આંખની રોશની છીનવાઈ છતાં લોકોનાં જીવનમાં એ પાથરે છે ઉજાસ
Chitralekha Gujarati|September 04, 2023
ગરીબીને કારણે ભણતર છૂટયું, નાની ઉંમરે કમાવાનું ચાલુ કર્યું, ગામ છોડી સુરત જઈ બૅન્કની પરીક્ષા આપી સારા પગારની નોકરી મેળવી, પણ એનાથી બીજાને મદદ નહીં થાય એમ વિચારી એ નોકરી છોડી દીધી. અનેક ધંધા કર્યા, ખભે માલ ઊંચકી ઊંચકીને ફેરી પણ કરી.. આટલાં કષ્ટ વેઠ્યાં, એ ઓછાં હોય એમ કુદરતે દૃષ્ટિ હણી લીધી. બીજો કોઈ માણસ હોય તો હિમ્મત હારી બેસે, પણ દિનેશ પંડ્યા જેમનું નામ. રાજકોટમાં વસતા આ સાહસિક જેમ-તેમ બેઠા થયા અને.. અત્યારે આ ‘મિરેકલ મૅન’ ત્રણ મોટી કંપનીનું સંચાલન કરી રહ્યા છે.
વિશેષ મુલાકાતઃ દેવેન્દ્ર જાની
આંખની રોશની છીનવાઈ છતાં લોકોનાં જીવનમાં એ પાથરે છે ઉજાસ

પ્રારબ્ધને અહીં ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું,

હું તેજ ઉછીનું લઉં નહીં, હું જાતે બળતું ફાનસ છું..

બસ, આવું કંઈક એમનું જીવન છે. માત્ર ૧૩ વર્ષની વય, પિતાની આવક રોકડા રૂપિયા ૪૦ અને ઘરના સાત લોકોનાં ભરણપોષણની જવાબદારી. આવા કપરા સંજોગોમાં પરિવારને આર્થિક મદદ કરવા સૌરાષ્ટ્રના નાનાએવા ગામમાં મસાલાવાળાં બટેટાં વેચી એણે બે-પાંચ પૈસા કમાવાનું શરૂ કર્યું. પછી તો નાનપણમાં જ ગરીબીને કારણે આ કિશોરને અભ્યાસ છોડવાની નોબત આવી. ગામડેથી પૈસા કમાવા એ સુરત જઈ પહોંચ્યો.

સખત મહેનત કરવા છતાં નસીબે સાથ ન આપ્યો ત્યારે ઈશ્વરને દોષ આપવાને બદલે આ યુવાન સતત ઝઝૂમતો રહ્યો. જો કે એક અણધારી ઘટનામાં એની બન્ને આંખની રોશની છીનવાઈ ગઈ. એના જીવનમાં અંધકાર છવાઈ ગયો, પરંતુ મજબૂત મનોબળનું અજવાળું તો એણે એવું પાથર્યું કે આજે એ હજારો લોકોનાં જીવનમાં પ્રકાશ રેલાવી રહ્યું છે.

આજે જે વ્યક્તિવિશેષની વાત કરવી છે એમનું નામ દિનેશ પંડ્યા. સૌરાષ્ટ્રના એક ગામમાં એમનું બાળપણ વીત્યું. યુવાની જ્યાં વીતી સંઘર્ષમાં જ વીતી. એમાં યુવાવયે આંખે અંધાપો આવ્યો. તેમ છતાં રાજકોટસ્થિત દિનેશભાઈ આજે ત્રણ મોટી કંપનીનું સંચાલન કરી રહ્યા છે. વર્ષે રૂપિયા ૮૦૦ કરોડનો એમનો બિઝનેસ છે અને એ મારફત સેંકડો લોકોને એ રોજગારી આપી રહ્યા છે,

મનગમતું કામ, સખત મહેનત અને સહજ કુદરતી દેન રૂપે મળેલી માર્કેટિંગની જબરી કળ.. આ ત્રણ એમના સંઘર્ષમય જીવનના પાયા છે, જેના આધારે દિનેશ પંડ્યાએ આજે એક સફળ ઉદ્યોગપતિ તરીકે ઓળખ ઊભી કરી છે. અલબત્ત, ત્રણ દાયકાના સંઘર્ષભર્યા જીવનને એ ભૂલ્યા નથી. એમના જીવનને જોઈએ તો કોઈ પણ વ્યક્તિ એવું કહ્યા વગર રહે નહીં કે વિધાતાને પણ ક્યારેય દયા નહીં આવી હોય તે એક માનવીને આટઆટલી શારીરિક અને માનસિક પીડા આપી? જો કે એક પછી એક આવતી રહેલી આફતને હસતા મોઢે એમણે સહન કરી એ પણ એક ચમત્કાર એટલે કે મિરેકલથી કમ નથી. જિંદગીની ગોલ્ડન જ્યુબિલી (૫૦ વર્ષ) ઊજવી રહેલા દિનેશ પંડ્યાના જીવન પર એક પુસ્તક લખાયું છે, જેનું ટાઈટલ જ છેઃ મિરેકલ મૅન!

વર્ષોની કઠોર મહેનત છતાં શરૂઆતમાં નિષ્ફળતા જ મળી, પણ એક વાર ચાડી દોડી એ પછી દિનેશભાઈએ અટકવાનું નામ લીધું નથી. આજે કુશળ સ્ટાફના સથવારે ઑર્મેનિક ખાતર તથા આયુર્વેદિક દવા બનાવતી એમની ત્રણ કંપની ધમધોકાર ચાલે છે.

この記事は Chitralekha Gujarati の September 04, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Chitralekha Gujarati の September 04, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

CHITRALEKHA GUJARATIのその他の記事すべて表示
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
Chitralekha Gujarati

મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.

ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.

time-read
4 分  |
November 25, 2024
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
Chitralekha Gujarati

અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?

શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.

time-read
3 分  |
November 25, 2024
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
Chitralekha Gujarati

ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.

રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.

time-read
4 分  |
November 25, 2024
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
Chitralekha Gujarati

ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!

ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.

time-read
3 分  |
November 25, 2024
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
Chitralekha Gujarati

લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?

આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.

time-read
3 分  |
November 18, 2024
અવગણવા જેવી નથી આ વ્યાધિ
Chitralekha Gujarati

અવગણવા જેવી નથી આ વ્યાધિ

ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...

time-read
3 分  |
November 18, 2024
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
Chitralekha Gujarati

મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની

દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?

time-read
2 分  |
November 18, 2024
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
Chitralekha Gujarati

પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!

સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.

time-read
3 分  |
November 18, 2024
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
Chitralekha Gujarati

વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ

ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.

time-read
1 min  |
November 18, 2024
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
Chitralekha Gujarati

હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...

વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.

time-read
5 分  |
November 18, 2024