રેગનની બુશને સલાહ...
અમેરિકાના ૪૦મા રાષ્ટ્રપતિ રોનાલ્ડ રેગન વ્હાઈટ હાઉસ છોડીને ગયા ત્યારે એમના અનુગામી અને ઉપરાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ માટે એક સલાહ મૂકીને ગયા હતા. બુશે ખુરસી સંભાળી પછી એક દિવસ એમણે એ ટેબલનું ખાનું ખોલ્યું, જેનો ઉપયોગ રેગન પણ કરતા હતા. એમાં એક નોટપેડ પર રેગને પોતાના હસ્તાક્ષરમાં નોંધ લખી હતી. બુશે કહ્યું હતું કે એ નોંધ સુંદર અને ઉષ્માભરી હતી.
રેગને એના પર લખ્યું હતુંઃ ડિયર જ્યોર્જ, તમને પણ આ સ્ટેશનરીનો ઉપયોગ કરવાનો અવસર આવશે. ચોક્કસ કરજો.
બુશે પૅડનાં પાનાં ફેરવ્યાં તો દરેક પાનાં પર મરઘી જેવાં દેખાતાં ટર્કી પક્ષીઓનું ટોળું એક હાથીને જમીન પર પાડી દેવા મથી રહ્યું હતું. ચિત્રની સાથે એક સંદેશો હતોઃ Don't let the turkeys get you down (ટર્કીઓથી હાર ન માનતા).
રેગન અને બુશની રિપબ્લિકન પાર્ટીનું ચૂંટણીચિહ્ન હાથી છે એટલે એ સંદેશો રાજકીય રીતે પ્રતીકાત્મક પણ હતો. એનો વ્યાપક અર્થ એવો થતો હતો કે જીવનમાં આપણી આસપાસ એવા ઘણા લોકો હોય છે, ચાહે પરિવારજનો હોય, મિત્રો હોય, સહકાર્યકરો હોય, પ્રતિસ્પર્ધીઓ હોય, જે તમને તમારું લક્ષ્ય હાંસલ કરવામાં નડતા હોય છે. ન તો એવા લોકોની ચિંતા કરવી જોઈએ કે ન તો એમને કારણે લક્ષ્યમાંથી ચલિત થઈ જવું જોઈએ.
***
થોડા દિવસ પહેલાં કૌન બનેગા કરોડપતિમાં ગરમ સીટ પર બે શાનદાર ગાયકો, સોનુ નિગમ અને શ્રેયા ઘોષાલ હતાં. એમાં હોસ્ટ અમિતાભ બચ્ચન તરફથી એક પ્રશ્ન આવ્યો હતો. એમણે એક અંગ્રેજી સેલ્ફ-હેલ્પ પુસ્તકનું અધૂરું ટાઈટલ પેશ કર્યું હતું અને જવાબમાં એનું આખું નામ આપવાનું હતું. ટાઈટલ હતું: Don't Sweat the શ્રેયા ખાલી જગ્યામાં શું હશે એને લઈને થોડી ગૂંચવાઈ ગઈ, પણ સોનુએ પૂરા આત્મવિશ્વાસ સાથે પુસ્તકનું આખું નામ કહ્યું: Don't Sweat the Small Stuff... and It's All Small Stuff. એનું કારણ એ હતું કે સોનુની અંગત લાઈબ્રેરીમાં આ પુસ્તક હતું અને એણે એ વાંચ્યું હતું. એટલું જ નહીં, એ પુસ્તકની એના જીવન પર ગહેરી અસર પડી હતી.
この記事は Chitralekha Gujarati の October 14, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Chitralekha Gujarati の October 14, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
લોકશાહીને ધર્મ માનતા હો તો એના નિયમ પાળો...
સંસદનું વધુ એક સત્ર ઝાઝાં કામકાજ વગર પૂરું થઈ ગયું. ગૌણ મુદ્દે લડાઈ-ઝઘડા વહોરીને, એમાં સમય વેડફીને સાંસદો મહત્ત્વના પ્રશ્નો વિશે ચર્ચા કરવાનું ટાળે છે. એટલું જ નહીં, પ્રજાના પ્રતિનિધિ તરીકે સંસદભવનમાં એમના અવાજને વાચા આપવાની ફરજ પણ ચૂકી જાય છે. આમાં પછી જન સામાન્યને રાજકારણીઓ પર ભરોસો કેમ બેસે?
જસ્ટ, એક મિનિટ...
ધીરજ અને આશાવાદીપણાનો અભિગમ આવા ઉત્સાહભંગની હાલતમાંથી ઉગારી શકે છે.
સંતાન હોવાં જોઈએ કે નહીં?
દિવસો એને ઘણાય અમૂલા દીધા અમે એનાથી દૂર એક ઘડી ના રહ્યા અમે સંતાન ના હોવાની પીડા એટલી ગમી સંતાનની જ જેમ ઉછેરી પીડા અમે.
જલસાઘર
ભારતીય સંગીતનાં બે અણમોલ રતન ખોવાયાં...
કોઈ પુરુષ નવાણીયો ન કુટાઈ જાય એ પણ જુઓ...
ઘરેલુ હિંસાના ઘણાખરા કેસમાં સ્ત્રી જ વિક્ટિમ હોય છે, પણ ક્યારેક આવું બને તો?
બ્રેસ્ટ કેન્સરઃ જાણકાર બનો... સતર્ક રહો!
મેનોપોઝને એક કુદરતી પ્રક્રિયા તરીકે સ્વીકારો, નહીં તો નાહકનાં દુઃખી થશો.
સ્વાસ્થ્યવર્ધક છે કાળા તલનું કચરિયું.
આખા વરસની શક્તિ શરીરમાં ભરી લેવાની ઋતુ છે આ.
મોડર્ન ટેક્નોલોજી ને ખંતનાં વાવેતરથી લડ્યો સહળતાનો મબલક પાક
આજની યુવાપેઢી ખેતીથી દૂર ભાગી રહી છે. પરિવારનાં ખેતર સંભાળવા કોઈ જ ન હોય એવાં અનેક કુટુંબ છે ત્યારે રાજકોટની એક સ્ત્રી પચાસ વીઘાંની ખેતી સંભાળીને આજની પેઢીને નવી દિશા બતાવી રહી છે.
શેતરંજની દુનિયાનો નવો સિતારો...
ચોસઠ પ્યાદાંની દુનિયામાં માત્ર અઢાર વર્ષની વયે ડી. ગુકેશે મેળવેલી સિદ્ધિની સરાહના દુનિયાના ચેસ ચૅમ્પિયનોએ જ નહીં, પણ બીજા સેંકડો લોકોએ કરી. કેવી રીતે એણે આ લડાઈ જીતી, કોણ કોણ હતા એના સારથિ, શું હતી એની વ્યૂહનીતિ... એ જાણવું રસપ્રદ છે.
સેવા-સુવિધાનો આ છે મહાકુંભ...
પ્રયાગરાજ સહિતનાં રેલવેસ્ટેશનના રિ-મોડેલિંગ કરવા ઉપરાંત મુલાકાતીઓ માટે અનેક સ્થળે ટેન્ટ સિટી ઊભી થઈ રહી છે, તો આખી ‘સંગમ નારી′ ઠેર ઠેર ભીંતચિત્રોથી સજી રહી છે. શ્રદ્ધાળુઓ પ્રચારારાજમાં અનેક પ્રાચીન મંદિરનાં દર્શન કરી શકશે.