![પાઠ્યપુસ્તકો પસ્તીમાં ન પધરાવો... સાવધાન!](https://cdn.magzter.com/Chitralekha Gujarati/1716453640/articles/qq5I0f_gO1717160189082/1717161794645.jpg)
જૂનું એટલે સોનું... એવું આપણે બોલીએ છીએ. હવે વિચારો કે એક વર્ષના અભ્યાસ બાદ વિદ્યાર્થીઓ માટે એ વર્ષની ટેક્સ્ટ બુક જૂની થઈ ગઈ તો એ સોનું ગણાય?
જો એ બધાં પાઠ્યપુસ્તકો પસ્તીભેગાં થાય તો તો સોનું ન જ ગણાય, પણ હા, પછીના વર્ષે એ પુસ્તકો પાઈપૈસો લીધા વગર કોઈ જરૂરતમંદ વિદ્યાર્થી સુધી પહોંચાડવામાં આવે તો એ પણ જરૂર સોનું ગણાય, વિદ્યા રૂપી સોનું!
દેશમાં ઘણે ઠેકાણે કોઈ ને કોઈ વિદ્યાર્થી પાસેથી મેળવેલાં એનાં આગલા વર્ષનાં પાઠ્યપુસ્તકો બીજા સ્ટુડન્ટ્સને આપવાની પ્રવૃત્તિ ચાલે છે. ઉનાળાના વૅકેશનમાં, જ્યારે શૈક્ષણિક વર્ષ બદલાતું હોય ત્યારે જેની પરીક્ષા પૂરી થઈ હોય એ વિદ્યાર્થી એનાં પુસ્તક (ટેક્સ્ટ બુક્સ) કોઈ સંસ્થા કે બુક બૅન્કને આપી જાય. બુક બૅન્કના કાર્યકરો પછી એ પુસ્તકો જરૂરતમંદ વિદ્યાર્થીને આપે, એવી અપેક્ષા સાથે કે એ વિદ્યાર્થી જતનપૂર્વક પુસ્તકો વાપરશે અને પછીના વર્ષે પોતાની જેમ બીજું કોઈ જરૂરતમંદ બાળક ઉપયોગમાં લઈ શકે એ માટે પુસ્તકો પાછાં આપી જશે.
પ્લાસ્ટિકના રિ-યુઝની વાત તો હમણાં હમણાં આપણે સાંભળીએ છીએ, પણ પુસ્તકોનો આવો રિ-યુઝ વર્ષોથી થતો આવ્યો છે. ગરીબ કે મધ્યમ વર્ગનાં ઘણાં બાળકો આ જ રીતે બુક બૅન્કમાંથી પુસ્તકો મેળવીને ભણ્યાં હશે. ચાલો, અત્યારે ગુજરાતમાં ચાલતી આ પ્રવૃત્તિની ઝલક મેળવીએ...
‘એક દિવસ હું રાજકોટના રોડ પર પસાર થતો હતો ત્યારે એક ભાઈ રેંકડી લઈને નીકળ્યા. રેંકડીમાં જોયું તો પુસ્તકો પડ્યાં હતાં. રેંકડીવાળાને પૂછ્યું તો ખબર પડી કે માત્ર ૨૫૦ જેટલી નજીવી કિંમતમાં કોઈએ આ પુસ્તકો વેચ્યાં હતાં, જે બજારમાં નવાં લેવા જઈએ તો ત્રણેક હજાર રૂપિયા થાય. આ દશ્ય જોઈ હું વિચારતો હું થઈ ગયો અને આ વિચારબીજમાંથી અમે શરૂ કર્યો છે, કર્યો છે, પુસ્તક સેવાયજ્ઞ...’
この記事は Chitralekha Gujarati の June 03, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Chitralekha Gujarati の June 03, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
![છવાઈ ગયા બચ્ચન...](https://reseuro.magzter.com/100x125/articles/34/1731857/-mLc7TyFb1718980969455/1718981972537.jpg)
છવાઈ ગયા બચ્ચન...
દીપિકા પદુકોણ-પ્રભાસ-અમિતાભ બચ્ચન 'કલ્કિ ર૮૯૮’માં.
![સાવધાન... પોલીસ હવે આકાશમાંથી રાખે છે તમારા પર નજર](https://reseuro.magzter.com/100x125/articles/34/1731857/zD-uhhGaS1718980074108/1718981137945.jpg)
સાવધાન... પોલીસ હવે આકાશમાંથી રાખે છે તમારા પર નજર
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ મોનિટરિંગ અને ડિટેક્શન સિસ્ટમ સાથે સજ્જ થઈ રહ્યું છે ભારત.
![અનવૉન્ટેડ બાળક પેદા જ ન થાય તો?](https://reseuro.magzter.com/100x125/articles/34/1731857/yoQdv2yEA1718977973242/1718978978826.jpg)
અનવૉન્ટેડ બાળક પેદા જ ન થાય તો?
પોતાની મરજીથી ગર્ભધારણ કર્યા પછી સ્ત્રીનો વિચાર બદલાઈ જાય ત્યારે...
![બધી ગાંઠ કૅન્સરની ન પણ હોય...](https://reseuro.magzter.com/100x125/articles/34/1731857/zeukmAkNW1718974501718/1718976129791.jpg)
બધી ગાંઠ કૅન્સરની ન પણ હોય...
બાળકના જન્મ પછી ‘આ’ સમસ્યા થાય તો કરવું શું? જવાબ છે, ફિકર તો ન જ કરવી. કારણ, તમે એકલાં નથી.
