૨૬ જાન્યુઆરી, ૨૦૦૧ના ભયાવહ ભૂકંપે કચ્છનું નામ વિશ્વના હોઠે ચડાવ્યું. બે દાયકા વીતી ગયા પછી એ જ ભૂકંપમાં ભાંગી ગયેલા કચ્છને પ્રવાસનના વૈશ્વિક નકશામાં અગ્રિમ હરોળમાં સ્થાન મળી ગયું છે. ધરતીકંપના થોડા મહિના પછી ગુજરાતના મુખ્ય મંત્રી બનેલા નરેન્દ્ર મોદીએ સફેદ અગર (મીઠા)ની ચાદરમાં લપેટાયેલા અને સેંકડો ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા રણમાં પ્રવાસનની તક જોઈ અને લો, કચ્છ માટે એક નવો દરવાજો ખૂલી ગયો.
કચ્છના પ્રવાસનના વિકાસની કથા આખું ભારત જાણે છે. એ સફેદ રણ વૈશ્વિક આકર્ષણ બન્યું અને આજે ભૂકંપનાં સાડા એકવીસ વર્ષ પછી એ જ ભૂકંપમાં જીવ ગુમાવી ચૂકેલા લોકોની સ્મૃતિમાં એ દિવંગતોની વેદનાના પ્રતીક સમું સ્મૃતિવન કચ્છની વૈશ્વિક ઓળખનું બીજું સોપાન બની જતાં હવે પ્રવાસનની દૃષ્ટિએ ખરા અર્થમાં કચ્છડો બારેમાસ પ્રવાસીઓને આકર્ષવા સક્ષમ બન્યો છે.
કેવું છે આ સ્મૃતિવન? એ સમજવા પહેલાં રવિવાર, ૨૮ ઓગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લા મુકાયેલા સ્મૃતિવનના સ્થળ ભૂજના ઐતિહાસિક ભૂજિયા ડુંગર વિશે થોડું જાણી લઈએ.
ભૂજ શહેરની ઓળખ સમો ભૂજિયો ડુંગર જુરાસિક પાર્ક કાળનો મૃત જ્વાળામુખીથી સર્જાયેલો પર્વત છે. ડુંગરની ટોચ પર ભુજંગદેવ (નાગ)નું મંદિર છે. જે ડુંગરના નામ પરથી શહેરનું નામ ભૂજ પડ્યું છે એ ભૂજિયો ડુંગર રાજાશાહી સમયથી અનેક લડાઈઓથી ભૂજને રક્ષિત રાખવામાં નિમિત્ત બન્યો છે. ૧૯૭૧થી ૨૦૦૧ સુધી ભૂજિયા કિલ્લાની અંદર લશ્કરી દારૂગોળો રાખવામાં આવતો. એ કારણે ભૂજિયો સેનાના કબજામાં હતો. વર્ષમાં માત્ર એક વાર શ્રાવણ સુદ પાંચમના ભૂજિયાના મેળા નિમિત્તે એક જ દિવસ એને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવતો હતો.
ભૂજિયા ડુંગરને હરિયાળો બનાવી એના પર ભૂકંપમાં દિવંગત થયેલા ૧૨,૯૩૨ લોકોની સ્મૃતિમાં એક સ્મૃતિવન-ભૂકંપ મેમોરિયલ અને મ્યુઝિયમની દેશને અનન્ય ભેટ આપવાનું તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ ઠેરવ્યું હતું. સ્મૃતિવનનું ગોકળગાય ગતિએ ચાલતું કામ હવે પૂર્ણ થઈ ગયું છે અને નરેન્દ્ર મોદીએ આ રવિવારે જ એનું ઉદ્ઘાટન કર્યું. જો કે એ જાહેર જનતા માટે ખુલ્લું થવાને હજુ એકાદ મહિનો નીકળી જશે.
વિનાશની સ્મૃતિમાં થયું સર્જનઃ
この記事は Chitralekha Gujarati の September 12, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Chitralekha Gujarati の September 12, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン