એસપીસી: આ છે સેવાનું શિક્ષણ
Chitralekha Gujarati|September 30, 2024
ગુજરાતની સાતસો સરકારી હાઈ સ્કૂલમાં ‘સ્ટુડન્ટ પોલીસ કૅડેટ’નો પ્રોજેક્ટ ચાલે છે. ખાનગી ક્ષેત્રે શાળાને આધુનિક ઉપકરણોથી ‘સ્માર્ટ’ બનાવવાની હોડ ચાલે છે ત્યારે જીવનલક્ષી કેળવણી થકી વિદ્યાર્થીના વ્યક્તિત્વ વિકાસનો અનોખો એસપીસી પ્રોજેક્ટ નોખો તરી આવે છે.
મહેશ શાહ (ગાંધીનગર-અમદાવાદ)
એસપીસી: આ છે સેવાનું શિક્ષણ

‘મ મ્મી, શનિવારે સાંજે અને રવિવારે સવારે મારે સ્કૂલે જવાનું છે.’ દીકરાની વાતમાં મમ્મીને શંકા ગઈ એટલે સહેજ કડકાઈથી પૂછ્યું: ‘શનિવારે સાંજે સ્કૂલ કેવી? અને રવિવારે તો રજા હોય. સ્કૂલના બહાને ફ્રેન્ડ્ઝ જોડે રખડવાનો પ્લાન છે? સાચું કહીશ તો જ સ્કૂલે જવા દઈશ.’ ‘મમ્મી, હું સાચું બોલું છું. તમે સ્કૂલે આવીને પૂછી જજો.' ‘ઓકે, પણ પરીક્ષાને હજી વાર છે તોય શનિ-રવિ શેના પિરિયડ છે?’ દીકરાએ એની સ્કૂલમાં ચાલતા એક પ્રોજેક્ટની વાત કહી. એ સાંભળીને એની મમ્મીને ગર્વ થયો. એમની જેમ આજે ગુજરાતના અનેક વાલીઓ એમનાં બાળકો માટે ગર્વ લે છે.

દરેક બાળક શાળામાં શનિ-રવિવારે રજાની રાહ જોતું હોય. એમાંય શનિવાર કે રવિવારે એક્સ્ટ્રા પિરિયડ ભરવો તો કોઈને ના ગમે. બીજી તરફ, ગુજરાતનાં ઘણાં બાળકો શનિ-રવિએ ખાસ પિરિયડ ભરવા યુનિફૉર્મ પહેરીને સ્કૂલે પહોંચી જાય છે. જો કે આ બાળકો ભણતરના નહીં, પણ ગણતર કહો કે જીવનઘડતરના અમુક પાઠ શીખે છે. એ પ્રોજેક્ટનું નામઃ સ્ટુડન્ટ પોલીસ કૅટ (એસપીસી). આ નવતર પ્રોજેક્ટ ગુજરાતની સાતસોથી વધુ સ્કૂલમાં ચાલે છે. થેન્ક્સ ટુ ગુજરાત પોલીસ.

ગુજરાતના ‘એસપીસી' પ્રોજેક્ટના ચીફ નોડલ ઑફિસર હસમુખ પટેલઃ સમાજની રોજિંદી ગતિવિધિથી વિદ્યાર્થીઓને વાકેફ કરવા એમને આ બાળકોને શસ્ત્રોનો પણ પરિચય મળે. આ પ્રોજેક્ટથી બાળકો અને પોલીસ એકમેકની નજીક આવે એવો મુખ્ય હેતુ છે.

એના મૂળમાં હતી એક ઘટના. વર્ષ ૨૦૧૦માં હૈદરાબાદમાં દેશના ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠક મળી. એમાં પી. વિજય નામના એક અધિકારીએ કમ્યુનિટી પોલીસિંગ અંતર્ગત કેરળની હાઈ સ્કૂલોમાં ચાલતા સ્ટુડન્ટ પોલીસ કૅડેટ પ્રોજેક્ટ વિશે માહિતી આપી. પછીથી એની વિશેષ માહિતી મેળવવા ગુજરાતના સિનિયર આઈપીએસ અધિકારી હસમુખ પટેલ કેરળ ગયા.

