કેન્સરની સારવારમાં ભારતની અસાધારણ પ્રગતિ
ABHIYAAN|October 01, 2022
અબજોના અબજો ડૉલર, લાખો વિજ્ઞાનીઓની દાયકાઓની સાધના બાદ કૅન્સર નેસ્તનાબૂદ થયું નથી, પરંતુ અમુક નિદાનો, સારવારો વગેરે ઉપલબ્ધ થયાં છે. કૅન્સર કયા અંગમાં અને કયા સ્ટેજ પર પહોંચ્યું છે તેના પર સારવારની અરસનો આધાર રહે છે
વિનોદ પંડ્યા
કેન્સરની સારવારમાં ભારતની અસાધારણ પ્રગતિ

શરીર તંદુરસ્તપણે કામ કરે તે માટે શરીરની અંદરના કોષ (સેલ) તંદુરસ્ત હોય તે ખૂબ જરૂરી છે. કોષનો જન્મ, સંખ્યા, મૃત્યુ પર શરીરના ડીએનએનો કાબૂ હોય છે. જો આ ડીનએનએ વિભાજિત થાય, તેની સંખ્યા વધે તો કોષો પર નિયંત્રણ રહેતું નથી. બેકાબૂ કોષો જ્યારે તેઓએ મરવું જોઈએ ત્યારે મરતા નથી અને કોષો પણ અનેક વખત વધીને શરીરમાં સંખ્યા અથવા ફેલાવો વધારતા રહે છે. પ્રારંભમાં શરીરની બહાર કે અંદર નાનકડી ગાંઠના રૂપમાં તેઓ જમા થાય. તેનો દુખાવો હોતો નથી અને શરીરની અંદર હોય તો તેની હાજરીની ખબર પણ પડતી નથી. શરીરની કોઈ બખોલમાં ટ્યૂમર મોટું થાય તો ઘણી વખત તે ત્રીજા કે ચોથા સ્ટેજમાં પ્રવેશી જાય ત્યારે ખબર પડે. એ વિકૃત કોષો શરીરની મુખ્યધારામાં પ્રવેશીને બીજી, ત્રીજી જગ્યાએ ક્રમશઃ ઘર (ટ્યૂમર) બનાવે. એક હદથી વધી ગયા બાદ તેના પર કિમોથેરપીની સારવારની કોઈ અસર થતી નથી.

બધાં કૅન્સર એક સરખાં હોતાં નથી. તે લાગુ પડવાનાં પેટા કારણો અલગ - અલગ હોય છે, પરંતુ આખરે બધામાં કોઈક ને કોઈક રીતે શરીરના કોષો ખતમ થતાં હોય છે. એકસોથી વધુ પ્રકારનાં કૅન્સર છે. અમુક લોકોના શરીરમાં વારસાગત રીતે અમુક ડીએનએ ઊતરી આવે છે, જેના કારણે એ કુળના લોકોમાં એ પ્રકારના કૅન્સર થવાનું જોખમ વધુ રહે છે. અમેરિકા અને વિકસિત દેશોમાં કૅન્સરનાં સંશોધનો અને ઔષધ નિર્માણ પાછળ અનેક દાયકાઓથી લાખો વિજ્ઞાનીઓએ કામ કર્યું છે અને કરી રહ્યા છે. બેસુમાર નાણાં રોક્યા છે, કારણ કે ગોરી અથવા કોકેસિયન પ્રજામાં કૅન્સરનું પ્રમાણ ખૂબ મોટું છે. હમણાં થોડા મહિના અગાઉ આપણે ‘અભિયાન’માં વાંચી ગયા કે પ્રસિદ્ધ હોલિવૂડ અભિનેત્રી એન્જેલિના જોલીના કુટુંબમાં, સ્તન કૅન્સર ઉપજાવે એવા ડીએનએ છે. એન્જેલિનાને કૅન્સર થવાની શક્યતા ખૂબ ઊંચી હતી. અગમચેતી કાજે એન્જેલિનાએ સર્જરીથી પોતાનાં બંને સ્તન દૂર કરાવી નાખ્યાં છે. જે પ્રોસિજર માસ્ટેક્ટોમી તરીકે ઓળખાય છે. ન રહે બાંસ, ન બજે બાંસુરી. પણ ખૂબ સમૃદ્ધ લોકો આ પ્રકારની તપાસ અને પ્રોસિજરો અગાઉથી કરાવી શકતા હોય છે.

કૅન્સર શરીરમાં ક્યાં થાય છે, શેના કારણે થાય છે તે મુજબ તેને એકસોથી વધુ નામ અપાયાં છે, પરંતુ તે બધાને પાંચ અલગ - અલગ છત્રીઓ (અંબ્રેલા) હેઠળ વર્ગીકૃત કરાય છે. એક, કાર્સિનોમા, બે સારકોમા, ત્રણ મેલેનોમા, ચાર લિમ્ફોમા, પાંચ લ્યુકેમિયા.

Denne historien er fra October 01, 2022-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra October 01, 2022-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
ABHIYAAN

હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ

સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન-ગાર્ડનિંગ

ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
નીરખને ગગનમાં....
ABHIYAAN

નીરખને ગગનમાં....

Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું

time-read
4 mins  |
Abhiyaan Magazine 11/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના

time-read
5 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન

time-read
8 mins  |
Abhiyaan Magazine 11/01/2025
શ્રદ્ધાંજલિ
ABHIYAAN

શ્રદ્ધાંજલિ

ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય

time-read
4 mins  |
Abhiyaan Magazine 11/01/2025
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
ABHIYAAN

દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો

એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
ABHIYAAN

ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?

બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.

time-read
3 mins  |
Abhiyaan Magazine 11/01/2025
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025