દેશની આઝાદીના યુદ્ધનો સાક્ષી લાલ કિલ્લો મુગલકાલીન વાસ્તુકલા, સર્જનાત્મકતા અને સુંદરતાનું અનોખું ઉદાહરણ છે.
મુગલ શાસક શાહજહાએ ૧૧ વર્ષ સુધી આગ્રા એટલે અકબરાબાદથી શાસન કર્યા પછી નક્કી કર્યું કે રાજધાની દિલ્લી લાવવામાં આવે. તેણે દિલ્લીમાં લાલ કિલ્લાનો પાયો નાખ્યો. શાહજહાં એટલે ૫ મા મુગલ શહેંશાહ પોતાની ન્યાયપ્રિયતા અને વૈભવવિલાસના લીધે પોતાના સમયમાં લોકપ્રિય રહ્યા. ૧૬૩૯ માં મુગલ સમ્રાટ શાહજહાંએ દુનિયાના આ સૌથી સુંદર અને ભવ્ય કિલ્લાનું નિર્માણ શરૂ કરાવ્યું હતું.
ઈતાલવી ઈતિહાસકાર નિકોલાઓ મનુચી જણાવે છે, ‘રાજપાટથી પોતાનું ધ્યાન વહેંચવા માટે શાહજહાં સંગીત અને નૃત્યનો સહારો લેતા હતા. વિભિન્ન સંગીત વાદ્ય અને શેરોશાયરી સાંભળવી તેમના શોખ હતા. તે પોતે પણ સારું ગાતા હતા. તેમની સાથે ગાનાર અને નૃત્ય કરતી છોકરીઓનું એક ટોળું હંમેશાં રહેતું હતું.”
આગ્રામાં ખૂબ ભીડ હતી અને શાહજહાં માટે ત્યાં કામ કરવું મુશ્કેલ થઈ ગયું હતું, જ્યારે ‘દિલ્લી સેન્ટર ઓફ ટ્રેડ’ હતું, તેથી તેણે પોતાની રાજધાની દિલ્લીને બનાવવાનો નિર્ણય લીધો અને તેને શાહજાનાબાદ નામ આપ્યું. ૧૬ એપ્રિલ, ૧૬૪૮ એટલે લગભગ ૯ વર્ષમાં લાલ કિલ્લો બનીને તૈયાર થયો. તેણે લાલ કિલ્લાને ‘મુબારક એ કિલ્લો' નામ આપ્યું હતું. લગભગ દોઢ કિલોમીટરના અંતરમાં ફેલાયેલા ભારતના આભવ્ય ઐતિહાસિક સ્મારકની ચારે બાજુ લગભગ ૩૦ મીટર ઊંચી પથ્થરની દીવાલ બનેલી છે, જેમાં મુગલકાલીન વાસ્તુકલાનો ઉપયોગ કરી ખૂબ સુંદર નકશીકામ કરવામાં આવ્યું છે.
અમૂલ્ય વારસો
શાહજહાંના દરબારના ઉસ્તાદ હામિદ અને ઉસ્તાદ અહમદે લાલ કિલ્લાનું નિર્માણ કર્યું હતું. કહેવાય છે કે જ્યારે આ કિલ્લો બનાવવામાં આવી રહ્યો હતો ત્યારે શાહજહાં જલદીમાં હતા, કારણ કે યમુનાના કિનારે કિલ્લો બની રહ્યો હતો, જ્યારે બંને ઉસ્તાદ ઈચ્છતા હતા કે પાયો પહેલાં સુકાઈ જાય પછી આગળ કામ કરશે, પરંતુ શાહજહાં નહોતા માન્યા. ત્યારે તે બંને અચાનક ગાયબ થઈ ગયા હતા. તે સમયે શાહજહાંએ ૬ મહિના રાહ જોઈ અને પછી તેમની ઉપર ઈનામ રાખ્યું.
ત્યારે બંને અચાનક સામે આવ્યા અને શાહજહાંને જણાવ્યું કે તેઓ એટલે ગયા હતા, જેથી પાયો સુકાવા માટે થોડો સમય મળી જાય. જ્યારે પાયો ચેક કર્યો ત્યારે ખબર પડી કે ખરેખર આ સમયમાં સતત યમુનાનું પાણી મળવાથી પાયો મજબૂત થઈ ગયો હતો.
この記事は Grihshobha - Gujarati の July 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Grihshobha - Gujarati の July 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ
આ વખતના તહેવાર પર અહીં જણાવેલા એપ્લાયંસિસને પોતાના સાથી બનાવશો, તો ઘરના કામ ઓછા સમયમાં પતાવીને થોડો સમય પોતાના માટે પણ કાઢી શકશો...
છોકરામાં શું શોધે છે છોકરી
શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...
બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો
તમે પણ તમારા ઘરને કંઈક અલગ રીતે અને ખાસ અંદાજમાં સજાવીને લોકો પાસેથી વખાણ સાંભળવા ઈચ્છતા હોય, તો બોહેમિયન શૈલી વિશે જરૂર જાણો...
રંગોથી ઘરને આપો ન્યૂ લુક
તહેવાર પર તમે પણ તમારા ઘરને રંગોથી કલરફુલ બનાવી શકો છો, આ રીતે...
ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર
તહેવારમાં ફેસને કેવી રીતે નિખારશો કે લોકો પ્રશંસા કર્યા વિના રહી ન શકે...
પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ
આ તહેવારમાં મિત્રો અને સગાંસંબંધીને આપવા માંગો છો ભેટ, તો આ બેસ્ટ ઓપ્શન છે...
હેર કેર ફોર ફેસ્ટિવલ
ફેસ્ટિવલમાં નવા કપડાં સાથે સ્ટાઈલિશ હેરમાં બધાની સામે આકર્ષક દેખાવા માંગો છો, તો આ ટિપ્સ ઘણી ઉપયોગી સાબિત થશે...
હેપી ફેસ્ટિવલ
ઉલ્લાસ અને ખુશી લઈને આવ્યા છે તહેવાર, તો હવે રાહ કોની જુઓ છો ખોલો ને તમારા મનનાં દ્વાર...
સમાચારદર્શન
અમેરિકામાં, સારી અમીરી છે પણ એટલી જ પીડાજનક ગરીબી પણ છે.
ઊડતી નજર - ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
પાર્કિંગ ફી વધારો, ઘરોની મુશ્કેલી વધારો