નવયુવાન માંગે રોજગાર 'અગ્નિપથ' પર અડી સરકાર
Saras Salil - Gujarati|November 2022
જે દેશમાં પોસ્ટ ગ્રેજ્યુએટ અને બીટેક કરેલા નવયુવાનોને કોર્પોરેટ સેક્ટરમાં યોગ્ય પગાર પર નોકરી નથી મળી રહી, આ ૧૦ અને ૧૨ પાસને શું મળશે? આર્મીમાંથી રિજેક્ટેડનો ઠપ્પો લાગેલ આ ૪ વર્ષની નોકરીવાળા ‘અગ્નિવીરો’ને કોણ પૂછશે?
મદન કોથુનિયાં
નવયુવાન માંગે રોજગાર 'અગ્નિપથ' પર અડી સરકાર

ભણેલોગણેલો સુનીલ પૂનિયાં ૫ વર્ષ પહેલાં ગરીબી અને આર્થિક સંકડામણથી પરેશાન થઈને પોતાના સપનાંને પાંખો લગાવવા માટે ગામથી પોતાનું ઘર છોડીને જયપુર આવ્યો હતો. તેમની આંખોમાં ઉજ્વળ ભાવિનાં સપનાં હતાં અને દિલમાં આકરી મહેનત કરીને સેનામાં ભરતી થવાનો સંકલ્પ હતો, પણ હવે આશાનો પાલવ છૂટતો જઈ રહ્યો છે.

શરીરથી તગડો સુનીલ પૂનિયાંનું કહેવું છે કે, વર્ષ ૨૦૧૯માં ૧૨મું ધોરણ પાસ કર્યા પછી મને અહેસાસ થયો કે હવે હું સેનામાં ભરતી માટે લાયક છું અને મારા ઘરવાળાને પણ આશા હતી કે હું તેમના સપનાંને પૂરા કરીશ, તેથી તેમણે લાખો રૂપિયા ખર્ચ કરીને મને જયપુર જેવા મોંઘા શહેરમાં મોકલ્યો અને શિક્ષણનો પૂરો ખર્ચ પણ ઉઠાવ્યો. ૩ વર્ષ થઈ ગયા સેનાની તૈયારી કરતા, પરંતુ ‘અગ્નિવીર’ પૂરી આશા પર પાણી ફેરવી દીધું છે.’

અજમેરનાં રહેવાસી સૂરજ કુમાર મજૂર પરિવારમાંથી આવે છે. તેમને બાળપણથી સેનામાં નોકરી કરવાનું ઝનૂન હતું. તેમણે વર્ષ ૨૦૧૮માં સેનામાં ભરતીની તૈયારી શરૂ કરી હતી.

માર્ચ, ૨૦૨૧માં તેમણે ફિઝિકલ અને મેડિકલ ટેસ્ટ પણ ક્વોલિફાય કરી લીધી, પણ પછી સેનામાં ભરતી માટે આગળની પરીક્ષા જ ન લેવાઈ અને ૧૫ મહિના રાહ જોવામાં વેડફાઈ ગયા.

સૂરજ કુમારની જેમ ગજેન્દ્ર સિંહ પણ એક ગરીબ ખેડૂત પરિવારમાં આવે છે અને છેલ્લાં ૩ વર્ષથી સેનાની તૈયારી કરી રહ્યો છે. તેણે પણ ગત વર્ષે જ મેડિકલ ટેસ્ટ ક્વોલિફાય કરી હતી, પણ ‘અગ્નિપથ યોજના’ આવતા જ તેની આશા પર પાણી ફરી વળ્યું છે.

સીકરના રહેવાસી નરેન્દ્ર જાખડે બાળપણથી માત્ર સેનામાં જવાનું સપનું જોયું છે. તેમના પિતા સામાન્ય ખેડૂત છે અને લોન લઈને દર મહિને ૪,૦૦૦ રૂપિયાની ફી ભરીને કોઈ સંસ્થામાં અભ્યાસ કરાવી રહ્યા હતા, પણ ‘અગ્નિપથે’ તેમને અંદરથી તોડી નાખ્યા છે. તેમને નથી ખબર કે પરિવારનું લેણું કેવી રીતે ઊતરશે અને માત્ર ૪ વર્ષની નોકરીવાળા સાથે લગ્ન પણ કોણ કરશે.

ચૂરુ જિલ્લાના રહેવાસી અમિત સિંહ પણ ૩ વર્ષથી સેનાની તૈયારી કરી રહ્યા છે અને તે તેમના માટે છેલ્લી તક હતી. આ વખતે ક્વોલિફાય કરવાનો પૂરો વિશ્વાસ હતો, પણ તેમને હવે બીજી ચિંતા સતાવે છે. હવે તે ‘અગ્નિવીર’ની ભરતીમાં ભાગ લેવાની યોગ્યતા નથી ધરાવતો. તેને ચિંતા છે કે અભ્યાસ માટે લીધેલી લોન કેવી રીતે ચૂકવશે.