પટેલસાહેબ બાદમાં સુરત પોલીસ રેન્જના ઈન્સ્પેક્ટર જનરલ (આઈજી) બન્યા. વર્ષ ૨૦૧૩માં કેરળ પૅટર્ન પર અને એ જ નામે સુરતના પાંચ તાલુકામાં પાઈલટ પ્રોજેક્ટ શરૂ કર્યો. એ વખતે અઢારસો જેટલાં બાળકો હતાં. અત્યારે રાજ્યનાં ૨૦ હજારથી વધુ બાળકો આ પ્રોજેક્ટમાં સક્રિય છે.

この記事は Chitralekha Gujarati の September 30, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Chitralekha Gujarati の September 30, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

CHITRALEKHA GUJARATIのその他の記事すべて表示
ઈસ્ટ યા વેસ્ટ, ઈન્વેસ્ટમેન્ટ માટે ઈન્ડિયા ઈઝ બેસ્ટ...
Chitralekha Gujarati

ઈસ્ટ યા વેસ્ટ, ઈન્વેસ્ટમેન્ટ માટે ઈન્ડિયા ઈઝ બેસ્ટ...

વિદેશી ઈન્વેસ્ટર્સ શા માટે ભારતીય માર્કેટમાં એમનું રોકાણ વધારી રહ્યા છે? એનો જવાબ ભારતીય રોકાણકારોએ ખાસ જાણવો જોઈએ. વૈશ્વિક પરિબળો પણ ચોક્કસ સંકેત આપતાં રહ્યાં છે. આ જવાબની કેટલીક પાયાની બાબત સમજીએ...

time-read
2 分  |
October 07, 2024
સફળતાની સરગમ...
Chitralekha Gujarati

સફળતાની સરગમ...

જીવનની તડકી-છાંયડી મૅચ કરીને રચી અક સમય ગામમા ગાયા ચરાવતા અન પછા આજીવિકા રળવા અમદાવાદમાં રિક્ષા ચલાવતા ‘અલબેલા’ ગાયક કૌશિક ભરવાડના એક ગીતે હમણાં સંગીતપ્રેમીઓને એ હદે ઘેલું લગાડ્યું છે કે એની પર હજારો રીલ્સ બની રહી છે. કળાકૌશલ ને કાનુડાની કૃપાથી આજે સેલિબ્રિટી બની ગયેલા આ કલાકારની ગઈ કાલ ભારોભાર સંઘર્ષથી ભરેલી છે.

time-read
3 分  |
October 07, 2024
વધુપડતા કામનો બોજ જીવન ટૂંકાવી નાખે ત્યારે...
Chitralekha Gujarati

વધુપડતા કામનો બોજ જીવન ટૂંકાવી નાખે ત્યારે...

વ્યક્તિનો ‘કર્મયોગ’ જીવલેણ સમસ્યા ઊભી કરી શકે છે. કમનસીબે એની માનસિક અસરથી આપણે અજાણ છીએ.

time-read
3 分  |
October 07, 2024
સોશિયલ મિડિયા એડિક્શનઃ તમે ભાન ભૂલી ગયા છો?
Chitralekha Gujarati

સોશિયલ મિડિયા એડિક્શનઃ તમે ભાન ભૂલી ગયા છો?

બીજાની ‘લાઈક્સ’ મેળવવાનો નશો વળગણ બની જાય એ પહેલાં ચેતો તો સારું.

time-read
3 分  |
October 07, 2024
આ બચૂકડાં બિયાં છે બડાં ગુણકારી
Chitralekha Gujarati

આ બચૂકડાં બિયાં છે બડાં ગુણકારી

જીવનજરૂરી સત્ત્વોથી ભરપૂર સીડ્સ ઘણી બીમારી સામે આપે છે રક્ષણ.

time-read
3 分  |
October 07, 2024
કંઈ કરવાની જરૂરત નહોતી, પણ એને તો ઝંખના હતી સ્વઓળખ મેળવવાની
Chitralekha Gujarati

કંઈ કરવાની જરૂરત નહોતી, પણ એને તો ઝંખના હતી સ્વઓળખ મેળવવાની

એનો જન્મ જાહોજલાલી વચ્ચે થયો. ધનાઢ્ય પિતાની એકમાત્ર દીકરી તરીકે ઉછેર પણ ભારે લાડકોડભર્યો અને પછી સાધનસંપન્ન પરિવારમાં લગ્ન. સુખસાગરથી છલોછલ આ નારીને તેમ છતાં કંઈક અધૂરપ લાગતી, હજી કંઈક ખાલીપો છે એવું લાગતું. એ ખાલી જગ્યા હતી સ્વઓળખ માટેની, જેને મેળવવા માટેની જાત સાથેની જ લડાઈ અનેક મહિલાને પ્રેરણા આપે છે.

