એક મત આપે તેના ઘણા ઓપિનિયનની વેલ્યૂ કરી શકાય
એક મત ના આપીને પાંચ વર્ષ ઘણી પ્રાઇસ ચૂકવી શકાય
ચૂંટણી આવી ગઈ. મતદાન કરવાનો દિવસ આવી ગયો એવું નથી કહેવાતું. આપણી સરકાર બનાવાનો દિવસ આવી ગયો એવું નથી કહેવાતું. કેમ? કારણ માટે ચિંતન કરવાથી મન ’ને મગજ છેલ્લા અમુક અંતરાલમાં વ્યક્તિગત રીતે જે ગમ્યું કે ના ગમ્યું તે મુજબ નિર્ણય આપશે. આપણી કે દૃષ્ટિ અંગ્રેજ સરકાર પછી અખબારી લેખન ’ને રાજકીય પ્રચાર દ્વારા આવી કેળવવામાં આવી છે. એ પણ ખરું કે આઝાદી પછી આ કે તે નેતા એક કે બીજી રીતે બહુમત પ્રજાને સંતોષ આપી શક્યા ન હતા. સરવાળે પ્રજાનો જે ભાગ કોઈ રાજકીય પક્ષ સાથે કે સરકાર સાથે જોડાતો ન હતો તેની ચૂંટણી અંગેની માનસિકતા થોડી કે વધારે નકારાત્મક થતી ગઈ. એક કે બીજા રાજકીય પક્ષ સાથે નવેસરથી કોઈક રીતે જોડાનાર ઉમેરાતા રહ્યા ’ને સરકારી નોકરી કે કોઈ બીજી રીતે સરકાર તરફથી સુખ કે લાભ મેળવનારા ઉમેરાતા રહ્યા. છતાં એક મોટો વર્ગ સતત જીવંત રહ્યો જે પ્રત્યેક રાજકીય પક્ષ ’ને સરકાર તરફ નારાજ કે ઉદાસીન થતો હોય.
૧૯૬૨થી શરૂ કરી અત્યાર સુધી ગુજરાતમાં ૧૪ વાર વિધાનસભાની ચૂંટણી થઈ. ૧૯૬૨માં ૬૫.૯૫%, ૧૯૬૭માં ૭૪.૮૦%, ૧૯૭૨માં ૫૮.૧૦%, ૧૯૭૫માં ૬૦.૦૯%, ૧૯૮૦માં ૪૮.૩૭ %, ૧૯૮૫માં ૫૧.૫૯ %, ૧૯૯૦માં ૫૨.૨૦%, ૧૯૯૫માં ૬૪.૩૯ %, ૧૯૯૮માં ૫૯.૩૦ %, ૨૦૦૨માં ૬૧.૫૩ %, ૨૦૦૭માં ૫૯.૭૭ %, ૨૦૧૨માં ૭૨.૦૨ %, ૨૦૧૭માં ૬૯.૦૧% મતદાન થયું. સૌથી ઓછું મતદાન પહેલી ચૂંટણીમાં ’ને સૌથી વધુ મતદાન ૨૦૧૨માં થયું. આપણે ત્યાં અમુક અનિશ્ચિત સમયના અંતરે મતદાન ફરજિયાત કરવાની માગણી થયા કરે છે. ૨૦૧૭ની ચૂંટણીમાં પ્રથમ વાર નોટા અર્થાત્ ‘નન ઓફ ધ એબોવ’ વિકલ્પ આપવામાં આવ્યો હતો. ત્યારે પાંચ લાખ અડતાલીસ હજાર ત્રણસો બત્રીસ મતદારોએ એ ચૂંટણી લડતા બધા પક્ષ ’ને અપક્ષને નકાર્યા હતા. એ આંકડામાં અમદાવાદ, વડોદરા, સુરત, બનાસકાંઠા ’ને રાજકોટના મતદારનો ફાળો મોટો હતો.
Denne historien er fra December 03, 2022-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra December 03, 2022-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