સ્પર્શ હાર્દિક
૧૯મી સદી દરમિયાન ભારતીય સાક્ષરો વિદેશી કથાસાહિત્યના સારા એવા સંપર્કમાં આવ્યા તથા પ્રિન્ટિંગ ટેક્નોલોજી પણ આપણા દેશમાં વધારે માત્રામાં ફેલાઈ, એના કારણે ભારતીય ભાષાઓમાં નવલકથાઓ લખાવાનું પ્રમાણ વધવા લાગ્યું હતું. ભારતીય સાહિત્યના અભ્યાસી, લેખક, અનુવાદક અને ભાષાશાસ્ત્રી શિશિરકુમાર દાસ લખે છે કે, શરૂઆતની ઘણી નવલકથાઓમાં વિદેશી સત્તા તળે બદલાઈ રહેલાં ભારતીય પાત્રો અને સમાજનું ચિત્રણ થતું હતું. પશ્ચિમના કેટલાક પ્રગતિવાદી વિચારો સામે ભારતીય વિચારોનો ટકરાવ પણ એમાં જોવા મળતો હતો, પરંતુ જેમ જેમ બ્રિટિશ સત્તાનું દમન વધતું ગયું અને ભારતીય મૂલ્યો, સંસ્કૃતિ અને વારસા પ્રત્યે આપણા સાક્ષરોની સમજ વધતી ગઈ, એમ રાષ્ટ્રવાદ અને પશ્ચિમીકરણ વચ્ચેનો સંઘર્ષ પણ વધતો ગયો.
આ પ્રક્રિયા સાથે જ, ક્રાંતિનો નાદ પણ ધીમે ધીમે કથાસાહિત્યમાં પડઘાવા લાગ્યો હતો. આઝાદીના સંગ્રામનો સૂર ઝીલતી, ભારતીય કથા સાહિત્યની એક મોટી ઘટના કહી શકાય એવી નવલકથા એટલે ‘આનંદ મઠ' (૧૮૮૨). બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે આ કથા ઈ.સ. ૧૭૭૦ના બંગાળના ભીષણ દુષ્કાળ અને સંન્યાસી વિદ્રોહની પૃષ્ઠભૂમિમાં લખેલી. આ કથાએ આવનારા દાયકામાં થનારા ક્રાંતિકારી સંઘર્ષની રૂપરેખા આપવામાં મહત્ત્વનો ભાગ ભજવેલો. એમાં સમાવિષ્ટ ‘વંદે માતરમ્' ગીત ત્યાર પછી ક્રાંતિકારીઓના હૈયે વસી ગયું હતું. ૧૯૦૫માં બંગાળના ભાગલા સમયે આ પ્રાંતની પ્રજાએ ‘વંદે માતરમ્’ ફરી યાદ કરીને અનેરો જુસ્સો મેળવ્યો હતો. ગીતના શબ્દોએ આગળ જતા ભારતીય ઉપખંડની ચેતનાને જગાડવાનું પણ કામ કર્યું હતું.
આ ગાળામાં રચાયેલા ભારતીય ભાષાઓનાં કાવ્યોમાં મુખ્યત્વે બે પ્રકારના સૂર સંભળાતા હતા. એક પ્રકારનો સૂર વિદેશી સત્તાની યાતનાને કારણે ભારતની દુર્દશા અને એના સમૃદ્ધ અતીતનો હતો અને બીજા પ્રકારનો સૂર વિદ્રોહનો, બંડ પોકારવાનો અને પ્રાણ ન્યોછાવર કરવાની હદ સુધી આઝાદીની લડાઈમાં ઝઝૂમ્યા કરવાનો હતો.
Denne historien er fra August 06, 2022-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra August 06, 2022-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!