કાંઈ તડકા પડે છે, બાપ!
Chitralekha Gujarati|May 06, 2024
માથાં ફાડી નાખે અને શરીર બાળી નાખે એવી ગરમી પડી રહી છે અને દિવસે દિવસે-વર્ષે વર્ષે એનું પ્રમાણ વધી રહ્યું છે. પ્રાકૃતિક કારણ તો ખરાં, પરંતુ ઝાડો કાપી કાપીને આપણે ધરતી માતાને બોકડી કરી નાખી છે એટલે વધુ જવાબદાર કોણ એ નક્કી કરવું મુશ્કેલ નથી.
કૌશિક મહેતા
કાંઈ તડકા પડે છે, બાપ!

ડિયર નૅચર,

સૌમ્ય જોશીની એક રચના છેઃ

કેટલાક તડકા કેટલા આકરા હોય 

ગયાના ગયા ઉનાળે તૂટી ગયાં એનાં ચપ્પલ.

હવે,

કચ્ચીને દાઝ કાઢતી કપચી પર,

છેલ્લા સેમે પાણી ના પાયેલું ગળું લઈને,

મેલા હાથની કાળી રેખાઓવાળી મુઠ્ઠીમાં સાચવેલા એડરેશના જોરે,

ચસ્માવાળા કોલેઝિયને બતાયેલા રસ્તે,

એ પહોંચે છે બંગલે,

ને માદરબખત સૂરજ ને એના ખુલ્લા માથા વચ્ચે બે મિનિટ માટે આવે છે ઘઉંની ગૂણ,

કેટલાક છાંયડા કેટલા ભારે હોય છે.

મજૂર હોય કે મહાજન, બધા પરેશાન છે કાળઝાળ ગરમીથી. હા, કેટલાક પાસે સગવડ છે એસીની, પણ એનાથીય તાપમાન વધે છે ને! અમદાવાદમાં કોઈ ઑફિસમાં જાવ તો એક જ સૂરે કહેવામાં આવે છે, એવી ગરમી પડે છે કે એસી વિના તો રહી જ શકાય એમ નથી... પણ ઑફિસમાં કે ઘરના રૂમમાં એસીની જે ઠંડક મળે છે એનાથી બહારનું વાતાવરણ વધુ ગરમ થાય છે એનું શું? એમાં આગાહી થઈ છે કે ૨૦૨૪નું વર્ષ આ પૃથ્વી પરનું સૌથી ગરમ વર્ષ રહેવાનું છે. હવામાન વિભાગની આગાહી સામાન્ય સંજોગોમાં સાવ સાચી પડતી હોતી નથી. જો કે આ વર્ષે એપ્રિલમાં જે રીતે તાપમાનનો પારો કોઈ ગુસ્સાવાળા માણસના આકરા સ્વભાવ જેટલો જ ગરમ થયો છે એના પરથી લાગે છે કે આ વેળા ગરમીથી જલદી છુટકારો મળવાનો નથી. એમાં પાછી લોકસભાની ચૂંટણીની ગરમીય ભળી છે.

અહેવાલ તો એવા છે કે હમણાંનો માર્ચ છેલ્લાં ૪૮ વર્ષમાં સૌથી ગરમ રહ્યો, પણ એપ્રિલ એના રેકૉર્ડ તોડી રહ્યો છે. મુંબઈ જેવા શહેરમાં પણ તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે. વળી, ગરમીના દિવસો પણ વધે છે એટલે કે ઉનાળાની મુદત લાંબી થઈ રહી છે. બે-પાંચથી દસ દિવસ સુધી એકધારું તાપમાન ૪૦ ડિગ્રી આસપાસ રહે એવું આ ઉનાળામાં બનવાનું છે. અગાઉનાં વર્ષોની સરેરાશ કરતાં ૧.૩૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધ્યું છે અને સમુદ્રની સપાટી પરનું તાપમાન પણ એક ડિગ્રી સેલ્સિયસ જેટલું વધ્યું છે.

この記事は Chitralekha Gujarati の May 06, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Chitralekha Gujarati の May 06, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

CHITRALEKHA GUJARATIのその他の記事すべて表示
ગરબા સંગે ડાકલાં પણ ગુંજે
Chitralekha Gujarati

ગરબા સંગે ડાકલાં પણ ગુંજે

દેવીની ઉપાસના માટે ડાકલાંનો ગેબી નાદ, આહવાન માટે હાકોટા અને ભૂવા ધૂણવાની પરંપરા હવે ગરબાના મંચ સુધી પહોંચ્યાં છે. સૌમ્ય ભક્તિના માતાજીના ગરબાની જેમ રૌદ્ર ઉપાસનાનાં દેવી માનાં ડાકલાંગીતનાં મ્યુઝિક આલબમ વધી રહ્યાં છે. આવો, મેળવીએ ડાકલાંનો પરિચય.

time-read
5 分  |
October 14, 2024
અંગદાન કરનારા અને લેનારામાં છે આવો ભેદભાવ
Chitralekha Gujarati

