પ્રજ્ઞાબહેન ગાંધી: વંચિતોનાં વાણોતર, ભણાવવાનાં ભેખધારી
Chitralekha Gujarati|September 12, 2022
ભણતર સાથે જેમનો દૂર દૂરનોય સંબંધ નહોતો એવાં કેટલાંક છોકરાંવ સાથે બગીચામાં થયેલી અલપઝલપ વાતચીતે એમને શિક્ષિકા તરીકેની નોકરી પડતી મૂકી ઝૂંપડપટ્ટીમાં રહેતાં અનેક બાળકોનાં આજીવન શિક્ષિકા બનાવી દીધાં. એ બાળકોનાં મોઢાં પરનો સંતોષ અને આનંદ જ છે એમનું મહેનતાણું.
જયેશ દવે
પ્રજ્ઞાબહેન ગાંધી: વંચિતોનાં વાણોતર, ભણાવવાનાં ભેખધારી

'વાત છે. બાવીસેક વર્ષ પહેલાંની. રજાના દિવસે હું મારા પતિ સાથે શહેરના એક બગીચામાં બેઠી હતી. થોડી વારમાં આઈસક્રીમ પ્યાલી, સીંગ-દાળિયાનાં પડીકાં, ફુગ્ગા અને પિપૂડાં વેચતાં બાળકો અમને ઘેરી વળ્યાં. શિક્ષકજીવ એટલે અનાયાસ જ પૂછ્યું: નિશાળે જાવ છો કે નહીં?

‘એક છોકરો તરત બોલ્યોઃ અમને કોણ ભણાવે? અને ભણવા જઈએ તો કામ કોણ કરે? જવાબ આપી એ છોકરો તો બીજાં બાળકો સાથે બીજા ઘરાક પાસે દોડી ગયો, પરંતુ મારા મનમાં વિચારો એનાથી પણ આગળ દોડવા લાગ્યા.

‘મેં મારા પતિની સામું જોયું અને કહ્યું કે મારે આજીવન શિક્ષિકા રહેવું છે અને આવાં બાળકોને ભણાવવાં છે. સામેથી આનંદભેર પણ સહમતિ મળી અને વંચિતોની વાણોતર બની મારી આ યાત્રા શરૂ કરી.’

ભાવનગરનાં પ્રજ્ઞાબહેન ગાંધી આ વાત કરે છે ત્યારે એમની આંખમાં ગજબનો સંતોષ જોવા મળે છે. પેલા બગીચાવાળી ઘડી ને આજનો દી, પ્રજ્ઞાબહેન ભાવનગર શહેરની ઝૂંપડપટ્ટીમાં રહેતાં અને શિક્ષણથી શહેરની સંકષ્ટીમાં રહેતાં અને શિયા વંચિત એવાં બાળકો માટે શિક્ષિકાનો ભેખ લઈને છેલ્લાં બાવીસ વર્ષથી કામ કરી રહ્યાં છે. શિક્ષિકા તરીકેની નોકરી છોડીને સેવાકીય શિક્ષિકા બની એ વંચિતોનાં વાણોતર એટલે કે ભણતરથી વંચિત બાળકોની સંભાળ લેનારાં વાલી બન્યાં છે. એમની બાલવાડીની શરૂઆત આમ તો બાળકોને શાળામાં પ્રવેશ અપાવવાથી થઈ.

પ્રિયદર્શિની સાથેની વાતચીતમાં પ્રજ્ઞાબહેન કહે છેઃ ‘વિચાર તો આવ્યો અને આ કરવું જ હતું, પરંતુ કઈ રીતે એ હજી સમજાતું નહોતું. પહેલાં ઝૂંપડપટ્ટીનાં બાળકોનાં સર્વેક્ષણનું કામ ચાલુ રાખ્યું અને બાળકોનાં ઘરે-ઘરે જઈને એમનાં કુટુંબની માહિતી મેળવી, એમના વાલીઓની મરજી જાણી. આ કામમાં મારી સાથે મારા પતિ પણ જોડાયા.’

この記事は Chitralekha Gujarati の September 12, 2022 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Chitralekha Gujarati の September 12, 2022 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。