મુઠ્ઠી માટી અને ચપટી આકાશની TRUE LOVE STORY
ABHIYAAN|February 25, 2023
પ્રેમમાં ગુલાબ સાથેના એકરાર તો બહુ જોયા, પણ પ્રેમમાં દરરોજ ઊઘડતી સવારને પ્રિયજનના હોઠ પર રમતી મૂકી શકે એવા પ્રેમી આ દુનિયામાં જૂજ છે, પણ છે ખરા!
પ્રિયંકા જોષી
મુઠ્ઠી માટી અને ચપટી આકાશની TRUE LOVE STORY

જુલી અને વિવેક: અજવાળાનું બીજ રોપાયું

સૂરજ ક્ષિતિજના ગર્ભમાંથી બહાર આવે. ધરતી ફાડીને અજવાળાની કૂંપળ માથું ઊંચકે. એ ઘડીએ કશેક પંખીઓનો કલરવ ગુંજતો હોય છે, તો ક્યાંક વાહનોનો કાળો કકળાટ. ક્યાંક વળી, દિવસ લીલીછમ વનરાઈમાં સાતોલિયું રમતો હોય અને ક્યાંક કોન્ક્રિટનાં જંગલોમાં અથડાતો હોય. માણસનું બેચેન મન ગાયા કરે - દિલ ઢૂંઢતા હૈ ફીર વહી.. પણ ક્યાંથી મળે! શાંત, નિર્મળ ધરતી ૫૨ એણે જ તો પરેશાનીનું પ્લાસ્ટર માર્યું છે. થોડી જરૂરિયાતો અને વધુ વાંછનાઓની એક પછી એક દીવાલો ચણાતી જાય. એવી ભુલભુલામણી રચાતી જાય કે માણસ ઇચ્છવા છતાં તેમાંથી બહાર નીકળી શકે નહીં, પરંતુ દુનિયામાં કેટલાંક લોકો છે, જે આ ચક્રવ્યૂહ તોડવાની હામ રાખે છે. કકળાટ ભરેલી દુનિયાથી દૂર અદકેરી દુનિયા વસાવી શકે છે. આવું જ એક યુગલ એટલે જુલી અને વિવેક કેરીપ્પા.

વિવેક-જુલીના આદિવાસી સાથીઓની ટીમ

૧૯૮૫નું વર્ષ, ભૂતપૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા પછી ઊઠેલો વંટોળ દિલ્હી અને આસપાસના પ્રાંતોને ધમરોળી રહ્યો હતો. કોમી હુલ્લડોથી સમસ્ત આતંક ફરી વળ્યો હતો. સામાજિક વ્યવસ્થા તૂટી પડી હતી. લોકો મરી રહ્યાં હતાં, મારી રહ્યાં હતાં. લોકો વિખૂટાં પડતાં અને લાપતા થઈ જતાં. ચારે બાજુ ક્યારેય પૂરી ન થાય એવી રાત પથરાઈ ગઈ હતી. એ બંનેએ વિચાર્યું કે જો આ ઘડીએ નીકળી નહીં જાય તો હજારો લોકોની જેમ આ અંધારું એમને પણ ગળી જશે.

જુલીએ હાથ લંબાવ્યો, ‘ચાલો.’

અને વિવેકે તેનો હાથ ઝાલી લીધો, ‘ચાલો.’

આ રીતે ગાઢ અંધકારમાં અજવાળાનું બીજ રોપાયું અને અહીંથી શરૂ થઈ એમની એક નવી દુનિયા રચવાની સફર.

વિવેક સાથે તેમનાં બે પુત્રો અને દીકરી

આ સફર મૈસૂર (કર્ણાટક)થી ૫૦ કિ.મી. દક્ષિણ દિશાએ આવેલા એચ.ડી. કોટેપર આવીને અટકી. પહાડોની હૂંફમાં, નુગુ નદીને કિનારે આવેલા આ દુર્ગમ સ્થળે તેમણે પોતાના સ્વપ્નને વસાવવાનું શરૂ કર્યું. માનવસર્જિત સમાજનું બિહામણું રૂપ જોઈ ચૂકેલા વિવેકજુલીએ વન અને પશુ-પંખીઓ વચ્ચે સ્થાયી થવાનું નક્કી કર્યું. આ વિચાર તો જુલીનો હતો, પણ ધ્યેય બંનેનું હતું. પ્રેમ માણસને અનન્ય શક્તિનો અહેસાસ કરાવે છે. પ્રેમની અભિવ્યક્તિ માટે મહત્ત્વાકાંક્ષાનું ફલક મળે ત્યારે એ કાર્યમાં અલૌકિક આનંદ આવે છે.

Denne historien er fra February 25, 2023-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra February 25, 2023-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
ABHIYAAN

વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય

કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/12/2024
માયાવી જળકુંભીની માયાજાળ
ABHIYAAN

માયાવી જળકુંભીની માયાજાળ

મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.

time-read
6 mins  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી-૨
ABHIYAAN

કવર સ્ટોરી-૨

રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી

time-read
5 mins  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ

time-read
5 mins  |
Abhiyaan Magazine 21/12/2024
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

કામધંધાનું નામ આપણું જોઈએ

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/12/2024