આઝાદી પછી જ્યારે ગુલામીનાં ચિહ્નો રાખવા કે ન રાખવા એ પ્રશ્ન દરબાર ગોપાળદાસના મગજમાં તરતો હતો. ગાદીને લાત મારવી પણ આત્માને સ્વતંત્ર રાખવો એમાં જ માનવતા છે તે વાત તેમને સમજાઈ જતાં પત્ની ભક્તિબાની અનુમતિ મેળવીને તરત જ ગાદી છોડી દીધી. એ બનાવે હિન્દુ અને ખાસ કરીને ગુજરાતના રાષ્ટ્રીયતાનાં પગલાંને એક કદમ આગળ ધપાવ્યું. સૌના મનમાં તે વખતે એક જ પોકાર હતોઃ ધન્ય છે દરબાર સાહેબને! ધન્ય છે ભક્તિબાને! ગાદીથી મળતા લાભ, એશોઆરામ, પ્રતિષ્ઠા એ સૌને તિલાંજલિ આપી આ દંપતી સામાન્ય માણસ બની ગયાં, રાજારાણી મટીને સેવક થઈ ગયાં.
૧૦૦વર્ષ પહેલાં સૌરાષ્ટ્રમાં આ રાજવીએ અસ્પૃશ્યોને પોતાના ગણ્યા. ભદ્ર વર્ગ તરફથી દલિતો અને મહિલાઓને સન્માન આપવાની જો કોઈએ શરૂઆત કરી હોય તો તે દરબાર ગોપાળદાસ દેસાઈ હતા. તેમણે ગણોતનિયંત્રણ, ખેડે તેની જમીન, વેઠનાબૂદી વગેરે સુધારાઓનું અમલીકરણ કર્યું હતું, ખેડૂતોનાં દેવાં માફ કર્યાં હતાં. પોતાના નાનકડા તાલુકામાં મફત પ્રાથમિક શાળાઓ શરૂ કરી હતી. ૧૯૧૫માં વસોમાં મૉન્ટેસોરી પદ્ધતિનું બાલમંદિર શરૂ કરવામાં તેમણે અગત્યની ભૂમિકા ભજવી હતી. નડિયાદમાં વિઠ્ઠલ કન્યાવિદ્યાલય તથા રાજકોટમાં વલ્લભ કન્યાવિદ્યાલયની સ્થાપનામાં પણ તેમણે પહેલ કરી હતી.
મહાત્મા ગાંધીના પૌત્ર રાજમોહન ગાંધીએ તેમનું જીવનચરિત્ર લખ્યું છે. એ પુસ્તકનું નામ છેઃ ‘પ્રિન્સ ઓફ ગુજરાત, ધ એક્સ્ટ્રાઑર્ડિનરી સ્ટોરી ઓફ પ્રિન્સ દરબાર ગોપાળદાસ દેસાઈઃ ૧૮૮૭-૧૯૫૧’.
દરબાર ગોપાળદાસે સ્થાપેલ વિઠ્ઠલ કન્યા કેળવણી મંડળ સહિત વસો સ્થિત નિવાસ સ્થાનની તેમના પુત્ર બારીનભાઈએ તાજેતરમાં મુલાકાત લીધી હતી. ‘અભિયાન’ સાથેની વાતચીતમાં તેમણે પુસ્તક અંગે જણાવ્યું કે, ‘આ પુસ્તક દરેક વ્યક્તિએ વાંચવા-વંચાવવા જેવું છે અને વર્તમાન ગુજરાતમાં મજબૂત થઈ રહેલી જ્ઞાતિવાદી જડતા વચ્ચે માણસાઈને ઢંઢોળવામાં કદાચ મદદરૂપ થઈ શકે. આઝાદી પૂર્વે સમાનતાના સિદ્ધાંતને ચરિતાર્થ કરનાર દરબાર ગોપાળદાસનું જીવન પ્રેરક અને ઘટનાપ્રધાન રહ્યું છે. તેમનો જન્મ ૧૮૮૭માં થયો હતો. ગોપાળદાસ દેસાઈનું મૂળ વતન નિડયાદ પાસે આવેલું વસો.’
Denne historien er fra August 27, 2022-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra August 27, 2022-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!