લોકોને ચુસ્તી-સ્ફૂર્તિનું દાન આપે છે આ મહિલા!
Chitralekha Gujarati|June 03, 2024
એમનું ધ્યેય એક જ છે, ગમે તે રીતે લોકોને વ્યાયામ કરતાં કરવા. વર્ષોથી મુંબઈના જુહૂ બીચ પર ફિટનેસના વિનામૂલ્ય વર્ગો લેતાં આ મહિલાની લગનીને ખરેખર બિરદાવવા જેવી છે.
સમીર પાલેજા
લોકોને ચુસ્તી-સ્ફૂર્તિનું દાન આપે છે આ મહિલા!

મુંબઈના જુહૂ બીચ પર વહેલી સવારે ટહેલવા જાઓ તો ૨૦૦થી ૩૦૦ લોકો સંગીતના તાલે ઝૂમી રહ્યા હોવાનું જરૂર જોવા મળે. સીઝન મુજબ લોકોની સંખ્યામાં વધ-ઘટ થાય, પણ આ કાર્યક્રમ ક્યારેય બંધ ન રહે. વાત થઈ રહી છે એવા ફિટનેસ વર્ગની, જે વર્ષના ૩૬૫ દિવસ કાર્યરત વય રહે છે. એમાં દાખલ થવા માટે કોઈ પ્રવેશ ફી કે રજિસ્ટ્રેશનની જરૂર નથી. બસ, આવો ને કરો ઍરોબિક્સ. ત્યાર પછી પ્રાણાયામ અને યોગિક ક્રિયા કરીને પ્રફુલ્લિત મને ઘરે જાઓ.

થોડાં વર્ષ અગાઉ આ અનોખી વ્યાયામશાળા લોકપ્રિય ટીવીસિરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં પણ ચમકી હતી. નિર્માતા આસિતકુમાર મોદી તો વ્યક્તિગત રીતે આ ફિટનેસ ક્લાસમાં સહભાગી પણ થતા. આજે જુહૂ વિસ્તારના અનેક ઉદ્યોગપતિ, બિઝનેસમેન, સ્થાનિક રાજકારણીથી લઈને ગૃહિણી, વિદ્યાર્થી અને ઝૂંપડપટ્ટીના લોકો સુદ્ધાં અહીં સંગીતના તાલે ઍરોબિક્સ કરતાં દેખાય છે.

છેલ્લાં સાતેક વર્ષથી ચાલતી આ વિનામૂલ્ય ઓપન ઍર ફિટનેસ શિબિરનાં સંચાલિકા છે ૬૨ વર્ષનાં ઉષા પટેલ, જેમણે સેંકડો લોકોને ઍરોબિક્સ અને યોગ કરવા તરફ વાળ્યા છે. ઉષાબહેન ગર્વથી પ્રિયદર્શિનીને કહે છે કે નિયમિત વ્યાયામ અને પ્રાણાયામ-યોગથી ફેફસાંની કાર્યક્ષમતા એ હદે વધી કે અમારા ગ્રુપમાંથી કોઈને જ કોવિડ ન થયો, કોવિડથી મૃત્યુનો તો સવાલ જ નહોતો.

વહેલી સવારે છ વાગ્યે ઉષા પટેલ કે એમના કોઈ સહયોગી આ વર્ગ શરૂ કરાવી દે. એક તરફ, સ્પીકરમાં ગીત-સંગીત વાગવા માંડે તો બીજી તરફ, નાનકડા મંચ પર ઊભા રહીને સંચાલક માઈકમાં શારીરિક ક્રિયા અંગે કમાન્ડ આપવા માંડે.

この記事は Chitralekha Gujarati の June 03, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Chitralekha Gujarati の June 03, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

CHITRALEKHA GUJARATIのその他の記事すべて表示
છવાઈ ગયા બચ્ચન...
Chitralekha Gujarati

છવાઈ ગયા બચ્ચન...

દીપિકા પદુકોણ-પ્રભાસ-અમિતાભ બચ્ચન 'કલ્કિ ર૮૯૮’માં.

time-read
2 分  |
June 24 , 2024
સાવધાન... પોલીસ હવે આકાશમાંથી રાખે છે તમારા પર નજર
Chitralekha Gujarati

સાવધાન... પોલીસ હવે આકાશમાંથી રાખે છે તમારા પર નજર

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ મોનિટરિંગ અને ડિટેક્શન સિસ્ટમ સાથે સજ્જ થઈ રહ્યું છે ભારત.

time-read
3 分  |
June 24 , 2024
અનવૉન્ટેડ બાળક પેદા જ ન થાય તો?
Chitralekha Gujarati

અનવૉન્ટેડ બાળક પેદા જ ન થાય તો?

પોતાની મરજીથી ગર્ભધારણ કર્યા પછી સ્ત્રીનો વિચાર બદલાઈ જાય ત્યારે...

time-read
3 分  |
June 24 , 2024
બધી ગાંઠ કૅન્સરની ન પણ હોય...
Chitralekha Gujarati

બધી ગાંઠ કૅન્સરની ન પણ હોય...

