પૂર્ણિમાદેવીઃ પંખીનું અસ્તિત્વ બચાવવા જીવન સમર્પિત
ABHIYAAN|December 17, 2022
એક દિવસ મને અચાનક ફોન આવ્યો, ‘તમે જલ્દી અહીં આવી જાઓ. એક મોટું વૃક્ષ કાપવામાં આવી રહ્યું છે અને હર્ગિલાનાં બધા માળાઓ અને બચ્ચાંઓ ખતમ થઈ ગયા છે.’ મેં ત્યાં પહોંચીને જોયું કે કેટલાંય બચ્ચાંઓ અધમૂઆ થઈ ચૂક્યાં હતાં અને કેટલાંકે દમ તોડી દીધો હતો. જેમણે આ વૃક્ષ કાપ્યું તેમની સાથે વાત કરવા હું ગઈ તો તેમણે ઉદ્ધતાઈથી જવાબ આપ્યો કે, આ અમારા ઘરનું વૃક્ષ છે. અમે કાપીએ કે રાખીએ તમારે શું મતલબ? આસપાસના લોકો મારી મજાક ઉડાવવા લાગ્યા. મેં જ્યારે તેમને કહ્યું કે હું આના પર અભ્યાસ કરી રહી છું તો તેમણે કહ્યું કે આ પંખી તો બધે ગંદકી ફેલાવે છે અને તમારે તેને બચાવવું છે?
લતિકા સુમન
પૂર્ણિમાદેવીઃ પંખીનું અસ્તિત્વ બચાવવા જીવન સમર્પિત

ભૂમિ એટલે કે પૃથ્વી, ધરતી જેને કોઈની આપણે માતા તરીકે ઓળખીએ છીએ. આ માતાના સંપૂર્ણ શરીર સાથે જોડાયેલી ઊર્જાને સ્ત્રીના રૂપમાં જોવામાં આવે છે. મા પોતાના દરેક બાળકને પ્રેમ કરે છે, સાથે વહાલાં-દવલાં જેવો વ્યવહાર રાખતી નથી. મા પોતાના બાળકની ભાવનાઓને સમજી શકે છે, કારણ કે તેનું હૃદય તેના બાળક સાથે જોડાયેલું હોય છે. પછી એ કોઈ પણ જીવ હોય, કીડા-મકોડા, સાપ, વાઘ, સિંહ, હરણ, પંખીઓ - બધાં માટે મા એ મા જ હોય છે. આવી જ રીતે ધરતી માતા પણ પૃથ્વી પરના પોતાના દરેક બાળક સાથે જોડાયેલી છે. પોતાનાં બાળકોમાં જો કોઈ અશક્ત હોય, દિવ્યાંગ હોય તો સમાજ ભલે તેને તરછોડે પણ મા તેનું વધુમાં વધુ ધ્યાન રાખે છે. આપણે જોઈએ તો ડૉક્ટર પૂર્ણિમાદેવી બર્મનની પરિસ્થિતિ પણ આવી જ છે.

પૂર્ણિમાદેવી જ્યારે બે જોડિયાં દીકરીઓની માતા બન્યાં ત્યારે એ પીએચડી કરી રહ્યાં હતાં. તેઓ એક મોટા સારસ હર્ગિલા –જેને અંગ્રેજીમાં Greater Adjutant કહેવાય છે તેના પર સંશોધન કરીને પોતાની ડિગ્રી મેળવવા માગતાં હતાં. સૌની જેમ એમણે પણ જીવનમાં પોતાના માટે અનેક પ્લાન બનાવ્યાં હતાં, ભવિષ્યમાં તેમને પણ કંઈક મોટું કાર્ય કરીને બતાવવું હતું. જે પંખી ઉપર તેઓ અભ્યાસ કરી રહ્યાં હતાં તેને જ થઈ રહેલા અન્યાયને જોઈને તે પંખીઓ સુધી તેમનું હૃદય ખેંચાવા લાગ્યું હતું. તેમને એવું લાગતું હતું કે આ પંખીઓની ઉપેક્ષા કરવામાં આવી રહી છે. દુનિયા માટે આ પંખીઓની કિંમત શૂન્ય છે.

લોકોની એ ધારણા છે કે સારસ કુળનું આ પંખી કે જેને બિહારમાં ગરુડ મહારાજ તરીકે પણ ઓળખવામાં આવે છે એ નકારાત્મક અને ગંદું છે. એટલે લોકો તેનાથી દૂર ભાગે છે. જે જોવું નથી ગમતું તેનાથી દૂર ભાગવું એ માણસનો સ્વભાવ છે. પૂર્ણિમાદેવી એક એવું ઉદાહરણ છે જેમણે આ સ્વભાવને છોડ્યો. પંખીને આ તેમણે બચાવવાનું નક્કી કર્યું અને આગળ ડગ માંડ્યા. જે પંખીથી લોકો દૂર ભાગતા હતા તે પંખીને બચાવવા માટે જ તેમણે કરેલા સ્નેહભર્યા વર્તનને કારણે તેમને ચેમ્પિયન્સ ઓફ ધી અર્થ- ૨૦૨૨ના ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં. પૂર્ણિમાદેવીની આ ગૌરવશાળી સફરને સમજવા માટે ‘અભિયાને’ તેમનો આસામમાં સંપર્ક કર્યો. વ્યસ્તતા વચ્ચેથી સમય કાઢીને પૂર્ણિમાદેવીએ પોતાના બાળપણથી લઈને આજ સુધીના જીવન વિશે ‘અભિયાન’ સાથે વાત કરી.

Denne historien er fra December 17, 2022-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra December 17, 2022-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
ABHIYAAN

હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ

સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન-ગાર્ડનિંગ

ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
નીરખને ગગનમાં....
ABHIYAAN

નીરખને ગગનમાં....

Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું

time-read
4 mins  |
Abhiyaan Magazine 11/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના

time-read
5 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન

time-read
8 mins  |
Abhiyaan Magazine 11/01/2025
શ્રદ્ધાંજલિ
ABHIYAAN

શ્રદ્ધાંજલિ

ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય

time-read
4 mins  |
Abhiyaan Magazine 11/01/2025
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
ABHIYAAN

દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો

એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી

time-read
2 mins  |
Abhiyaan Magazine 11/01/2025
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
ABHIYAAN

ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?

બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.

time-read
3 mins  |
Abhiyaan Magazine 11/01/2025
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025