ન્યુ યોર્કના જેએફકે ઍરપોર્ટ પર ફરજ બજાવતા એક ઈન્ડિયન અમેરિકન ઉચ્ચાધિકારી ત્યાંના રાજકીય પ્રવાહો પર ચાંપતી નજર રાખે છે. અમેરિકાની ડેમોક્રેટિક તથા રિપબ્લિકન પાર્ટીના ઘણા રાજકારણીઓ સાથે એમને ઘરોબો છે. તાજેતરમાં સંપન્ન થયેલી અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ભારતીયોની ભૂમિકા કેવી રહી એ વિશે આ અધિકારી નામ ન આપવાની શરતે ચિત્રલેખાને કહે છેઃ ‘વર્ષોથી ડેમોક્રેટિક પાર્ટીના સપોર્ટમાં રહેલા ભારતીયો-હિંદુઓ પાછલાં ચાર વર્ષમાં જો બાઈડન-કમલા હેરિસે ગેરકાયદે વસાહતીઓ પ્રત્યે દર્શાવેલા કૂણા વલણથી એટલા નાખુશ હતા કે એમણે આ વખતે ટ્રમ્પને કચકચાવીને મત આપ્યા. ઘણાને તો ટ્રમ્પની નીતિઓમાં મોદીના રાષ્ટ્રવાદનાં દર્શન પણ થતાં હતાં.'
એ ઉમેરે છે કે કમલા હેરિસનું હિંદુવિરોધી માનસ તથા ખાલિસ્તાનીઓ પ્રત્યે હળવી લાગણી ભારતીય સમુદાયને પસંદ નહોતી. કમલા પ્રમુખ બનશે તો ખરી સત્તા ઓબામા-હિલેરી ક્લિન્ટન જેવાં ગ્લોબલિસ્ટો પાસે જ રહેશે એ અમેરિકાના ભારતીય મતદારો સમજી ગયેલા.
એક પૉઈન્ટ નોટ કરજો કે અમેરિકામાં ભારતીય મૂળના બાવન લાખ લોકોમાંથી ૨૬ લાખ નોંધાયેલા મતદારો છે. આ ચૂંટણીમાં ટ્રમ્પે હિંદુઓની તરફેણમાં પોસ્ટ મૂકેલી તો કમલા હેરિસે દિવાળીમાં ફૂલઝડી ફેરવતો વિડિયો મૂકીને હિંદુ-ભારતીયોને રીઝવવાનો પ્રયાસ કરેલો. કમલાની ડેમોક્રેટિક પાર્ટીએ તો સ્વિંગ સ્ટેટ્સમાં દેશીઝ ડિસાઈડ એવું કૅમ્પેઈન કરેલું. જાણીતી શેફ પદ્મા લક્ષ્મી (સલમાન રશદીની ભૂતપૂર્વ પત્ની)એ ઘરે ઘરે જઈને કમલા હેરિસ માટે પ્રચાર કરેલો. તેમ છતાં થોડા મહિના પહેલાં થયેલા સર્વેમાં ઈન્ડિયન અમેરિકન મતદારો ટ્રમ્પ તરફ ઝૂક્યા હોવાનું જણાયું હતું.
ઈન્ડિયન અમેરિકન મતદારો ઉપરાંત દ્વિતીય પંક્તિના દેશી નેતાઓ પણ ઘણા સક્રિય હતા. પ્રશાંત રેડ્ડી અને રાજેશ મોહન જેવા રિપબ્લિકન નેતાઓએ ટ્રમ્પના પ્રચારમાં ખૂબ પસીનો વહાવ્યો. એ જ રીતે, આ વખતે ઘણા ભારતીય મૂળના અમેરિકન ઉદ્યોગપતિઓએ પણ ટ્રમ્પ માટે પ્રચારભંડોળ ઉઘરાવેલું. ક્વાન્ટ એઆઈના સીઈઓ જિતેન અગ્રવાલ એમાં અગ્રસર હતા. એ જ રીતે રિપબ્લિકન હિંદુ કોઈલેશનના હેડ શલભ કુમારે પણ ખાસ્સા પૈસા એકત્ર કરેલા. એમણે સ્વિંગ સ્ટેટ (ગમે એના પક્ષે ઝૂકવાની સંભાવના ધરાવતા) ગણાતા પેન્સિલ્વેનિયા, વિસ્કોન્સિન અને મિશિગન પર વિશેષ ધ્યાન આપેલું.
この記事は Chitralekha Gujarati の November 25, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Chitralekha Gujarati の November 25, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.
માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!
નવજાત શિશુનો પહેલો આહાર એટલે એની જનેતાનું દૂધ. એ દૂધ જે બાળક માટે અનેક વ્યાધિ સામેનું ટૉનિક પણ છે. જો કે હવે એવો દાવો કરી શકાય એમ નથી. હવા અને પાણીમાં ઠલવાતાં વિષારી તત્ત્વો તથા કેમિકલ્સ કોઈ ને કોઈ રીતે આપણા શરીરમાં પહોંચે છે. એ પ્રમાણ એટલું વધી ગયું છે કે એનાથી તો હવે માતાનું દૂધ સુદ્ધાં અભડાઈ ગયું છે.
સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું
સામાજિક નિસબત સાથે લલિત સાહિત્યનું સંતુલન જાળવી સાતત્યથી સર્જન કરતાં હિમાંશી શેલતને પ્રતિષ્ઠિત ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર' જાહેર થયો છે ત્યારે આ...