Denne historien er fra November 2022-utgaven av Saras Salil - Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra November 2022-utgaven av Saras Salil - Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA SARAS SALIL - GUJARATISe alt
વર્મા સાહેબનું આવી બન્યું
Saras Salil - Gujarati

વર્મા સાહેબનું આવી બન્યું

વર્મા સાહેબનું રિટાયરમેન્ટ ધામધૂમથી થયું. ઘરે દાવત આપવામાં આવી, પરંતુ ત્યાર પછી તેમની પત્નીએ એવો બોમ્બ ફોડ્યો કે વર્મા સાહેબના પગ નીચેથી જમીન સરકી ગઈ..

time-read
4 mins  |
April 2023
મહિલા માટેના કોન્ડોમ છે જાદૂઈ રબર
Saras Salil - Gujarati

મહિલા માટેના કોન્ડોમ છે જાદૂઈ રબર

ફિમેલ કોન્ડોમનો સેક્સ દરમિયાન ઉપયોગ કરીને મહિલાઓ પોતાને એસટીડી અને અનિચ્છિત ગર્ભ રહી જવાથી સુરક્ષિત રહી શકે છે. મેલ કોન્ડોમની સરખામણીમાં ફીમેલ કોન્ડોમ એસટીડી જેવી બીમારીથી બચાવવામાં વધારે અસરકારક સાબિત થયા છે

time-read
2 mins  |
April 2023
સમાજ મહિલાને દબાવે છે - રિદ્ધિ ડોગરા
Saras Salil - Gujarati

સમાજ મહિલાને દબાવે છે - રિદ્ધિ ડોગરા

રિદ્વિ ડોગરા છેલ્લા ૧૫ વર્ષથી એક્ટિંગ કરી રહી છે, પરંતુ તે હીરોઈન બનવા ઈચ્છતી નહોતી. તે શામક ડાવર પાસેથી ડાન્સની ટ્રેનિંગ લઈ રહી હતી. ત્યાર પછી તેને એક ચેનલમાં નોકરી મળી ગઈ

time-read
3 mins  |
April 2023
બોલ્ડ સીનની રાણી રાજસી વર્મા
Saras Salil - Gujarati

બોલ્ડ સીનની રાણી રાજસી વર્મા

રાજસી વર્માએ ‘ચરમસુખ’, ‘પલંગતોડ’ અને ‘ડબલ ધમાકા’ જેવી અનેક વેબ સીરિઝમાં મસ્ત અદાઓનો જાદૂ ચલાવ્યો છે

time-read
1 min  |
April 2023
સલમાનને ગેંગસ્ટરની ધમકી
Saras Salil - Gujarati

સલમાનને ગેંગસ્ટરની ધમકી

સલમાન ખાનને કાળા હરણ મામલા માટે બિશ્નોઈ સમાજની માફી ન માંગવા પર ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી

time-read
1 min  |
April 2023
ખાખી વર્દીમાં મર્દાની યામિની સિંહ
Saras Salil - Gujarati

ખાખી વર્દીમાં મર્દાની યામિની સિંહ

આ ફોટો યામિની સિંહની આગામી ફિલ્મ ‘અવૈધ’નો છે, જેમાં તે એક પોલીસવાળીના રોલમાં અનૈતિક કારોબાર કરનારા લોકો પર કેર બનીને વરસશે

time-read
1 min  |
April 2023
શ્રદ્ધાનું હોડ બોડી
Saras Salil - Gujarati

શ્રદ્ધાનું હોડ બોડી

શ્રદ્ધા કપૂરે લગભગ ૩ વર્ષ પછી એન્ટ્રિ કરી

time-read
1 min  |
April 2023
ખયાલી પર રેપનો આરોપ
Saras Salil - Gujarati

ખયાલી પર રેપનો આરોપ

પોલીસે હોટલના રિસેપ્શન પરથી આઈડી કાર્ડ અને ત્યાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પોતાના કબજામાં લસઈને તપાસ શરૂ કરી

time-read
1 min  |
April 2023
‘હેરાફેરી 3'માં સંજૂ
Saras Salil - Gujarati

‘હેરાફેરી 3'માં સંજૂ

સંજય દત્ત એક અંધ ડોનની ભૂમિકામા જોવા મળશે

time-read
1 min  |
April 2023
ખોટા છે મોહનભાગવત
Saras Salil - Gujarati

ખોટા છે મોહનભાગવત

મોહન ભાગવત આજે ઈચ્છે છે કે ગીતાની માન્યતા પણ રહે, રામાયણ, મહાભારત અને એવા સેંકડો ગ્રંથ પણ રહે અને તે પહેલાંની જેમ પછાત, નિમ્ન તથા અસ્પૃશ્ય જાતિ પર રાજ કરવાની યુક્તિ આ ગ્રંથના આધારે નક્કી કરતા રહે

time-read
4 mins  |
April 2023