એંધાણ બહુ સારાં નથી!
Chitralekha Gujarati|July 08, 2024
નવી લોકસભાની શરૂઆત જ તોફાની થઈ છે. શપથ ગ્રહણ સત્રના પહેલા દિવસે નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને એનો વરવો ઈતિહાસ યાદ કરાવ્યો તો વિપક્ષી સભ્યોએ વડા પ્રધાન પર ઉઘાડો અવિશ્વાસ વ્યક્ત કર્યો. કોઈ પણ હાલતમાં નમતું ન જોખવાની બન્ને તરફની ભૂમિકાથી તો સ્પીકરપદની ચૂંટણી નિમિત્તે જાગેલો ગજગ્રાહ ઔર વકરશે.
હીરેન મહેતા
એંધાણ બહુ સારાં નથી!

અંદરખાને શું રંધાયું એ હકીકત તો ક્યારેય બહાર નહીં આવે, પણ લોકતાંત્રિક ભારતના ઈતિહાસમાં જવલ્લે જ બનતી ઘટનામાં આ વખતે લોકસભાના સ્પીકરપદ માટે ચૂંટણી યોજવાની નોબત આવી છે. ૨૫ જૂન, મંગળવારની બપોરે ચિત્રલેખાનો અંક પ્રગટ થવા જઈ રહ્યો છે ત્યારે ભાજપ અને સંયુક્ત વિરોધ પક્ષ તરફથી લોકસભાના અધ્યક્ષના હોદ્દા માટે ઉમેદવારી નોંધાવવામાં આવી છે અને એ કારણે એની ચૂંટણી અનિવાર્ય બની છે. આ લખાય છે એ પછીના કેટલાક કલાકોમાં બન્ને પક્ષે સમાધાન નહીં થાય તો ચિત્રલેખાનો અંક પ્રગટ થશે ત્યાં સુધીમાં સ્પીકરપદ માટેની ચૂંટણી થઈ પણ ગઈ હશે. ભાજપ અને એના સાથી પક્ષો પાસે લોકસભામાં પાતળી તો પાતળી, બહુમતી છે જ એટલે ભાજપના ઉમેદવારને સ્પીકરની ગાદીએ બેસવા માટે જરૂરી મત મળી જ રહેવાના છે. જો કે સવાલ લોકતાંત્રિક પરંપરા અને ઔચિત્યનો છે.

ભાજપના ઓમ બિરલા સામે કોંગ્રેસના ઉમેદવાર કે. સુરેશ.

અત્યાર સુધી સ્પીકરના હોદ્દા માટે ચૂંટણી યોજવાનું બહુ વાર બન્યું નથી. આપણે ત્યાં લોકસભામાં વણલખ્યો નિયમ છે કે શાસક પક્ષ એના એક વરિષ્ઠ નેતાને સ્પીકર તરીકે નિયુક્ત કરે, જેને તમામ વિપક્ષી સભ્યો સમર્થન આપે. એ સામે નાયબ સ્પીકરનું પદ વિપક્ષને આપવામાં આવે. ૧૯૫૨માં લોકસભાની પહેલી ચૂંટણી થઈ ત્યારથી મોટે ભાગે આ પ્રથા જળવાઈ રહી છે. વી.પી. સિંહથી માંડી અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહ સુધીની સરકાર અમુક અંશે લઘુમતી સરકાર હતી વખતે પણ આ પ્રથા પાળવામાં આવેલી. આ વખતે એ પરંપરા તૂટી અને ભાજપ સામે કોંગ્રેસના ઉમેદવાર પણ સ્પીકરપદની ચૂંટણીમાં પડ્યા.

この記事は Chitralekha Gujarati の July 08, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Chitralekha Gujarati の July 08, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

CHITRALEKHA GUJARATIのその他の記事すべて表示
બાળકીઓની બદ્દ્સા વિશે ક્યારે વિચારીશું?
Chitralekha Gujarati

બાળકીઓની બદ્દ્સા વિશે ક્યારે વિચારીશું?

કુદરત ભેદભાવ કરતી નથી, પણ માનવસમાજે લિંગભેદના નામે એક રેખા દોરી દીધી છે.

time-read
3 分  |
August 12, 2024
ગિગ મારશે નોકરીને કિક...
Chitralekha Gujarati

ગિગ મારશે નોકરીને કિક...

રીડ હોમૅન: “શિ ઈકોનોમી’ સમજશો તો ટકશો, નહીં તો...

time-read
2 分  |
August 12, 2024
કચકડાની માયા ને વાસ્તવિકતા...
Chitralekha Gujarati

કચકડાની માયા ને વાસ્તવિકતા...

