં બાદ હવે જ્યારે કન્ફર્મ થઈ ગયું છે કે લાલસિંહ... અને રક્ષા બંધન ફ્લોપ છે ત્યારે ફિલ્મ ઉદ્યોગની રગ પારખતા એક્સ્પર્ટો લમણાંની નસ તોડી રહ્યા છે એ નક્કી કરવામાં કે શું બહિષ્કારની હાકલને લીધે લાલસિંહ... અને રક્ષા બંધન ફ્લોપ થઈ?
એક હકીકત એ કે બન્ને ફિલ્મમાં જ કશો ભલીવાર નથી. ફિલ્મો સારી હોત તો એ જોનારાએ બીજાને, બીજાએ ત્રીજાને કહ્યું હોત ને લોકો ફિલ્મ જોવા ગયા હોત.
હવે એક નવી ચર્ચા એ શરૂ થઈ છે કે વાણીસ્વાતંત્ર્યના નામે કંઈ પણ બોલી નાખનારાને જરૂર જવાબ આપો, પણ પ્લીઝ, ફિલ્મનો બહિષ્કાર ન કરો... આ લોકોની દલીલ છે કે એક ફિલ્મના નિર્માણ દરમિયાન એની સાથે સેંકડો લોકો સંકળાયેલા હોય છે. ફિલ્મ સારો વકરો કરે તો નિર્માતા બીજી ફિલ્મ બનાવે અને એ રીતે હજારો લોકોનાં ઘરમાં ચૂલા જલતા રહે.
この記事は Chitralekha Gujarati の September 05, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Chitralekha Gujarati の September 05, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン