કોઈ મહિલા કદાચ કલ્પના કરી શકે લિપસ્ટિકને કારણે – એની નોકરી જોખમમાં આવી શકે, પણ ચેન્નઈ નગર નિગમની પહેલી મહિલા માર્શલ તરીકે નિયુક્ત થયેલી એસ.બી. માધવી સાથે હમણાં આવું જ કંઈ બન્યું. અચાનક માધવીની ટ્રાન્સફર કરવામાં આવી. બદલીનું કારણ બડું અજીબ હતું. ના, કામમાં માધવીથી કોઈ ભૂલ થઈ નહોતી, ન તો એનાથી કોઈ ગુનો થયેલો, બલકે નગર નિગમના એક સત્તાવાર કાર્યક્રમમાં એ હોઠો પર લિપસ્ટિક લગાવીને આવી એટલે એની ટ્રાન્સફર થઈ ગઈ! રસપ્રદ વાત એ છે કે ચેન્નઈ નગર નિગમનાં મેયરપદે અત્યારે એક મહિલા બિરાજે છેઃ પ્રિયા રાજન્.
મિડિયા રિપોર્ટ્સ મુજબ પ્રિયાબહેનના પર્સનલ આસિસ્ટન્ટે (મેયર વતી) મૌખિક આદેશ કરેલો કે નગર નિગમના કાર્યાલયમાં કે નિગમના સત્તાવાર કાર્યક્રમોમાં લિપસ્ટિક લગાડીને ન આવવું. અખબારી અહેવાલો મુજબ, માધવીએ આ આદેશનું પાલન ન કર્યું એટલે એના હાથમાં ટ્રાન્સફર ઑર્ડર પકડાવી દેવામાં આવ્યો. જવાબમાં માધવીએ લખ્યું કે સરકારે કે નગર નિગમે (ડ્યુટી પર લિપસ્ટિક લગાડીને ન આવવું એવો) ઑર્ડર કાઢ્યો હોય તો મને બતાડો. ગ્રેટર ચેન્નઈ કૉર્પોરેશન જેવા નિગમમાં આવા આદેશ માનવઅધિકારનું ઉલ્લંઘન છે. મેં કામમાં લાપરવાહી કરી હોય કે ફરજ પર મોડી આવતી હોય તો મને કહો. આવાં કારણ બદલ મને મેમો આપી શકો.
આ બનાવ બાદ ચેન્નઈ તેમ જ અન્ય શહેરોમાં ચર્ચા થવા લાગી કે આ તે કેવો વિચિત્ર આદેશ? શું આવો આદેશ માનવો જરૂરી છે? લિપસ્ટિકને ને કામને શું લેવાદેવા?
જો કે મેયર પ્રિયાબહેનનું કહેવું છે કે લિપસ્ટિક લગાવીને આવવા બદલ માધવીની ટ્રાન્સફર થઈ નથી. માર્શલે (અથવા દર્ફદારોએ) યુનિફૉર્મ પહેરવા અને સાફસૂથરા રહેવું એવી અપેક્ષા કરવામાં આવે છે. માધવીના લેટરમાં પણ એણે ફરજમાં લાપરવાહી તથા ઑફિસ અવર્સમાં કામ પર ન આવવું એવાં કારણ જ લખ્યાં છે.
પણ એ તો બ સ્વાભાવિક જ છે. ઑફિશિયલ મેમોમાં કે લેટરમાં લિપસ્ટિક લગાડવા બદલ ટ્રાન્સફર એવું થોડું લખાય? પછી તો નગર નિગમમાંથી જ કોઈએ પત્રકારને જણાવ્યું કે આ મેયર જરાં છે જ જુનવાણી વિચારનાં. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ એક ફૅશન શોમાં માધવીએ ડાર્ક શેડની (ભડકીલા રંગની) લિપસ્ટિક લગાડીને ભાગ લીધેલો એ વિશે તથા એનાં વસ્ત્રો વિશે પણ મેયરે ટીકા કરેલી.
この記事は Chitralekha Gujarati の October 14, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Chitralekha Gujarati の October 14, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.