‘ધ સિમ્પ્સન્સ’: રીલ લાઈફ્ની કૉપી કરે છે રિયલ લાઈફ?

time-read
2 分  |
August 12, 2024
ઘણું કરવા જેવું રહી ગયું... ઘણું ન કરવા જેવું થઈ ગયું!
Chitralekha Gujarati

ઘણું કરવા જેવું રહી ગયું... ઘણું ન કરવા જેવું થઈ ગયું!

બજેટ અને એ પછીના બે દિવસ શૅરબજાર નીચે ગયા પછી ભલે ફરી ઉછાળા મારતું થયું, બજેટની જાહેરાતો પણ લાંબે ગાળે ભલે અર્થતંત્રને વેગ આપશે એવો દાવો કરાય, અત્યારે તો બજેટની કેટલીક જોગવાઈએ નારાજગી અને નિરુત્સાહની લાગણી ઊભી કરી છે.

time-read
2 分  |
August 12, 2024
એનોરેક્સિયા નરવોસાઃ બાપ રે, હું આટલી જાડી લાગું છું?
Chitralekha Gujarati

એનોરેક્સિયા નરવોસાઃ બાપ રે, હું આટલી જાડી લાગું છું?

આ એક ગંભીર માનસિક બીમારી છે... અને એ ક્યારેક જીવલેણ પણ નીવડી શકે છે.

time-read
3 分  |
August 12, 2024
હાડકાંની તબિયત ન જોખમાય એ માટે આટલું કરો...
Chitralekha Gujarati

હાડકાંની તબિયત ન જોખમાય એ માટે આટલું કરો...

કિશોરાવસ્થામાં આવેલી દીકરીને નબળાઈ લાગવાનાં કારણ પણ જાણી લો.

time-read
3 分  |
August 12, 2024
એક્સ્ટ્રામાંથી એક્સ્ટ્રા-ઓર્ડિનરી
Chitralekha Gujarati

એક્સ્ટ્રામાંથી એક્સ્ટ્રા-ઓર્ડિનરી

ઍસિડ અટેકનો ભોગ બનેલી યુવતીઓની વેદના જાણીને ચંડીગઢનાં આ વકીલ-અધ્યાપિકાએ પોતાના પીએચ.ડી.ના મહાનિબંધ માટે આવા કિસ્સાનો અભ્યાસ જેવો વિચિત્ર વિષય પસંદ કર્યો અને હવે એના પીડિતોના પુનર્વસન માટે કામ કરે છે.

time-read
6 分  |
August 12, 2024
ભવ્ય સંયમ નગરીમાં દિવ્ય મહાશ્રમણ મહોત્સવ
Chitralekha Gujarati

ભવ્ય સંયમ નગરીમાં દિવ્ય મહાશ્રમણ મહોત્સવ

તેરાપંથી આચાર્ય મહાશ્રમણજીના ચાતુર્માસ નિમિત્તે ડાયમંડ અને ટેક્સ્ટાઈલ નગરી સુરત અત્યારે ધર્મ નગરીમાં પરિવર્તિત થઈ છે.

time-read
3 分  |
August 12, 2024
આસામના આ પિરામિડ વિશે ક્યારેય સાંભળ્યું છે?
Chitralekha Gujarati

આસામના આ પિરામિડ વિશે ક્યારેય સાંભળ્યું છે?

૧૩થી ૧૯મી સદીની શરૂઆત સુધી બ્રહ્મપુત્રા નદીની આસપાસ વિસ્તરેલા અહોમવંશના રાજવીઓના મૃતદેહનાં ‘માનપાન’ સાચવવા એમની માટે જમીન નીચે મોટા મકબરા બાંધી એના ઉપર ડુંગરી જેવું બનાવવામાં આવતું. ‘મૌઈદમ’ તરીકે ઓળખાતા આ સ્થાપત્યને હમણાં ‘યુનેસ્કો’એ વૈશ્વિક વિરાસત તરીકે દરજ્જો આપ્યો છે.

time-read
5 分  |
August 12, 2024
મનુ ભાકર પિસ્ટલ શૂટિંગની પહેલવાન!
Chitralekha Gujarati

મનુ ભાકર પિસ્ટલ શૂટિંગની પહેલવાન!

દીકરીઓ સાથે અત્યાચાર અને ગેરવર્તણૂક માટે બદનામ એવા હરિયાણાની શૂટરે ઑલિમ્પિક્સમાં મેળવ્યા બે મેડલ.

time-read
2 分  |
August 12, 2024