![શહેરમાં તો ચકલી પણ ટેન્શનમાં જીવે છે! શહેરમાં તો ચકલી પણ ટેન્શનમાં જીવે છે!](https://cdn.magzter.com/Chitralekha Gujarati/1694095726/articles/Vcz4bweZC1695031112985/1695037883324.jpg)
ડિયર નૅચર,
એક આશ્ચર્ય મેં શહેરમાં દીઠું
ચીં ચીં કરતી ચકલીનું બચ્ચું દીઠું
જાણે એ પોતાની ફરિયાદ કરવા બેઠું
આજે મેં એક ચકલીનું બચ્ચું દીઠું.
કૌશિક દવેની આ કવિતા આપણા શહેરી વિકાસની કાળી બાજુને ઉજાગર કરે છે, કારણ કે વધતી વસતિ સાથે ગામમાંથી નગર અને નગરમાંથી શહેર બની રહ્યાં છે અને શહેરોમાં બહુમાળી ઈમારતો વધતી જાય છે. સાથે આપણા કેટલાક સાથી છૂટતા જાય છે. હજુ હમણાં સુધી આપણાં ઘરોમાં કેટલાંક પંખી માળો બનાવતાં હતાં. આજે એની ગેરહાજરી છે અને આપણે એની ગેરહાજરી ધ્યાનમાં પણ લેતા નથી. આ યાદીમાં સૌથી પહેલું નામ આવે છેઃ ચકલી.
ચકલી વિશેની વાર્તા આજે પણ છે. ચકલી વિશેનાં ગીતો આજેય છે. આપણે દીકરી નાની હોય ત્યારે આજેય એને ચકલી કહીને બોલાવીએ છીએ, પણ ચકલી હવે નજરે પડતી નથી. માણસો અને મકાનોની સંખ્યા વધતી જાય છે અને ચકલીની સંખ્યા ઘટતી જાય છે. કદી વિચાર્યું છે કે આવું શા માટે બને છે? પ્રકૃતિની આ અણમોલ ભેટ આપણા ઘરનું આંગણું છોડી ગઈ છે, કારણ કે આંગણું હોય એવાં ઘર જ રહ્યાં નથી. શહેરોમાં તો ઊંચી ઊંચી ઈમારતો જ જોવા મળે છે. વચ્ચે કોરોના કાળમાં ચકલીઓ ઘરમાં આવવા લાગી હતી. એનું કારણ એ કે ત્યારે શહેરોમાં માણસોની અવરજવર અને વાહનોના ઘોંઘાટને બદલે શાંતિ હતી, પણ કોરોના ગયો અને પાછું બધું રાબેતા મુજબ થઈ ગયું અને ચકલી પણ ફરી ગુમ થવા લાગી છે.
- અને હવે ચકલી ઘરમાં આવે તો આશ્ચર્ય થાય છે. દુનિયામાં ચકલીની ૨૬ જાત છે અને એમાં પાંચ-સાત જાત ભારતમાં જોવા મળે છે, પણ આપણો સંબંધ જેની સાથે રહ્યો છે એ છે ઘર ચકલી. એશિયા, આફ્રિકા અને યુરોપમાં આ ચકલી જોવા મળે છે. ટેનિસ બૉલથી પણ નાનું આ પંખી ચીં ચીં.. અવાજ કરતું હોય તો પરાણે વહાલું લાગે છે. જો કે શહેરોમાં સાચા અર્થમાં ઘર રહ્યાં નથી તો પછી ઘર ચકલી ક્યાં રહે?
この記事は Chitralekha Gujarati の September 18, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Chitralekha Gujarati の September 18, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
![ઈન્ફોર્મેશન ઈ ઓવરલોડઃ આપણે જાણકાર મૂર્ખ બની રહ્યા છીએ... ઈન્ફોર્મેશન ઈ ઓવરલોડઃ આપણે જાણકાર મૂર્ખ બની રહ્યા છીએ...](https://reseuro.magzter.com/100x125/articles/34/1926441/mO4mgWlo61734098104183/1734098742289.jpg)
ઈન્ફોર્મેશન ઈ ઓવરલોડઃ આપણે જાણકાર મૂર્ખ બની રહ્યા છીએ...
