યે દિલ માંગે મોર..., કુછ મીઠા હો જાયે..., નયે ભારત કી નયી તસવીર..., ક્યોંકિ હર એક ફ્રેન્ડ જરૂરી હોતા હૈ... આ કેટલીક અતિ જાણીતી બનેલી ટીવી કે પ્રિન્ટ જાહેરાતોની કૅચલાઈન ઓછા શબ્દોમાં લાગણી વ્યક્ત કરતી છે. બહુ હોવાને કારણે જ આવી ચોટડૂક પંક્તિ આપણામાંથી ઘણાને આજેય યાદ હશે.
ચૂંટણીસૂત્રોનું પણ એવું જ છે. ભલે હોય એ શબ્દોની રમત, પણ મતદારો પર એ જબરો જાદુ કરી જાય છે. સૂત્રોની પોતાની એક ઊર્જા હોય છે, જે મતદારોને આકર્ષે છે. આ વાત રાજકીય પક્ષો ખૂબ સારી રીતે સમજે છે અને એટલે જ ચૂંટણીપ્રચાર શરૂ થતાંની સાથે જ રાજકીય પક્ષો એના કાર્યકરો અને મતદારોને નવાં સૂત્રો દ્વારા ઉત્સાહિત કરવાનું શરૂ કરી દે છે.
૧૯૮૪માં તત્કાલીન વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા પછી યોજાયેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે જુદાં જુદાં સ્લોગન અને જાહેરાતો દ્વારા જ દેશભરમાં સહાનુભૂતિનો એવો માહોલ જમાવી દીધેલો કે એના આધારે પક્ષને ૫૪૨માંથી ૪૦૦થી વધુ બેઠકો મળી. ભાજપે પણ આ વખતે ૪૦૦ પાનું જ ટાર્ગેટ રાખ્યું છે ને? ભાજપનું પ્રચારકાર્ય સંભાળનારા આમ પણ આ બાબતમાં બહુ હોશિયાર છે. એમને ખબર છે કે અત્યારે પણ મોદીના નામના સિક્કા પડે છે એટલે ભાજપ તરફથી આવતાં મોટા ભાગનાં સ્લોગન મોદી-કેન્દ્રિત જ હોય છે, જેમ કે મોદી કી ગારન્ટી!
૨૦૧૪ અને ૨૦૧૯ની જેમ આ વર્ષે પણ ભાજપે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર સ્લોગન તૈયાર કર્યાં છે. ૨૦૧૪માં ભાજપે સૂત્ર આપ્યું હતું: અબ કી બાર મોદી સરકાર... જે કામ પણ કરી ગયું. (બીજી તરફ કોંગ્રેસનું સૂત્ર હતું: હર હાથ તરક્કી, હર હાથ શક્તિ). ૨૦૧૯માં ભાજપે સૂત્ર આપ્યું: મોદી હૈ તો મુમકિન હૈ તથા અબ કી બાર ફિર મોદી સરકાર. હવે ૨૦૨૪ની લોકસભા ચૂંટણી માટે ભાજપનું સૂત્ર છેઃ તીસરી બાર મોદી સરકાર, અબ કી બાર ૪૦૦ પાર. ભાજપનો દાવો છે કે આ વખતે સૌથી વધુ સીટ્સ મેળવીને એ કોંગ્રેસનો રેકૉર્ડ તોડીને દેશમાં સ્પષ્ટ બહુમતી મેળવશે.
この記事は Chitralekha Gujarati の April 22 , 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Chitralekha Gujarati の April 22 , 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.