બાળકના જન્મ પછી ‘આ’ સમસ્યા થાય તો કરવું શું? જવાબ છે, ફિકર તો ન જ કરવી. કારણ, તમે એકલાં નથી.

time-read
3 分  |
June 24 , 2024
ઘરને કો તૈયાર... અંદરથી અને બહારથી...
Chitralekha Gujarati

ઘરને કો તૈયાર... અંદરથી અને બહારથી...

ચોમાસાનો આનંદ માણવો હોય તો આટલી તકેદારી લો અત્યારે જ!

time-read
2 分  |
June 24 , 2024
ડર લાગે, સૂગ રાડે... પણ કામ તો કરવાનું જ ને?
Chitralekha Gujarati

ડર લાગે, સૂગ રાડે... પણ કામ તો કરવાનું જ ને?

ગંધાતી, કોહવાઈને ફલી ગયેલી અને ક્ષતવિક્ષત લાશ જોઈને ભલભલા પુરુષોના પણ પગ ઢીલા થઈ જાય તો કાચું હૃદય ધરાવતી હોવાની છાપ હોય એ સ્ત્રીનું શું ગજું? પણ અહીં તો છે ત્રણ ધોરણ ભણેલાં એક આદિવાસી મહિલા, જે છેલ્લા બે દાયકા દરમિયાન એવા આઠ હજારથી વધુ મૃતદેહોના પોસ્ટમૉર્ટમ પ્રોસેસમાં સહાયક બન્યાં છે. અપૂરતા કહી શકાય એટલા વળતર છતાંય નિષ્ઠાભેર એ ફરજ બજાવતી સ્ત્રીની કપરી કામગીરીની એક ઝલક.

time-read
4 分  |
June 24 , 2024
અનેક અવરોધ છે તો ઉપાય પણ છે જ...
Chitralekha Gujarati

અનેક અવરોધ છે તો ઉપાય પણ છે જ...

‘આયેગા તો મોદી હી’ આખરે સત્ય સાબિત થયું, વડા પ્રધાનની સોગંદવિધિ થઈ ગઈ અને પ્રધાનો વચ્ચે ખાતાંની વહેંચણી પણ થઈ ગઈ, પરંતુ શું મોદી સરકાર એની આગલી ટર્મ જેવાં જોશપૂર્વક કામ કરી શકશે યા ટેકાવાળી સરકારને એ રીતે કામ કરવા મળશે? હા, મોદી સરકાર માટે સંકેત તો સારા મળી રહ્યા છે.

time-read
3 分  |
June 24 , 2024
આખ્યાન પરંપરાને જીવંત રાખવા ૭૪ વર્ષે માણભટ્ટ બન્યા આ ભાષાશિક્ષક
Chitralekha Gujarati

આખ્યાન પરંપરાને જીવંત રાખવા ૭૪ વર્ષે માણભટ્ટ બન્યા આ ભાષાશિક્ષક

આ માણસ મૂળ વ્યાકરણનો જીવ. સરકારી નિયમ મુજબ નિયત સમયે નોકરીમાંથી નિવૃત્ત થયા પછી પણ ગુજરાતી અને સંસ્કૃત ભાષાના આ ગુરુજને લોકોને સાચી જોડણી શીખવવાની જહેમત ત્યજી નહીં. બાકી હતું તે, ઢળતી ઉંમરે એમણે ‘માણ’ પર ટકોરાના ટાલે આખ્યાન પીરસવાનું શરૂ કર્યું... અને આજે, ૮૧ વર્ષની જૈફવયે પણ જ્ઞાનનો ઉજાસ આપવાનું એમનું કામ સતત ચાલુ છે.

time-read
4 分  |
June 24 , 2024
સૌથી મોટું ચિત્ર બન્યું સૌથી નાના પેન્ટિંગ માટેની પ્રેરણા
Chitralekha Gujarati

સૌથી મોટું ચિત્ર બન્યું સૌથી નાના પેન્ટિંગ માટેની પ્રેરણા

ચોખા, તલ, લખોટી, માચીસની સળી અને ટાંચણીના મોઢા પર સુદ્ધાં વડોદરાના આ માઈક્રો પેન્ટર કરે છે કારીગરી.

time-read
2 分  |
June 24 , 2024
ઘુડખર બડું અલગ મિજાજ ધરાવતું છે આ પ્રાણી
Chitralekha Gujarati

ઘુડખર બડું અલગ મિજાજ ધરાવતું છે આ પ્રાણી

ગુજરાતનો વનવિસ્તાર દેશનાં બીજાં રાજ્યો કરતાં ઓછો ભલે હોય, પરંતુ વન્યસૃષ્ટિની બાબતમાં ગુજરાત સમૃદ્ધ છે. વિશ્વનાં દુર્લભ પ્રાણીઓ એશિયાટિક સિંહની જેમ ઘુડખર (વાઈલ્ડ એસ) પણ માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે ઘુડખરની વસતિગણતરી કરવામાં આવી એટલે બહુ ઓછા લોકોનું ધ્યાન એના પર પડ્યું. આ પ્રજાતિના પ્રાણીની સંખ્યામાં ખાસ્સા વધારાની ધારણાને લઈને વન્યપ્રેમીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે ત્યારે આવો જાણીએ, રણને ખૂંદતા આ પ્રાણીના અસ્તિત્વ વિશે.

time-read
4 分  |
June 24 , 2024