સમાચાર ચૅનલો, સોશિયલ મિડિયા, સિરિયલો અને ફિલ્મોનું કામ લોકોને ચોંકાવવાનું છે. લોકો ચોંકે તો એમાં વધુ ચોંટે. લોકો વધુ ચોંટે તો ઍડ્વર્ટાઈઝમેન્ટ્સ વધુ આવે. આપણા ચોંકવા અને ચોંટવા પાછળ અર્થશાસ્ત્ર કામ કરે છે. આપણે ચોંકવાને બદલે વિચાર કરતાં થઈએ એમાં આ ‘અર્થશાસ્ત્રી’ને રસ નથી.
![આ તો બકરું કાઢતાં ઊંટ પેસી જવાનું છે! આ તો બકરું કાઢતાં ઊંટ પેસી જવાનું છે!](https://reseuro.magzter.com/100x125/articles/34/1926441/R7ppcW4gg1734096909037/1734098032523.jpg)
આ તો બકરું કાઢતાં ઊંટ પેસી જવાનું છે!
કશ્મીર મુદ્દે ભારતની પડખે ઊભા રહેનારા ગણ્યાગાંઠ્યા મુસ્લિમ દેશોમાંના એક એવા સિરિયામાં સત્તાપલટો થયો છે. વર્ષો સુધી એક પરિવારે એની જોહુકમીથી તાબામાં રાખેલી પ્રજા અત્યારે તો ઉન્માદે ચડી છે, પણ ‘અલ-કાયદા’ જેવી જડ માનસિકતા ધરાવતા સંગઠન પાસેથી સિરિયન નાગરિકો શું અપેક્ષા રાખી શકશે?
![જસ્ટ એક મિનિટ... જસ્ટ એક મિનિટ...](https://reseuro.magzter.com/100x125/articles/34/1926441/bbw3lc-071734096323333/1734096862290.jpg)
જસ્ટ એક મિનિટ...
ખરેખર, આપવાનો આનંદ (joy of giving) એ કોઈ પણ માણસની સર્વશ્રેષ્ઠ અનુભૂતિ છે.
![લૂંટવા માટે બધા તૈયાર છે લૂંટવા માટે બધા તૈયાર છે](https://reseuro.magzter.com/100x125/articles/34/1926441/wurgk6FNy1734095416755/1734096286430.jpg)
લૂંટવા માટે બધા તૈયાર છે
લૂંટાવે છે બે હાથે, એ ઈશ્વર લૂંટી ગયા અકબંધ રાખી ખોળિયું જીવતર લૂંટી ગયા મારી કને જે કંઈ હતું, મારું સ્વમાન માત્ર વીંટી’તી એક માત્ર એ, ચાદર લૂંટી ગયા.
![કેવી હશે અમેરિકાની સંભવિત વેપારનીતિ અને એની અસર? કેવી હશે અમેરિકાની સંભવિત વેપારનીતિ અને એની અસર?](https://reseuro.magzter.com/100x125/articles/34/1918735/9RDeCTEae1733925077040/1733925694824.jpg)
કેવી હશે અમેરિકાની સંભવિત વેપારનીતિ અને એની અસર?
વરસ ૨૦૨૪ પૂર્ણતાના આરે છે ત્યારે આપણી નજર આવતા વરસ પર હોય એ સહજ છે. એમાંય વિશેષ ધ્યાન અમેરિકા અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર હશે. આ વખતે ટ્રમ્પ કંઈક વિશેષ આક્રમકતા સાથે સત્તા પર આવ્યા છે અને એમની નવી નીતિની અસર વિશ્વ-વેપાર પર થવાની શક્યતા ઊંચી છે, જેમાં ભારત માટે ક્યાંક ચિંતા અને ક્યાંક રાહતની ધારણા પણ છે.
![બિઝનેસમાં સેફ રહેવું હોય તો એક રહો... બિઝનેસમાં સેફ રહેવું હોય તો એક રહો...](https://reseuro.magzter.com/100x125/articles/34/1918735/89D0EungA1733919973633/1733925008406.jpg)
બિઝનેસમાં સેફ રહેવું હોય તો એક રહો...
