થાબડી પેંડા છે આ ગામની ઓળખ
Chitralekha Gujarati|March 25, 2024
વરસના કોઈ પણ દિવસે અહીં રસ્તાની બન્ને બાજુ પથરાયેલી દુકાનબહાર ભઠ્ઠી પર કોઈ ને કોઈ તાવડામાં દૂધ ઉકાળતું દેખાય. એની સુગંધ એવી કે મોંમાં પાણી આવ્યા વગર રહે નહીં. સાડી ઉદ્યોગ માટે જાણીતા જેતપુર પાસેના નાનકડા દેવકી ગાલોળ ગામના અનેક પરિવાર માત્ર પેંડાના વેપાર પર નભે છે.
દેવેન્દ્ર જાની (રાજકોટ)
થાબડી પેંડા છે આ ગામની ઓળખ

પેંડા... આ નામ પડે એટલે ભલભલાને ઘડીભર (ડાયાબિટીસ જેવી વ્યાધિ ભૂલીને પણ...) એ આરોગવાની ઈચ્છા થઈ જાય, કારણ કે આ આઈટેમ જ એવી છે. કોઈ પણ શુભ પ્રસંગ આવે એટલે ગુજરાતીઓ ગળ્યું મોઢું કરવા (અને કરાવવા) માટે પેંડા ખરીદવા ઉતાવળા થઈ જાય. આમ જોઈએ તો પેંડા માટે હવે કોઈ પ્રસંગની પણ જરૂર રહી નથી. ઘણા લોકો એમ ને એમ, મીઠાઈની દુકાને ઊભા ઊભા પણ પેંડા પેટમાં પધરાવી લે છે. સૌરાષ્ટ્રમાં તો પેંડાને કારણે કેટલાંક ગામોની ઓળખ બદલાઈ ગઈ છે, જેમ કે રજવાડી પેંડાની ચર્ચા નીકળે એટલે કુવાડવા યાદ આવે. જો કે અહીં વાત છે થાબડી પેંડાથી ઓળખાતા એક ગામની.

રાજકોટથી પરબધામ જવા જેતપુરથી એક રસ્તો અલગ પડે છે. એ રસ્તે આશરે ૨૦ કિલોમીટર આગળ વધો એટલે વળાંકમાં દેવકી ગાલોળ ગામનું પાટિયું આવે. ગામના પાદરમાં જ સડકની બન્ને બાજુ ભઠ્ઠી પર મોટા તાવડામાંથી ધુમાડા નીકળતા જોવા મળે. રસ્તાની બન્ને તરફ પથરાયેલી દુકાનોમાં એકસરખું દશ્ય. પહેલી વાર અહીં આવે તો કોઈને પણ અચરજ થાયઃ આટલી બધી દુકાનની ભઠ્ઠી પર એવું તે શું બનતું હશે? પણ થોડી ક્ષણમાં મસ્ત મજાની સુગંધ જ એ અચરજનો ઉત્તર વાળી દે. તેમ છતાં કુતૂહલવશ કોઈ વેપારીને પૂછીએ તો તરત જવાબ મળેઃ થાબડી પેંડા!

હા, ગામના પાદરમાં જ અનેક વેપારી થાબડી પેંડા બનાવે છે. આખો દિવસ તાવડામાં દૂધને ઉકાળીને પેંડા બનાવવાનું કામ અહીં ચાલે છે. ગીર, સતાધાર કે પરબ જતા લોકો આ ગામની પાદરમાં ઊભા રહીને થાબડી પેંડાનો સ્વાદ માણે છે અને ઘર માટે પણ લઈ જાય છે.

この記事は Chitralekha Gujarati の March 25, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Chitralekha Gujarati の March 25, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

CHITRALEKHA GUJARATIのその他の記事すべて表示
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
Chitralekha Gujarati

મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના

પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...

time-read
3 分  |
January 06, 2025
નવું વર્ષ... નવી શરૂઆાત
Chitralekha Gujarati

નવું વર્ષ... નવી શરૂઆાત

બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર

time-read
2 分  |
January 06, 2025
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
Chitralekha Gujarati

ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?

શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.

time-read
2 分  |
January 06, 2025
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
Chitralekha Gujarati

પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!

જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.

time-read
4 分  |
January 06, 2025
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
Chitralekha Gujarati

જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર

જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.

time-read
4 分  |
January 06, 2025
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
Chitralekha Gujarati

ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?

૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?

time-read
4 分  |
January 06, 2025
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
Chitralekha Gujarati

લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?

ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!

time-read
6 分  |
January 06, 2025
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
Chitralekha Gujarati

પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા

આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.

time-read
5 分  |
January 06, 2025
માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!
Chitralekha Gujarati

માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!

નવજાત શિશુનો પહેલો આહાર એટલે એની જનેતાનું દૂધ. એ દૂધ જે બાળક માટે અનેક વ્યાધિ સામેનું ટૉનિક પણ છે. જો કે હવે એવો દાવો કરી શકાય એમ નથી. હવા અને પાણીમાં ઠલવાતાં વિષારી તત્ત્વો તથા કેમિકલ્સ કોઈ ને કોઈ રીતે આપણા શરીરમાં પહોંચે છે. એ પ્રમાણ એટલું વધી ગયું છે કે એનાથી તો હવે માતાનું દૂધ સુદ્ધાં અભડાઈ ગયું છે.

time-read
4 分  |
January 06, 2025
સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું
Chitralekha Gujarati

સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું

સામાજિક નિસબત સાથે લલિત સાહિત્યનું સંતુલન જાળવી સાતત્યથી સર્જન કરતાં હિમાંશી શેલતને પ્રતિષ્ઠિત ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર' જાહેર થયો છે ત્યારે આ...

time-read
2 分  |
January 06, 2025