ગયા રવિવારે (૮ સપ્ટેમ્બરે) ગણેશોત્સવના પ્રારંભ ટાણે દિવ્યાંગો માટેની ખેલકૂદ સ્પર્ધા, પેરિસ પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ પૂર્ણાહુતિ પામી, જેમાં ભારતના પૅરા ઍથ્લીટ્સે સાત સુવર્ણ, નવ સિલ્વર અને ૧૩ બ્રોન્ઝ સમેત ૨૯ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. મેડલ ટૅલીમાં ભારત ૧૭૦ દેશોમાં ૧૮મા નંબર પર રહ્યો. તો ચીન સૌથી વધુ મેડલ જીતનારો દેશ બન્યો.
ચિત્રલેખા (૨ સપ્ટેમ્બર, ૨૦૨૪)ના અંકમાં એવો આશાવાદ વ્યક્ત કરવામાં આવેલો કે આ વખતે આપણા પૅરા ઍથ્લીટ્સ કમ સે કમ ૩૫ મેડલ તો લાવશે જ, પણ ચલો, ૨૯ પણ ઘણો સારો આંકડો છે. ભારતીય દિવ્યાંગ ખેલાડીઓના ઉત્કૃષ્ટ દેખાવથી આપણી છાતી ગજગજ ફૂલવી જોઈએ. એમનાં સમર્પણ, નિષ્ઠા, સાતત્યને બિરદાવવાં જ રહ્યાં. આ ખેલાડીઓએ ન માત્ર આપણને ગૌરવ અપાવ્યું, બલકે લાખ્ખો યુવાનયુવતીને પ્રેરણાનાં પીયૂષ પિવડાવ્યાં.
આ વખતના ભારતીય કાફલાએ અત્યાર સુધીનો શ્રેષ્ઠ દેખાવ કર્યો. દરેક ખેલાડી શારીરિકઆર્થિક-સામાજિક મર્યાદા અને પ્રતિકૂળ સંજોગ સામે બાથ ભીડીને આ સ્થાને પહોંચ્યો છે. સુમીત એન્ટિલની જ વાત કરીએ તો, એણે ૨૦૨૦ના ટોકિયો પૅરાલિમ્પિક્સના પોતાના પરફોર્મન્સનું પુનરાવર્તન કર્યું. મેન્સ જેવેલિનમાં એણે સુવર્ણ ચંદ્રક મેળવ્યો. તો પૅરાલિમ્પિક્સની આર્ચરીના ખેલમાં ગોલ્ડ મેળવનાર હરવીન્દરસિંહ પહેલો ભારતીય બન્યો.
この記事は Chitralekha Gujarati の September 23, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Chitralekha Gujarati の September 23, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.