હેપીનેસ ઇન્ડેક્સ અને ડોમેસ્ટિક રિઝર્વેશન!
ABHIYAAN|February 25, 2023
૨૭ ટકા અનામત મુજબ મારાથી રંધાય એટલું જ રાંધ્યું છે અને ૨૭ ટકા પ્રમાણે જેટલું પીરસાય એટલું જ પીરસ્યું છે. બાકીનું જોઈતું હોય તો જાતે રાંધી લેવાનું અને લઈ લેવાનું
હર્ષદ પંડ્યા ‘શબ્દપ્રીત’
હેપીનેસ ઇન્ડેક્સ અને ડોમેસ્ટિક રિઝર્વેશન!

ભૂતાન જેવો સાવ ટચૂકડો દેશ હેપીનેસ ઇન્ડેક્સમાં માને છે, કેમ કે ત્યાં ડોમેસ્ટિક ઍન્વાયરન્મેન્ટ સેન્ટ પરસેન્ટ શુદ્ધ છે. આપણા પુરાતન અનુભવશાસ્ત્રીઓ આપણને એક કહેવતની ભેટ આપતા ગયા છે કેઃ ‘નારી સુખે સુખી નર, નારી દુઃખે દુઃખી નર.’ જે ઘરમાં સ્ત્રી પ્રસન્ન રહેતી હોય, એ ઘરમાં ઈશ્વરને સુખનો સ્વર સંભળાતો હોય છે. પુરુષ કોઈ પણ ધર્મનો, કોઈ પણ દેશનો કે કોઈ પણ પદવી-પ્રતિષ્ઠા ધરાવતો હોય એની પ્રસન્નતાના મૂળમાં સ્ત્રીની પ્રસન્નતા રહેલી છે.

પહેલાં જેવો સમય હવે રહ્યો નથી. સ્ટ્રેસ, ટૅન્શન અને કન્ફ્યુઝનના ત્રિવેણી સંગમે માણસને પ્રસન્નતાથી દૂર હડસેલી દીધો છે.

રાજકીય પક્ષોએ પણ પોતાના ચૂંટણી - મૅનિફેસ્ટોમાં એવો મુદ્દો અવશ્ય મૂકવો જોઈએ કે અમારી પાર્ટી સત્તા ૫૨ આવશે તો અમે પ્રત્યેક ઘરમાં પ્રસન્નતાનો પુરવઠો પૂરો પાડીશું. પ્રસન્નતાનો દુકાળ પર ક્યારેય નહીં પડવા દઈએ. કદાચ અમારા વિપક્ષી મિત્રો આવો દુકાળ સર્જવાનું ષડયંત્ર કરશે તો એ યંત્ર ખોટવાઈ જાય એ માટે અમે એ લોકોને જ પ્રસન્નતાના પર્યાવરણમાં ધકેલી દઈશું. અમારું તો એક જ સૂત્ર છેઃ ‘સંપન્ન રહો – પ્રસન્ન રહો’, ‘સબ કી સંપન્નતા – સબ કી પ્રસન્નતા’, ‘સંપન્નતા વિના પ્રસન્નતા નથી.’

કેટલાક શબ્દો અને કેટલાંક સૂત્રો બોલવામાં જેટલાં સુંદર લાગે છે, વ્યવહારમાં એટલાં જ ભયાનક લાગે છે, એની ખબર આવા સૂત્રોચ્ચાર કરતા સૂત્રવીરો કે સૂત્રધારોને નથી હોતી.

મારા ઘરને તો હું ભૂતાન સુધી લઈ જઈ શકું નહીં, પણ ભૂતાનનું પર્યાવરણ તો મારા ઘરમાં પેદા કરી શકું ને? મેં તાબડતોબ નિર્ણય કરી લીધો કે બસ આજથી જ – શુભસ્ય શીઘ્રમ્ સમજી – ઘરમાં પ્રસન્નતાનો પારાવાર છલકાવી દેવો. કહેવાય છે કે વસંત ઋતુના દિવસોમાં લીધેલો કોઈ પણ સંકલ્પ પરો થઈ જાય છે. આમાં સ્પષ્ટતા એટલી જ કરવાની કે કુંવારી વ્યક્તિએ સંકલ્પ લીધો હોય તો એ સંકલ્પ સ્વેચ્છાએ પૂરો કરી શકાય છે અને પરણેલી વ્યક્તિએ સંકલ્પ લીધો હોય તો એ સંકલ્પ માત્ર સ્વેચ્છાએ પૂરો કરી શકતો નથી. અહીં સ્વેચ્છા કરતાં પરેચ્છાને ધ્યાનમાં રાખવી પડે છે. જો આટલું ધ્યાન રાખવામાં ન આવે તો સામેનું પાત્ર જિંદગીભર આપણને ધ્યાનમાં રાખતું થઈ જાય. ધ્યાન વિશે હું ધ્યાનથી વિચારતો'તો, ને ત્યાં જ –

Denne historien er fra February 25, 2023-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra February 25, 2023-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી

time-read
5 mins  |
Abhiyaan Magazine 16/11/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?

time-read
7 mins  |
Abhiyaan Magazine 16/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?

time-read
2 mins  |
Abhiyaan Magazine 16/11/2024
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
ABHIYAAN

ઉત્સવો આપણને કંઈક કહી ગયા...

કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી

time-read
3 mins  |
Abhiyaan Magazine 16/11/2024
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 mins  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 mins  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 mins  |
Abhiyaan Magazine 26/10/2024