માનવતાના મહિમાની પાઠશાળા
Chitralekha Gujarati|September 19, 2022
એનું નામ ભલે પાઠશાળા હોય, અહીં તો શ્રમિકોનાં બાળકો માટે રહેવા-જમવા સહિત ઘર જેવી વ્યવસ્થા છે!
નિતુલ ગજ્જર (વડોદરા)
માનવતાના મહિમાની પાઠશાળા

યુનિફૉર્મમાં સજ્જ વિદ્યાર્થીઓ, ખભે લટકતી સ્કૂલ બૅગ, બેન્ચ, નોટબુક, હોમવર્ક તપાસતા શિક્ષક, બેલ અને કદાચ જો બચ્યું હોય તો રમતનું મેદાન... આ છે શાળાની આપણી વર્ષો જૂની ઓળખ, પરંતુ સાવ એવું નથી.

વડોદરા નજીક સાવલી ગામ પાસે શ્રોતોશ્વિની ટ્રસ્ટ સંચાલિત પાઠશાળા આવેલી છે. નામ એનું ફક્ત પાઠશાળા છે, પરંતુ અહીં શિક્ષણ સાથે માનવતાનો પણ અનોખો દાખલો જોવા મળે છે. પાઠશાળા એ શિક્ષણસંસ્થા સાથોસાથ ૧૦૦ નિરાશ્રિત બાળકોનું ઘર પણ છે. અહીં એમને ભણતર સાથે ભોજન અને આશરો પણ આપવામાં આવે છે. દેખીતી રીતે પાઠશાળા એક પ્રકારની હૉસ્ટેલ છે, પરંતુ અહીં આવતાં બાળકો માટે તમામ સવલત વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

કામ માટે રઝળતા શ્રમજીવીનાં બાળકોને ભણતર મળી રહે એ કારણે જ ૨૦૧૯માં પાઠશાળાની શરૂઆત કરવામાં આવી હતી. આજે આ પાઠશાળામાં ૧૦૦ બાળકો રહે છે અને ભણતર મેળવે છે. આ બાળકોમાં મોટા ભાગનાં એવા પરિવારમાંથી આવે છે, જેમાં મા-બાપને કામ અર્થે એક જગ્યાએથી બીજે જવું પડતું હોય છે. એ સિવાય અમુક બાળકો એવાં પણ છે, જેમનાં માતા-પિતા હવે હયાત નથી.

પાઠશાળામાં આવતાં બાળકોને અહીં અનોખું વાતાવરણ મળી રહે છે. શહેરથી થોડે દૂર ગામડાની શુદ્ધ હવા વચ્ચે કોઈ બાળક અહીં એક વાર આવે એટલે પાઠશાળા જ એનું ઘર બની જાય છે, કારણ કે અહીં એના માટે રહેવા, જમવા, ભણવા અને છૂટથી રમવા માટેના વિકલ્પો ઉપલબ્ધ છે. પાઠશાળામાં બાળકોને બને એટલું વધુ વ્યવહારુ શિક્ષણ આપવામાં આવે છે, જેથી એ જીવનમાં દરેક પ્રકારના પડકાર ઝીલી શકે.

પાઠશાળાનો વિચાર સૌથી પહેલાં ત્યાંનાં ચરપર્સન જુઈન દત્તાને આવ્યો હતો.

この記事は Chitralekha Gujarati の September 19, 2022 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Chitralekha Gujarati の September 19, 2022 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。