સુગંધ દ્વારા ખોવાયેલા સમયની તલાશ
ABHIYAAN|November 26, 2022
માર્સલ પૃસ્ટની નવલકથાનો સૌથી પ્રસિદ્ધ અંશ એ છે, જ્યારે નાયક મેડેલિન નામક નાનકડી કેકનો સ્વાદ માણતી વખતે એકાએક એ ક્ષણોમાં ખેંચાઈ જાય છે
સ્પર્શ હાર્દિક
સુગંધ દ્વારા ખોવાયેલા સમયની તલાશ

સૌને જીવનના કોઈ ને કોઈ તબક્કે એ પ્રશ્ન થયો જ હશે કે જીવવા પાછળનો હેતુ શું? આ બધી પળોજણ અને હાડમારી વેઠીને શ્વાસ લેતાં અને છોડતાં રહેવાની ક્રિયા પાછળનું કારણ શું? આ પ્રશ્ન એટલો જ સંસારી માણસને સતાવે છે જેટલો સંન્યાસીને, પરંતુ અંતે માણસ ઉત્તર મેળવ્યા વગર જ ચાલ્યો જાય છે, પાછળ યાદોનો એક ઢગલો મૂકીને. દોઢ સદી પહેલાં જન્મેલા ફ્રેન્ચ લેખક માર્સલ પૃ પૃસ્ટ એક મહાનવલકથા વડે પોતાની અંગત સ્મૃતિના ઢગલાને શબ્દોમાં બાંધવાનો પ્રયાસ કરે છે, જેના ફ્રેન્ચ નામનો અર્થ થાય છે, ‘ખોવાયેલા સમયની તલાશમાં’, જેનો બીજો અનુવાદ આ રીતે કરાયો છે, ‘અતીતની વાતોનું સ્મરણ.’

સંસારની સૌથી લાંબી નવલકથાઓમાં સ્થાન મેળવતું, સામાન્ય કદના પુસ્તકના આશરે ૪૨૦૦ પન્નાં રોકી લેતું આ મહાસર્જન સાત ખંડમાં ફેલાયેલું છે. લગભગ સાડા બાર લાખ શબ્દોની આ ગાથા છે માર્સલ પૃસ્ટના અતીતને સંકલિત કરવાના પ્રયાસની, પોતાની હયાતીને, પોતાની ઓળખને એક કળાકૃતિમાં બંધ કરી સદીઓ સુધી જીવિત રાખવાના સંઘર્ષની. માર્સલ પૃસ્ટ એમની કળાને નવલકથાના સર્જન દ્વારા અમર રહેવાના માર્ગ તરીકે ઉપયોગમાં લે છે. કદાચ જીવનનો અડધો અર્થ જાણે એને ઘડવું, એના કપરા ઉતારચડાવ ધરાવતા માર્ગ પરથી પસાર થવું, અને અડધો અર્થ એ અનુભૂતિ અને અનુભવોને સ્મરણમાં સાચવી રાખવા અને સમયાંતરે એનું સંસ્મરણ કરવા મથતાં રહેવું એવો થતો હશે, કારણ કે સ્મૃતિ, સ્મરણ કે યાદ આપણા પૃ થ્વીલોક પરના, સમાજ વચ્ચે રહેતાં એક અલાયદા માણસ હોવાના અર્થને સમજવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. માણસ પાસેથી એની સ્મૃતિ છીનવી લેવામાં આવે અથવા એ સંસ્મરણ કરવાની શક્તિ ગુમાવી બેસે તો એ સંસાર કે સમાજમાં પોતાની ભૂમિકા અને સતત રીતે ગ્રહણ કરેલી સમજણથી પ્રાપ્ત કરેલ જીવનનો મર્મ ખોઈ બેસે. અલ્ઝાઇમરના પીડિતોની સ્થિતિ વિશે જેણે વાંચ્યું, સાંભળ્યું કે જોયું હશે, તેઓને એમના સ્મૃતિભ્રંશની પીડાનો, પોતે ક્યાં, કોની વચ્ચે અને કેવી રીતે આવી ચડ્યા એની અકળાવનારી વેદનાનો ઓછોવત્તો ખ્યાલ હશે જ.

Denne historien er fra November 26, 2022-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra November 26, 2022-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
ABHIYAAN

હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ

સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન-ગાર્ડનિંગ

ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
નીરખને ગગનમાં....
ABHIYAAN

નીરખને ગગનમાં....

Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું

time-read
4 mins  |
Abhiyaan Magazine 11/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના

time-read
5 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન

time-read
8 mins  |
Abhiyaan Magazine 11/01/2025
શ્રદ્ધાંજલિ
ABHIYAAN

શ્રદ્ધાંજલિ

ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય

time-read
4 mins  |
Abhiyaan Magazine 11/01/2025
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
ABHIYAAN

દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો

એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
ABHIYAAN

ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?

બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.

time-read
3 mins  |
Abhiyaan Magazine 11/01/2025
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025