આ છે સમાજ માટે સમાજ સામે સતત લડતાં સાચાં નાયક
Chitralekha Gujarati|March 18, 2024
વિશ્વભરમાં આઠ માર્ચે મહિલા દિનની ઉજવણી કરવામાં આવે છે, જેમાં મહિલાઓની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય સિદ્ધિની વાતો થાય છે. આજે એક એવી સ્ત્રીની વાત કરવી છે જેણે પોતાના સમાજની મહિલાઓ ભણીને અને ઘરની બહાર નીકળીને પગભર થાય તથા લોકો વ્યસનમુક્ત બને એ માટે પોતાના સમાજની સામે જ અવાજ ઉઠાવ્યો છે. 
હેતલ રાવ
આ છે સમાજ માટે સમાજ સામે સતત લડતાં સાચાં નાયક

જાણિયા સમાજ એટલે એવો સમાજ જ્યાં કોઈ ઘરની દીકરી ઝાઝો અભ્યાસ ન કરે, નાની ઉંમરે જ એનાં લગ્ન થઈ જાય. ઘરની પુત્રવધૂએ લાંબા ઘૂંઘટમાં રહેવાનું. નોકરી કરવા જવાની એને છૂટ નહીં. બીજા લોકોનાં ઘરકામ કરવા જવાનું હોય તો લાંબી લાજ કાઢીને. આવા માહોલમાં એક દીકરીએ પોતાના સમાજને મુખ્ય પ્રવાહમાં લાવવાનાં સપનાં જોયાં, એના માટે જબરો સંઘર્ષ કર્યો અને સફળતા પણ મેળવી.

વાત છે અમદાવાદમાં રહેતાં મધુબહેન નાયકની. ૪૫ વર્ષનાં મધુબહેન નાયક (બજાણિયા)નું બાળપણ અમદાવાદની ઝૂંપડપટ્ટીમાં વીત્યું. જો કે મધુના વિચાર બહુ ઊંચ્ચા. કહો કે આકાશને આંબવાના વિચાર. પિતા શંકરભાઈ રિક્ષા ચલાવે, માતા વાલીબહેન બંગલામાં કામ કરવા જાય.

છ ભાઈ–બહેનોમાં મધુ પાંચમા નંબરની, પણ ઘરમાં જાણે એનું જ ચાલે. એ કહે એમ જ ઘરના લોકો કરે. પિતા અને ભાઈઓને મધુએ સ્પષ્ટ કહ્યું હતું કે હું ખૂબ ભણીશ અને આપણા સમાજ માટે ખૂબ કામ કરીશ. એ શબ્દો પરિવારને સાંભળવા ગમતા, પણ એ શબ્દો માત્ર વિચારો બનીને જ રહી ગયા. મધુ બાર વર્ષની હતી ત્યારથી જ એનાં લગ્નની વાત થવા લાગી. આમેય બજાણિયા સમાજમાં દીકરીને નાની ઉંમરે પરણાવી દેવાનો રિવાજ.

પિતા અને ભાઈઓએ મધુનાં લગ્ન માટે સમાજ તરફથી થતું દબાણ ખાળીને એને આઠમા ધોરણ સુધી અભ્યાસ કરાવ્યો, પણ હવે તો લગ્ન લેવાં જ પડે એવું હતું. સમાજના મોભી લોકોનું ફરમાન આવી ગયું હતું કે હવે બહુ થયું, એને વળાવવાની તૈયારી કરો. અંતે પરિવારે રહેવાનું તો સમાજમાં હતું. તોય મધુએ જેમતેમ એક વર્ષ ખેંચ્યું. નવમા ધોરણની પરીક્ષા પૂરી થઈ એના બીજા જ દિવસે મધુનાં લગ્ન લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા મોહનભાઈ નાયક સાથે થઈ ગયાં.

હવે મધુબહેન લગ્ન કરી સાસરીમાં આવી ગયાં. ઘણાં અરમાન સાથે એમણે નાયક પરિવારમા પગલાં પાડ્યાં. પોતાની અભ્યાસની ઈચ્છા પણ વ્યક્ત કરી, પરંતુ ફરી સમાજનો બાધ આડે આવ્યો. મધુબહેનનાં સપનાં જાણે વગર પાંખે ઊડી ગયાં અથવા તો એમ કહો, સપનાંની પાંખો કપાઈ ગઈ.

પછી તો મધુબહેનનું જીવન ચાર દીવાલોની વચ્ચે કેદ થઈને રહી ગયું, છતાં પણ એ એમ વિચારતાં કે ક્યારેક તો એ દિવસ આવશે જ્યારે હું ઘરની બહાર નીકળી મારા સમાજ માટે કંઈક કરીશ... એ અરસામાં એમને સારા દિવસો રહ્યા. પ્રથમ પુત્રનો જન્મ થયો, પછી દીકરી અને પછી ફરી એક વાર પુત્રને જન્મ આપ્યો.

この記事は Chitralekha Gujarati の March 18, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Chitralekha Gujarati の March 18, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

CHITRALEKHA GUJARATIのその他の記事すべて表示
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.

time-read
1 min  |
January 13, 2025
સમયના ખેલ છે ન્યારા
Chitralekha Gujarati

સમયના ખેલ છે ન્યારા

સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.

time-read
2 分  |
January 13, 2025
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
Chitralekha Gujarati

મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના

પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...

time-read
3 分  |
January 06, 2025
નવું વર્ષ... નવી શરૂઆાત
Chitralekha Gujarati

નવું વર્ષ... નવી શરૂઆાત

બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર

time-read
2 分  |
January 06, 2025
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
Chitralekha Gujarati

ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?

શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.

time-read
2 分  |
January 06, 2025
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
Chitralekha Gujarati

પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!

જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.

time-read
4 分  |
January 06, 2025
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
Chitralekha Gujarati

જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર

જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.

time-read
4 分  |
January 06, 2025
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
Chitralekha Gujarati

ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?

૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?

time-read
4 分  |
January 06, 2025
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
Chitralekha Gujarati

લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?

ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!

time-read
6 分  |
January 06, 2025
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
Chitralekha Gujarati

પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા

આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.

time-read
5 分  |
January 06, 2025