વર્ષ ૧૯૪૭-૪૮માં સયાજીરાવ ગાયકવાડે તારંગાથી નવી રેલવે લાઇન નાખવાનો આરંભ કરાવ્યો હતો. જેમાં અંબાજીને મહેસાણા સુધી જોડવાનો પ્રયાસ હતો. આઝાદી પહેલાં તારંગાથી ટ્રેન સેવા શરૂ થઈ હતી, જે ટ્રેન દાંતાના દલપુરા સુધી જ જતી હતી. આ લાઇનમાં વચ્ચે રંગપુર નજીક રેલના એન્જિન માટે એક કૂવામાંથી પાણી લેવાતું હતું. જે કૂવો આજે હયાત છે. કહેવાય છે કે રંગપુર નજીકના બે ડુંગર વચ્ચેથી આગના તણખા ઝરતા હોવાથી જંગલમાં આગ ન લાગે એટલે આ રેલવેનું કામ અટકાવ્યું અને પછી પાટા ઉખેડી લેવાયા હતા.
આમ, ગાયકવાડે ૧૯૪૮માં કામ તો શરૂ કરાવ્યું પણ આઝાદી મળ્યા બાદ તંત્રએ મહેસાણાતારંગા-અંબાજી રેલ પ્રોજેક્ટને વર્ષ ૨૦૦૦ સુધી અભરાઈએ ચડાવી રાખ્યો. છેલ્લે લોકોની માગરજૂઆતો પછી રેલવે મંત્રાલયે મંજૂરીની મહોર મારી, પરંતુ નાણાંના અભાવે મહેસાણા-તારંગાઅંબાજી પ્રોજેક્ટ અટવાઈ પડ્યો હતો. ફરી પાછો ૨૦૧૪માં તારંગાને આબુ રોડ સાથે જોડવા માટે આશરે ૧૬૯૯ કરોડના પ્રોજેક્ટની સરકારે જાહેરાત કરી, પણ ૨ વર્ષમાં પૂરો થનારો આ પ્રોજેક્ટ માત્ર તારંગા સુધી જ પૂરો થઈ શક્યો.
કેટલું કામ થાય છે એ તો આવનારો સમય જ બતાવશે, પણ રેલવે મંત્રાલયે રૂ. ૨૭૯૮.૧૬ કરોડના અંદાજિત ખર્ચ સાથે તારંગા હિલ-અંબાજી-આબુ રોડ નવી રેલવે લાઇનના નિર્માણ માટે મંજૂરી આપી દીધી છે. જેથી ગુજરાતની વર્ષો જૂની માગ પૂરી થઈ છે. આ રેલવેથી અંબાજી જનારા માઈભક્તોને સારી સુવિધા મળશે. આખી રેલવે લાઇન અરવલ્લીની દુર્ગમ ગિરિમાળામાં નિર્માણ પામશે. જેથી ગુજરાતમાં મનાલી જેવી ટ્રેન મુસાફરીની મજા માણી શકાશે. તારંગાથી આબુ રોડની આશરે ૮૯ કિમીની રેલવે લાઇન ડુંગરાળ વિસ્તારમાં હશે. જેથી પર્યટકો માટે ટ્રેનની સફર યાદગાર બની રહેશે.
અંબાજી એ ભારતની ૫૧ શક્તિપીઠો પૈકીની એક મહત્ત્વની શક્તિપીઠ છે. દર વર્ષે અહીં ગુજરાત અને દેશ-વિદેશથી લાખો માઈભક્તો માનાં દર્શને આવે છે. અહીં ભાદરવી પૂનમના મેળામાં આવતા લાખો માઈભક્તો રેલવેમાં મુસાફરી કરી શકશે. મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટથી ધાર્મિક સ્થળોને મુખ્ય નેટવર્ક સાથે જોડાશે.
Denne historien er fra July 30, 2022-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra July 30, 2022-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!