ક્યારેક જ જોવા મળતી હીટ વેવની સમસ્યા કાયમી કેમ બની રહી છે?
Chitralekha Gujarati|June 10, 2024
વાતાવરણમાં ઝેર ઓકતાં પ્રદૂષિત તત્ત્વોએ ઋતુચક્ર સાવ જ ખોરવી કાઢ્યું છે. આખી સીઝનમાં થોડા જ દિવસ ઠંડી પડે અને ગણ્યાગાંઠ્યા દિવસોમાં આખા ચોમાસા દરમિયાન વરસતો હોય એટલો વરસાદ એકસાથે ખાબકે એની આપણને હવે નવાઈ નથી. એ સામે ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને તાપમાન એકદમ ઉપર હોય એ દિવસોની સંખ્યા પણ રેકૉર્ડ તોડી રહી છે.
નિતુલ ગજ્જર । ઉમંગ વોરા
ક્યારેક જ જોવા મળતી હીટ વેવની સમસ્યા કાયમી કેમ બની રહી છે?

*અતિશય ગરમીને કારણે પાંચ લોકોનાં મોત.

* અસહ્ય ઉકળાટના પગલે હાર્ટ અટેકના કિસ્સામાં વધારો.

*ગરમી સંબંધિત બીમારીઓને કારણે સરકારી હૉસ્પિટલમાં બેડની અછત.

*ભારતમાં ૩૭ શહેરોનું તાપમાન ૪૫ ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે.

* દિલ્હીમાં ૪૮ ડિગ્રી તો રાજસ્થાનમાં પારો પચાસ ડિગ્રીને પાર...

પાછલા થોડા દિવસથી આ પ્રકારના સમાચારથી ભારતનાં વિવિધ સમાચારપત્રો ઊભરાય છે. દેશના અમુક વિસ્તારોમાં આમ પણ ઉનાળો અતિશય આકરો હોય છે. એમાંય હમણાં હમણાં ગરમી માઝા મૂકી રહી છે. જો કે આ વર્ષના ઉનાળાએ તો અત્યાર સુધીના ઘણા રેકૉર્ડ તોડી નાખ્યા છે.

આ વર્ષે દર વખતની જેમ એપ્રિલ મહિનો બહુ ગરમ નહોતો, જ્યારે મે મહિનામાં ઉનાળાની કાળઝાળ ગરમી માઝા મૂકીને વરસી છે, જેના પરિણામે ભારતનાં ઘણાં રાજ્યોમાં હીટ વેવની પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને લોકો હવે તાપથી ત્રાહિમામ્ પોકારી ગયા છે. હીટ વેવ (એટલે કે તીવ્ર ગરમીનું મોજું) જો કે આ વર્ષે જ ઉદ્ભવી હોય એવી સમસ્યા નથી, પાછલાં ઘણાં વર્ષોથી આપણે ત્યાં હીટ વેવના સમાચાર સાંભળવા મળે છે. અગાઉ આ કુદરતી આફતનો સામનો ક્યારેક જ કરવો પડતો, જેની સામે હવે તો હીટ વેવની પારાયણ જાણે કાયમી બની રહી છે.

દુનિયાના ઘણા પ્રાંતમાં ઉનાળા દરમિયાન હીટ વેવની સમસ્યા સર્જાય છે, પણ એ થોડા દિવસોમાં ટળી જતી હોય છે, જ્યારે ભારતમાં આ વર્ષે લગભગ ૧૫ દિવસ સુધી હીટ વેવનો માહોલ જોવા મળ્યો છે.

この記事は Chitralekha Gujarati の June 10, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Chitralekha Gujarati の June 10, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

CHITRALEKHA GUJARATIのその他の記事すべて表示
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
Chitralekha Gujarati

મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.

ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.

time-read
4 分  |
November 25, 2024
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
Chitralekha Gujarati

અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?

શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.

time-read
3 分  |
November 25, 2024
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
Chitralekha Gujarati

ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.

રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.

time-read
4 分  |
November 25, 2024
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
Chitralekha Gujarati

ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!

ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.

time-read
3 分  |
November 25, 2024
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
Chitralekha Gujarati

લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?

આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.

time-read
3 分  |
November 18, 2024
અવગણવા જેવી નથી આ વ્યાધિ
Chitralekha Gujarati

અવગણવા જેવી નથી આ વ્યાધિ

ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...

time-read
3 分  |
November 18, 2024
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
Chitralekha Gujarati

મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની

દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?

time-read
2 分  |
November 18, 2024
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
Chitralekha Gujarati

પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!

સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.

time-read
3 分  |
November 18, 2024
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
Chitralekha Gujarati

વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ

ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.

time-read
1 min  |
November 18, 2024
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
Chitralekha Gujarati

હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...

વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.

time-read
5 分  |
November 18, 2024