અંગદાન કરનારા અને લેનારામાં છે આવો ભેદભાવ

સ્ત્રી કરતાં પુરુષ અનેક વાતે ચઢિયાતા ગણાય છે તો ઑર્ગન ડોનેશનમાં કેમ પાછળ છે?

time-read
3 分  |
October 14, 2024
શક્તિની ઉપાસના સાથે માતાજીને ધરાવો આ પ્રસાદ
Chitralekha Gujarati

શક્તિની ઉપાસના સાથે માતાજીને ધરાવો આ પ્રસાદ

કઈ રીતે બનાવશો અંબે માને પસંદ એવી મલાઈ માવા સુખડી?

time-read
2 分  |
October 14, 2024
ભડકીલા રંગની લિસ્ટિનો લાલચટક વિવાદ
Chitralekha Gujarati

ભડકીલા રંગની લિસ્ટિનો લાલચટક વિવાદ

સદીઓથી આજ સુધી મહિલાના સૌંદર્યપ્રસાધનની આ અનિવાર્ય આઈટેમને કારણે એક મહિલાની નોકરી જોખમમાં આવી પડતાં એ વિવાદનું કારણ બની છે.

time-read
7 分  |
October 14, 2024
રાઈનો પહાડ ના કરવો...
Chitralekha Gujarati

રાઈનો પહાડ ના કરવો...

મોટા સુખની નાની ચાવી શાંતિનો આધાર તમારી પાસે વિકલ્પ પસંદ કરવાની અને આસપાસની સ્થિતિને નિયંત્રિત કરવાની કેટલી સ્વતંત્રતા છે એના પર છે. હું કયા સંઘર્ષનો સ્વીકાર કરું અને કઈ માથાકૂટને દૂર રાખું એ નક્કી કરવાની છૂટ હોય એ મારી શાંતિ માટેની પૂર્વશરત છે. જે સંઘર્ષ સાર્થક છે એ શાંતિનો અનુભવ કરાવે. જે સંઘર્ષ નિરર્થક છે એ અશાંતિ આપે.

time-read
5 分  |
October 14, 2024
એક શિક્ષકની બદલીએ ગામને હિબકે ચડાવ્યું!
Chitralekha Gujarati

એક શિક્ષકની બદલીએ ગામને હિબકે ચડાવ્યું!

ઘોડે બેસાડી રાઘવ કટકિયાને વિદાય આપનારા મિતિયાળાવાસીઓ ધ્રૂસકે ધ્રૂસકે રડ્યા.

time-read
3 分  |
October 14, 2024
ઈઝરાયલનો પ્રતિશોધ ક્યાં અટકશે?
Chitralekha Gujarati

ઈઝરાયલનો પ્રતિશોધ ક્યાં અટકશે?

ગાઝા પટ્ટીથી થયેલા હુમલાને એક વર્ષ થવા આવ્યું છે ત્યારે ઈઝરાયલ આદું ખાઈને ઈસ્લામી આતંકી સંગઠનોની પાછળ પડ્યું છે. આ જૂથોના જે આગેવાન જ્યાં હાથમાં આવે ત્યાં એને ખતમ કરવા માટે ઈઝરાયલ મોટાં જોખમ પણ લઈ રહ્યું છે. ઈઝરાયલનું ઝનૂન જોતાં લાગે છે કે એનો જંગ ઝટ પૂરો નહીં થાય.

time-read
3 分  |
October 14, 2024
જસ્ટ, એક મિનિટ.
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ.

પસંદગી કરવાનું આપણા હાથમાં છે. સુખી થવાનો એ મહામાર્ગ છે.

time-read
1 min  |
Chitralekha Gujarati - 14 October, 2024
પ્રશંસા અને ટીકાની વચ્ચે
Chitralekha Gujarati

પ્રશંસા અને ટીકાની વચ્ચે

જીવનમાં કેટલું હજી કરવાનું બાકી છે દુનિયાની દાદ કે ટીકા માટે વખત નથી.

time-read
2 分  |
Chitralekha Gujarati - 14 October, 2024
ઈસ્ટ યા વેસ્ટ, ઈન્વેસ્ટમેન્ટ માટે ઈન્ડિયા ઈઝ બેસ્ટ...
Chitralekha Gujarati

ઈસ્ટ યા વેસ્ટ, ઈન્વેસ્ટમેન્ટ માટે ઈન્ડિયા ઈઝ બેસ્ટ...

વિદેશી ઈન્વેસ્ટર્સ શા માટે ભારતીય માર્કેટમાં એમનું રોકાણ વધારી રહ્યા છે? એનો જવાબ ભારતીય રોકાણકારોએ ખાસ જાણવો જોઈએ. વૈશ્વિક પરિબળો પણ ચોક્કસ સંકેત આપતાં રહ્યાં છે. આ જવાબની કેટલીક પાયાની બાબત સમજીએ...

time-read
2 分  |
October 07, 2024