time-read
5 分  |
October 07, 2024
ભારતના દિલમાં વાઘ ઉપરાંત શું શું છે જોવા જેવું?
Chitralekha Gujarati

ભારતના દિલમાં વાઘ ઉપરાંત શું શું છે જોવા જેવું?

સાતપૂડા ટાઈગર રિઝર્વ મધ્ય પ્રદેશમાં છ-છ ટાઈગર રિઝર્વ છે. જો કે એ બધાંમાં સાતપૂડાનું સ્થાન કંઈક ઔર છે. ખાસ્સો મોટો વિસ્તાર અને એમાં વન્યજીવોની ભરમાર. છોગામાં, સદીઓ અગાઉના રૉક પેન્ટિંગ્સ સાથેની અનેક ગુફા સાતપૂડાને અન્ય જંગલથી અલગ પાડે છે. વળી, એની નજીકમાં જ છે મધ્ય પ્રદેશનું કશ્મીર ગણાતું પંચમઢી હિલસ્ટેશન.

time-read
5 分  |
October 07, 2024
નકલી ઘી એટલે ક્ષતિ કે ષડયંત્ર?
Chitralekha Gujarati

નકલી ઘી એટલે ક્ષતિ કે ષડયંત્ર?

બાલાજી મંદિર ૧૮૫૭માં ગૌમાંસની ચરબી ચોડેલા કારતૂસની અફવા પ્રસરી ત્યારે અંગ્રેજો સામે ભારતીયોએ વિપ્લવ કર્યો હતો, હવે તિરુપતિના વેંકટેશ્વરા મંદિરના લાડુપ્રસાદમાં વપરાયેલાં ઘીમાં ગાયની ચરબી તથા અન્ય વાંધાજનક સામગ્રી મળી હોવાના લૅબ રિપોર્ટથી દુનિયાભરના હિંદુઓ ખળભળી ઊઠ્યા છે. વિશ્વમાં સૌથી ધનિક ગણાતા આ બાલાજી મંદિરનું સંચાલન રાજ્ય સરકાર નિયંત્રિત બોર્ડના હાથમાં છે. નકલી ઘીનો વર્તમાન વિવાદ મોટી આગ પકડશે તો આ દેવસ્થાનમમાં ભક્તોએ ભાવથી ચઢાવેલી રોકડ ભેટનો ઉપયોગ ઈતર ધર્મીઓના તુષ્ટીકરણ માટે થતો હોવાનો અને એના વહીવટી મંડળમાં બિનહિંદુઓના સમાવેશના મુદ્દા પણ ઊછળશે જ.

time-read
6 分  |
October 07, 2024
વેદનાની હાઈ-ટેક વસૂલાત...
Chitralekha Gujarati

વેદનાની હાઈ-ટેક વસૂલાત...

પેજર, વૉકીટૉકી બૉમ્બધડાકા, એક જ હવાઈ હુમલામાં સાડા ચારસોથી વધુ લેબનીસ નાગરિકનાં મોત... લેબેનોનમાં હિઝબુલ્લાહના વિનાશવાદીઓ સામે બદલો લેવા ઈઝરાયલે કરેલા હાઈ-ટેક અટેક પાછળ જેનું ભેજું કામ કરે છે એ યુનિટ તથા એની વિવિધ કામગીરીની અલ્પ જાણીતી વાતો.

time-read
6 分  |
October 07, 2024
જૂથવાદનો ગિરનારી પવન કોનું વહાણ ડુબાડશે?
Chitralekha Gujarati

જૂથવાદનો ગિરનારી પવન કોનું વહાણ ડુબાડશે?

ભાજપમાં એક તરફ સદસ્યતા અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે જૂનાગઢમાં જવાહર ચાવડાએ પાર્ટી સામે જાહેરમાં જંગ છેડીને પ્રદેશ નેતાગીરીને પડકારી છે.

time-read
2 分  |
October 07, 2024