![ઘરને કો તૈયાર... અંદરથી અને બહારથી...](https://reseuro.magzter.com/100x125/articles/34/1731857/99AKTzeaX1718973765092/1718974485632.jpg)
ઘરને કો તૈયાર... અંદરથી અને બહારથી...
ચોમાસાનો આનંદ માણવો હોય તો આટલી તકેદારી લો અત્યારે જ!
![ડર લાગે, સૂગ રાડે... પણ કામ તો કરવાનું જ ને?](https://reseuro.magzter.com/100x125/articles/34/1731857/DgPdWLn411718972573608/1718973929789.jpg)
ડર લાગે, સૂગ રાડે... પણ કામ તો કરવાનું જ ને?
ગંધાતી, કોહવાઈને ફલી ગયેલી અને ક્ષતવિક્ષત લાશ જોઈને ભલભલા પુરુષોના પણ પગ ઢીલા થઈ જાય તો કાચું હૃદય ધરાવતી હોવાની છાપ હોય એ સ્ત્રીનું શું ગજું? પણ અહીં તો છે ત્રણ ધોરણ ભણેલાં એક આદિવાસી મહિલા, જે છેલ્લા બે દાયકા દરમિયાન એવા આઠ હજારથી વધુ મૃતદેહોના પોસ્ટમૉર્ટમ પ્રોસેસમાં સહાયક બન્યાં છે. અપૂરતા કહી શકાય એટલા વળતર છતાંય નિષ્ઠાભેર એ ફરજ બજાવતી સ્ત્રીની કપરી કામગીરીની એક ઝલક.
![અનેક અવરોધ છે તો ઉપાય પણ છે જ...](https://reseuro.magzter.com/100x125/articles/34/1731857/pCY0GivSE1718970592860/1718972601032.jpg)
અનેક અવરોધ છે તો ઉપાય પણ છે જ...
‘આયેગા તો મોદી હી’ આખરે સત્ય સાબિત થયું, વડા પ્રધાનની સોગંદવિધિ થઈ ગઈ અને પ્રધાનો વચ્ચે ખાતાંની વહેંચણી પણ થઈ ગઈ, પરંતુ શું મોદી સરકાર એની આગલી ટર્મ જેવાં જોશપૂર્વક કામ કરી શકશે યા ટેકાવાળી સરકારને એ રીતે કામ કરવા મળશે? હા, મોદી સરકાર માટે સંકેત તો સારા મળી રહ્યા છે.
![આખ્યાન પરંપરાને જીવંત રાખવા ૭૪ વર્ષે માણભટ્ટ બન્યા આ ભાષાશિક્ષક](https://reseuro.magzter.com/100x125/articles/34/1731857/9utO1033h1718968788841/1718970754372.jpg)
આખ્યાન પરંપરાને જીવંત રાખવા ૭૪ વર્ષે માણભટ્ટ બન્યા આ ભાષાશિક્ષક
આ માણસ મૂળ વ્યાકરણનો જીવ. સરકારી નિયમ મુજબ નિયત સમયે નોકરીમાંથી નિવૃત્ત થયા પછી પણ ગુજરાતી અને સંસ્કૃત ભાષાના આ ગુરુજને લોકોને સાચી જોડણી શીખવવાની જહેમત ત્યજી નહીં. બાકી હતું તે, ઢળતી ઉંમરે એમણે ‘માણ’ પર ટકોરાના ટાલે આખ્યાન પીરસવાનું શરૂ કર્યું... અને આજે, ૮૧ વર્ષની જૈફવયે પણ જ્ઞાનનો ઉજાસ આપવાનું એમનું કામ સતત ચાલુ છે.
![સૌથી મોટું ચિત્ર બન્યું સૌથી નાના પેન્ટિંગ માટેની પ્રેરણા](https://reseuro.magzter.com/100x125/articles/34/1731857/lBIobFALR1718967701873/1718968809527.jpg)
સૌથી મોટું ચિત્ર બન્યું સૌથી નાના પેન્ટિંગ માટેની પ્રેરણા
ચોખા, તલ, લખોટી, માચીસની સળી અને ટાંચણીના મોઢા પર સુદ્ધાં વડોદરાના આ માઈક્રો પેન્ટર કરે છે કારીગરી.
![ઘુડખર બડું અલગ મિજાજ ધરાવતું છે આ પ્રાણી](https://reseuro.magzter.com/100x125/articles/34/1731857/Z9QUG8xSl1718966738104/1718967870927.jpg)
ઘુડખર બડું અલગ મિજાજ ધરાવતું છે આ પ્રાણી
ગુજરાતનો વનવિસ્તાર દેશનાં બીજાં રાજ્યો કરતાં ઓછો ભલે હોય, પરંતુ વન્યસૃષ્ટિની બાબતમાં ગુજરાત સમૃદ્ધ છે. વિશ્વનાં દુર્લભ પ્રાણીઓ એશિયાટિક સિંહની જેમ ઘુડખર (વાઈલ્ડ એસ) પણ માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે ઘુડખરની વસતિગણતરી કરવામાં આવી એટલે બહુ ઓછા લોકોનું ધ્યાન એના પર પડ્યું. આ પ્રજાતિના પ્રાણીની સંખ્યામાં ખાસ્સા વધારાની ધારણાને લઈને વન્યપ્રેમીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે ત્યારે આવો જાણીએ, રણને ખૂંદતા આ પ્રાણીના અસ્તિત્વ વિશે.