પ્રાચીન ભારતમાં શ્રેષ્ઠી તરીકે ઓળખાતા સનાતની વેપારીઓનો વિશ્વ-વેપારમાં ૩૫ ટકા હિસ્સો હતો, જે કાલાંતરે ઘટીને એક ટકો થઈ ગયો. વૈશ્વિક વેપારમાં ચીન છવાતું ગયું અને વેપાર-ધંધા કરતી પરંપરાગત હિંદુ જ્ઞાતિના પ્રતિભાસંપન્ન યુવાનો મલ્ટિનૅશનલ કંપનીઓના કર્મચારી બનવા માંડ્યા. આ વાસ્તવિકતા વચ્ચે ૧૪ વર્ષ પહેલાં સ્થપાયેલી ‘વર્લ્ડ હિંદુ ઈકોનોમિક ફોરમે’ દુનિયાઆખીના હિંદુ ધંધાર્થી, આન્ત્રપ્રેન્યૉર્સ, ઉદ્યોગપતિ વચ્ચે સાથ-સહકાર વધારવાનું કામ સફળતાથી કર્યું છે.
![સ્ત્રીને માતા બનાવતા આ કૌભાંડની જાણ છે તમને? સ્ત્રીને માતા બનાવતા આ કૌભાંડની જાણ છે તમને?](https://reseuro.magzter.com/100x125/articles/34/1918735/kmXVOp4ha1733918942394/1733919959013.jpg)
સ્ત્રીને માતા બનાવતા આ કૌભાંડની જાણ છે તમને?
સંતાનવિહોણી મહિલા અપમાનથી બચવા અજાણતાં અંધશ્રદ્ધાનો આશરો લે ત્યારે...
![રોનોર્મલ યુટેરાઈન બ્લીડિંગઃ ચાલીસીની સમસ્યા રોનોર્મલ યુટેરાઈન બ્લીડિંગઃ ચાલીસીની સમસ્યા](https://reseuro.magzter.com/100x125/articles/34/1918735/2jlT3LZZu1733918434615/1733918874259.jpg)
રોનોર્મલ યુટેરાઈન બ્લીડિંગઃ ચાલીસીની સમસ્યા
પંદરથી પચાસ સુધીની કોઈ પણ સ્ત્રીને આ પીડા થઈ શકે, પણ મેનોપોઝ નજીક આવે એમ એની શક્યતા વધે છે.
![શિયાળામાં માણો, લાજવાબ સ્વાદની મજા શિયાળામાં માણો, લાજવાબ સ્વાદની મજા](https://reseuro.magzter.com/100x125/articles/34/1918735/5gaQBJj9N1733917686284/1733918397169.jpg)
શિયાળામાં માણો, લાજવાબ સ્વાદની મજા
ઠંડી જામવામાં છે ત્યારે કરકરી લીલવાની કચોરીની લહેજત લેવા જેવી છે.
![આ ગુજ઼રાતી અભિનેત્રી તો છે ખરી નીલમ આ ગુજ઼રાતી અભિનેત્રી તો છે ખરી નીલમ](https://reseuro.magzter.com/100x125/articles/34/1918735/y4XBikX9W1733902097084/1733902694092.jpg)
આ ગુજ઼રાતી અભિનેત્રી તો છે ખરી નીલમ
ફિલ્મકલાકારોની અંગત જિંદગીમાં ડોકિયું કરીએ તો સમજાય કે એમનાં સંઘર્ષ, સપનાં અને આવશ્યકતા આપણા જેવા કૉમન મૅનથી કંઈ બહુ જુદાં હોતાં નથી. અમદાવાદમાં એક વિધવાની ચારમાંથી સૌથી નાની દીકરી જીદ કરીને ઑડિશન આપવા માટે દૂરના સ્થળે ચાલીને ગઈ. કામ મળે તો પરિવારને આર્થિક ટેકો રહે એ ગણતરી. કામ મળ્યું પણ ખરું અને એ દીકરીએ અભિનયની દુનિયામાં નવાં કીર્તિમાન પણ રચ્યાં.